________________
@29
||૭||
||૮||
|૯||
હે દેવ! તારા દિલમાં, વાત્સલ્યના ઝરણાં ભર્યા, હે નાથ ! તારા નયનમાં, કરૂણાતણા અમૃત ભર્યાં; વીતરાગ તારી મીઠી મીઠી, વાણીમાં જાદુ ભર્યા, તેથી જ તારા ચરણમાં, બાલક બની આવી ચડ્યાં. કયારે? પ્રભો! નિજ દ્વાર ઉભો, બાલને નિહાળશો, નીતનીત માંગે ભીખ ગુણની, એક ગુણ કબ આપશો; શ્રદ્ધા દીપકની જ્યોત ઝાંખી, જુવલંત ક્યારે બનાવશો, સુનાં સુનાં મુજ જીવનગૃહમાં, આપ ક્યારે પધારશો. મુક્તિ કેરા વિમલ ઘરમાં, આપ દૂરે વસો છો, તો એ વહાલા મુજ મન સદા, પ્રેમરૂપે રહો છો; જો કે દૂરે રવિ કમલથી, તો એ આનંદ આપે, તેવી રીતે મુજ મન વને, તેજ તારું પ્રકાશે. ક્યારે? પ્રભો ! સંસાર કારણ, સર્વ મમતા છોડીને, આશા પ્રમાણે આપની, મન તત્ત્વજ્ઞાને જોડીને; રમીશ આત્મ વિષે વિભો!, નિરપેક્ષ વૃત્તિ થઈ સદા, ત્યજી ઈચ્છા મુક્તિની પણ, સન્ન થઈને હું કદા. |૧૦|| પ્રભુ! દેવના પણ દેવ છો, વળી સત્ય શંકર છો તમે, છો બુદ્ધને આ વિશ્વત્રયના, છો તમે નાયક પણે; એ કારણે આન્તર રિપુ, સમુદાયથી પડેલ હું, હે નાથ ! તુમ પાસે રડીને, હાર્ટના દુઃખો કહું.
|૧૧|| ક્યારે પ્રભો! નિજ દેહમાં પણ, આત્મબુદ્ધિને તજી, શ્રધ્ધાજળ શુદ્ધિ કરેલ, વિવેકને ચિત્તે સજી; સમ શત્રુ મિત્ર વિષે બની, ન્યારો થઈ પરભાવથી, રમીશ સુખકર સંયમે, ક્યારે પ્રભો! આનંદથી. હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ, મહારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતા જડે હે વિભુ; મુક્તિ મંગળ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી, આપો સભ્ય રત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી. (૧૩ના
||૧૨||
જીર્ણs.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org