________________
99
ઉદયરત્નજી કૃત સ્તવન (દીઠી હો પ્રભુ દીઠી જગગુરૂ તુજ - એ દેશી)
મુનિસુવ્રત હો પ્રભુ મુનિસુવ્રત મહારાજ,
સુણજો હો પ્રભુ સુણજો સેવકની કથાજી;
ભવમાં હો પ્રભુ ભવમાં ભમીયો હું જેહ, તુમને હો પ્રભુ તુમને તે કહું છું કથાજી.
.
નરકે હો પ્રભુ નરકે નોધારો દીન,
વસીયો હો પ્રભુ વસીયો તુમ આણા વિનાજી; દીઠાં હો પ્રભુ દીઠાં દુઃખ અનંત,
વેઠી હો પ્રભુ વેઠી નાનાવિધ વેદનાજી.
તિમ વલી હો પ્રભુ તિમ વલી તિર્યંચ માંહી, જાલીમ હો પ્રભુ જાલીમ પીડા જે સહીજી ; તુંહી જ હો પ્રભુ તુંહી જ જાણે તેહ,
કહેતાં હો પ્રભુ કહેતાં પાર પામું નહીજી.
નરની હો પ્રભુ નરની જાતિમાં જેહ,
આપદા હો પ્રભુ આપદા કેમ જાયે કથીજી; તુજ વિણ હો પ્રભુ તુજ વિણ જાણણહાર, તેહનો હો પ્રભુ તેહનો ત્રિભુવન કો નથીજી.
દેવની હો પ્રભુ દેવની ગતિ દુઃખ દીઠ,
તે પણ હો પ્રભુ તે પણ સમ્યક્ તું લહેજી ; હોજો હો પ્રભુ હોજો તુમ શું નેહ,
ભવોભવ હો પ્રભુ ભવોભવ ‘ઉદયરતન’ કહેજી.
Zoets
Jain Education International
३८
For Private & Personal Use Only
૧.
જી
૪
૫.
~લડ
www.jainelibrary.org