SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજયજી કૃત સ્તવન (પાંડવ પાંચે વંદતા એ દેશી) મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે ; વદન અનોપમ નિરખતાં, મારાં ભવભવનાં દુઃખ જાય રે. મારાં ભવભવનાં દુઃખ જાય, જગતગુરૂ જાગતો સુખકંદરે, સુખકંદ અમંદ આણંદ, પરમગુરૂ દીપતો સુખકંદ રે. જ૦ સુ૦ ૧ નિશદિન સૂતાં જાગતાં, હીયડાથી ન રહે દૂર રે; જબ ઉપકાર સંભારીયે, તવ ઉપજે આનંદ પૂરરે. ત૦ જ સુઇ ૨ પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે ; ગુણ ગણ અનુબંધી હુઆ, તે તો અક્ષય ભાવ કહાય રે. તે જ સુઇ ૩ અક્ષય પદ દયે પ્રેમ જે, પ્રભુનું તે અનુભવરૂપ રે; અક્ષર સ્વર ગોચર નહીં, એ તો અક્લ અમાય અરૂપરે. એ જ સુઇ ૪ અક્ષર થોડા ગુણ ઘણાં, સજ્જનનાતન લિખાય રે ; ‘વાચક યશ” કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે. ૫૦ જ સુપ યશોવિજયજી કૃત સ્તવન (વીરમાતા પ્રીતિકરણી- એ દેશી) આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા ; - ભાંગીને ભાવઠ ભવતણી, દિવસ દુરિતના નાઠા. આજ૦ ૧ આંગણે કલ્પવેલી ફળી, ઘન અમીયના વૂઠા; આપ માંગ્યા તે પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા. આજ ર નિયતિ હિત દાન સનમુખ હુર્યો, સ્વ પુણ્યોદય સાથે ; ‘જશ કહે સાહિબે મુગતિનું, કરિઉં તિલક નિજ હાથે. આજ૦ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy