________________
Sms
રૂપવિજયજી કૃત ચેત્યવંદન જપો નિરંતર સ્નેહશું, વશમા જિનરાયા; સુમિત્ર રાય પદ્માવતી સુતશું મુજ માયા. કચ્છપ લંછન ધનુષ વીશ, શ્યામ વર્ણી કાયા; ત્રીશ સહસ વર આઉખું, હરિવંશ દીપાયા. મુનિસુવ્રત મહિમાનીલો એ, નગરી રાજગૃહી જાસ; ‘રૂપવિજય’ કહે સાહિબા, નામે લીલ વિલાસ.
રામવિજયજી કૃત ચૈત્યવંદન મુનિસુવ્રત જિન વશમા, સેવ્યા સુખ લહિયે; મુગતિ રમણીનો રમણ, તસ ધ્યાને રહિયે. કચ્છપ લંછન નિર્વિકલ્પ, નિર્મોહી અકોહી; લંછન રહિત બિરાજમાન, શામલ જસ દેહી. એમ અનેક ગુણે ભર્યો એ, ભવ ભવ ભંજણહાર; સુમતિ સહિત જિન સેવતાં, ‘રામ લહે જયકાર.
માનવિજ્યજી કૃત ચૈત્યવંદન શ્રી મુનિસુવ્રત સુવ્રતો, નમીએ દુઃખ ગમીએ; વમીએ પાપ મિથ્યાત્વને, શિવપુરમાં રમીએ. રાજગૃહી રાજા સુમિત્ર, પહ્મા તનુ જનમા; વીશ ધનુષ તનુ કૃષ્ણવર્ણ, શિવ કમલા સહ્મા.
છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org