________________
દાદા તારી મુખમુદ્રાને, અમિય નજરે નિહાળી રહ્યો, તારા નયનોમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો; ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને, આત્મિક આનંક માણી રહ્યો. અંતરના એક કોડિયામાં, દીપ બળે છે ઝાંખો. જીવનના જ્યોતિર્ધર એને, નિશદિન જલતો રાખો; ઉંચે ઉંચે ઉડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો, તમને ઓળખું નાથ નિરંજન ! એવી આપો આંખો. હે નાથ ! આ સંસારસાગરે, ડૂબતા એવા મને, મુક્તિપુરીમાં લઈ જવાને, જહાજરૂપે છો તમે; શિવરમણીના શુભ સંગથી, અભિરામ એવા હે પ્રભો !, મુજ સર્વ સુખનું મુખ્ય કારણ, છો તમે નિત્યે વિભુ. આત્મા તણા આનંદમાં, માગૂલ રહેવા ઈચ્છતો, સંસારના દુઃ ખ દર્દથી, ઝટ છૂટવાને ઈચ્છતો; આપો અનુપમ આશરો, હે દીનબંધુ દેવ છો, શરણે આવ્યો આપના, તારો પ્રભુ ! તારો મને. મેં પ્રભુ ! તુજ પાલવ પકડ્યો, હવે કદી ના છોડું, તારા દરશન કરવા કાજે, નિત્ય સવારે દોડું; દરશન દરશન રટતો પ્રભુજી ! આવ્યો તારે દ્વારે, મહેર કરી મુજ દરશન આપો, એજ તમન્ના મારે, પથ્થર જેવું હૈયું મારું, કોમળ ફૂલ બનાવજો, સૂના સૂના મનમંદિરીયે, સ્વસ્તિકો રચાવજો; તુમ વિહોણું જીવન બને ના, એવા સૂર રેલાવજો, ઝંખુ છું હું જે જનમ જનમથી, મનના દીપ જલાવજો
ZJ
Jain Education International
For Private & Personal Use Only
||૧૪||
119.411
।।૧૬।।
119911
||૧૮૫
૫૧૯૫
J
~હ
www.jainelibrary.org