________________
ત્રણ વપ્ર તિહાં દેવ, હેમ મણિ રૂપા કેરા; જિન પ્રતિમા તિહાં ચાર, ટાળે ભવભ્રમણ ઘણેરા. અશોકવૃક્ષ શિર ઉપરે, અમૃતવાણી મુખથી ઝરે; ‘ઋષભ કહે સુવ્રતસ્વામિની, ઈન્દ્ર ચન્દ્રકીર્તિ કરે.
વીરવિજયજી કૃત ચેત્યવંદન સુવ્રત અપરાજિતથી, રાજગૃહી રહેઠાણ; વાનર યોનિ રાજતી, સુંદર ગણ ગીર્વાણ. શ્રવણ નક્ષત્રે જનમિયા, સુરવર જયજયકાર; મકર શશિ છમસ્થમાં, મૌન માસ અગિયાર. ચંપક હેઠે ચાંપિયા એ, જે ઘનઘાતી ચાર; વીર’ વડો જગમાં પ્રભુ, શિવપદ એક હજાર,
નંદસૂરિજી કૃત ચૈત્યવંદન બાર જોયણ બાર જોયણ નગર વિસ્તાર. રાજગૃહ રળિયામણું, સુમિત્ર રાય અરિ જીપે; ધન દેવી પદમાવતી, જાસ નયણ મુખ ચંદ દીપે. મુનિસુવ્રત જિણે જાઈઓ, સામી કાજલ વાન; લંછન કચ્છપ અતિ ભલો, ભાવે કરો ગુણગાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org