________________
S
S
ભાવપ્રભસૂરિ કૃત સ્તવન
(એડીની ગડી કરું એ દેશી) મુનિસુવ્રત જિન શામલો, ચેતન સહજ વિલાસ; મોરા લાલ. ઉજજવલ ધ્યાને ધ્યાઈ, અનુભવ રસમેં ઉલ્લાસ. મોરા૦મુનિસુવ્રત ૧ પુદ્ગલથી ન્યારો રહ્યો, એલઈ આતમરામ; મોરા લાલ. નિરમલ ગુણ પરજાયની, જાગતી જ્યોતિ ઉદ્દામ. મોરા મુનિસુવ્રત ૨ જ્ઞાન અનંતુ જેહનઈ, દરસણ દીપઈ અનંત; મોરા લાલ. સુખ અનંત કુણ મવઈ, અનંત વીરજ ઉદ્ધસંત. મોરા૦ મુનિસુવ્રત. ૩ બૂઝાણા દીવા સમો, ગુણનો નાશ અશેષ; મોરા લાલ. મુગતિ લક્ષણ કહે મૂઢ , પામઈ જગમેં કલેશ. મોરા૦મુનિસુવ્રત- ૪ છઈ અવિનાશી આતમા, સત્તા શુદ્ધ સ્વરૂપ; મોરા લાલ. શ્રી ‘ભાવપ્રભ' તેહનઈ ભજો, જે ચિદાનંદ અનૂપ. મોરા૦ મુનિસુવ્રત ૫
રતનવિજયજી કૃત સ્તવન (વીર નિણંદ જગત ઉપગારી - એ દેશી) મુનિસુવ્રત જિનઅધિક દિવાજે, મહિમા મહિયલ છાજે; ત્રિજગવંકિત ત્રિભુવન સ્વામી, ગિરૂઓ ગુણનિધિ ગાજજી.
મુનિ ૧ જન્મ વખત વર અતિશય ધારી, કલ્પાતીત આચારીજી; ચરણ કરણભૂત મહાવ્રત ધારી, તુમચી જાઉંબલિહારીજી.
મુનિ. ૨ જગ જન રંજન ભવ દુઃખ ભંજન, નિરૂપાધિક ગુણભોગીજી; અલખ નિરંજન દેવ દયાળુ, આતમ અનુભવ જોગીજી.
મુનિ ૩
છે.
8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org