________________
18 નલિની-કમળવેલ સૂર્યની આરતી ઉતારવા સજજ બને છે, તેનું ચમત્કૃતિભર્યું વર્ણન રામભદ્રમુનિએ ત્રીજા અંકમાં કર્યું છે.
વિકસેલાં કમળોના થાળમાં, હિમકણોના શ્વેત અક્ષતો રાખી, અબીલ તે કમળની પરાગરજ, ભમરાઓ-દુર્વાશ્કરો, દધિ તો હંસ, કેસરસમૂહ તે થરકતી
જ્યોતિવાળી દીપિકાઓ સાથે, નલિની પ્રાતઃકાળના સૂર્યની આરતી ઉતારવા તત્પર બની છે.
હવે મહારાજસાહેબનો અનુવાદ જુઓ. આ સંસ્કૃત પદ્યને આરતી રૂપે જ ગુજરાતીમાં ઢાળ્યું છે.
જય જય આરતી સૂર્ય દિગંદા, રન્નાદે મન પરમાણંદા વિકસિત કમલ તણો છે થાળ, હિમકણના અક્ષત સુરસાળ છે મકરંદ સુગંધિત ચંદન, લીલી ધરો તે ભૃગ સગુંજન (સગુંજન એ અનુવાદકનો ઉમેરો છે !) દધિમંગલ તે હંસ સલૂણા, દીવી કેસરપુંજ સુવર્ણ નલિની સજ્જ થઈ રહી થાળ, કરતી આરતી સૂર્યની ભાળ જય જય આરતી સૂર્ય દિગંદા, તિમિર હરી જે જયોતિ કરંદા.
આ મહારાજશ્રીનો અનુવાદક તરીકેનો master-stroke - પ્રતિભાનો ઉન્મેષ છે.
આ કેતકી કેવી છકી
જેવું વાક્ય સ્વતંત્ર કવિતા બને છે. ક્યાંક અનુવાદક અપરિચિત કે અપ્રચલિત શબ્દપ્રયોગો પણ કરે છે. ભોંઠા પડવું કે ઝંખવાણા પડવું એ અર્થમાં વિલખા વદનેનો પ્રયોગ કે જેમનું-તેમનું અર્થમાં જસ-તસ જેવા જૂના ગુજરાતીના પ્રયોગો કે ચાટ પાડ્યો છે જેવો અસુભગ પ્રયોગ કે “ભારી' જેવા હિન્દીભાષી પ્રયોગો કે “પર્ણ શા ચર્ણ' જેવામાં પ્રાસ આણવા લીધેલી છૂટ જેવા પ્રયોગોને બાદ કરતાં મૂળ નાટકની, કવિની, આસ્વાદમાં વ્યવધાનરૂપ બનતી, ગૌડી શૈલીને બદલે, અનુવાદકની પ્રવાહી, ભાવાનુરૂપ, લયાન્વિત શૈલી નાટકના ભાવનમાં ઉદ્દીપક બને છે, અને અનુવાદ એક આલ્હાદક રસકીય અનુભવ આપનારો બની રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org