________________
તુજ ગુણ નિરમલ ગંગ તરંગમેંરે, મોહ્યો મુજ મન બાલ મરાલ રે; ત્રિભુવન મોહ્યો તુજ મહિમ કરી રે, સાચો મોહન તું હી મયાલ રે.
સાંભળ૦૨ મહેર કરી જે સ્વામી મો ભણી રે, ડીજે સમતિ રયણ સુહેજ રે; જો દીયે સાહિબ મુજ સુહેજથી રે, તો નિત્ય દીયે સેવક તેજ રે.
સાંભળ, ૩ ભક્ત વત્સલ જગબાંધવ તુંહી, તું જગજીવન તું ગુણગેહરે; જો હેત વહેશ્યો અમથું આપણો રે, તો નિરવહેશ્યો ધર્મ નેહરે.
સાંભળ. ૪ શ્રી મુનિસુવ્રત જિનશું નેહલોરે, તે તો શશી જિમ સિંધુ ઉલ્લાસરે; કિશર’ જંપે સ્વામી માહરારે, દરશન દેઈ પૂરો આશરે.
સાંભળ, ૫
કનકવિજયજી કૃત સ્તવન (આજ હજારી ઢોલો પાહુણો - એ દેશી) મુનિસુવ્રત જિન ભેટતાં, ઉપજ્યો હરખ અપાર; સહિયર મોરી હે. હેજઈ હિયડું ઉલસ્ડ, મિલિઓ પ્રાણાધાર. સહિયર મોરી હે.
આજ અધિક આનંદ હુઓ. ૧ ઘર અંગણિ સુરતરૂ ફલ્યો, જનમ સફલ થયો આજ; સહિયર. મન મનોરથ સવિ ફલ્યા, પામ્યું ત્રિભુવન રાજ. સહિયર.
રતન ચિંતામણિ કર ચઢયું, વૂઠો અમૃત મેહ; સહિયર, અષ્ટ સિદ્ધિ નવનિધિ સંપજી, જે નિરખ્યો ગુણનિધિ એહ સહિયર.
આજ, ૩
c
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org