________________
5.
||૧||
||૨||
દેરાસરમાં પ્રભુ સન્મુખ બોલવાની ભાવવાહી સ્તુતિઓ
.......... ........... અજ્ઞાનાંધકૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યાં, જેણે અષ્ટ પ્રકારનાં કઠિન જે, કર્મો બધાં તે દહ્યાં; જેની આત્મસ્વભાવમાં રમણતા, જે મુક્તિદાતા સદા, એવા શ્રી મુનિસુવ્રતેશ નમીએ, જેથી ટળે આપદા. દયા લાવી અશ્વ, સુરસહિત આવ્યા ભૃગુપુરે, ઉગાર્યો આવીને, પ્રવર ઉપદેશ પ્રભુ તમે, હઠાવી કર્મોને, પરમપદ પામ્યા જગધણી, મને અર્પો સેવા, મુનિસુવ્રતદેવા! ચરણની. જે દષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીયે મુદા વાણી સુધા, તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને નિત ધન્ય છે. જે પ્રભુના અવતારથી અવનિમાં, શાંતિ બધે વ્યાપતી, જે પ્રભુની સુપ્રસન્નને અમીભરી, દષ્ટિ દુઃખો કાપતી; જે પ્રભુએ ભરયૌવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના. તે તારક જિનદેવના ચરણમાં, હોજો સદા વંદના. સુણ્યા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કો ક્ષણે, હે જગતબંધુ ચિત્તમાં, ધાર્યા નહીં ભક્તિપણે; જનમ્યો પ્રભુ તે કારણે, દુ: ખપાત્ર હું સંસારમાં, હા ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચારમાં. પા શું કર્મ કેરો દોષ આ, અથવા શું મારો દોષ છે, શું ભવ્યતા નથી માહરી, હત કાળનો શું દોષ છે; અથવા શું મારી ભક્તિનિશ્ચલ, આત્મમાં પ્રગટી નથી, જેથી પરમપદ માંગતા પણ, દાસને દેતાં નથી.
|| ૬
||૩TI
T૫.!!
ક
ઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org