________________
i૦
પણ છેવટે મંત્રી અભયકુમારે ગોઠવેલા છટકામાં રૌહિણેય ફસાઈ જાય છે અને પકડાઈ જાય છે.(ચોથો અંક)
પાંચમા અંકમાં ચોરના પકડાવાથી રાજા પ્રસન્ન થાય છે અને ચોરને મૃત્યુદંડ ફરમાવે છે. તો મંત્રી અભયકુમાર રાજાને ન્યાયની રીત સમજાવતાં કહે છે કે ચોર મુદ્દામાલ સાથે પકડાયો હોય તો અથવા તે પોતે પોતાના અપરાધોનો સ્વીકાર કરે તો, તેને સજા થઈ શકે. અહીંયાં ચોર મુદામાલ સાથે પકડાયો નથી. એટલે તેની પાસે કોઈ પણ રીતે પોતાના અપરાધોની કબૂલાત કરાવવી પડે. (પાંચમો અંક પૂરો)
મંત્રી અભયકુમારે નાટ્યાચાર્ય ભરતની સહાયથી સ્વર્ગલોકની પ્રતિકૃતિ તૈયાર કરી દીધી છે. રૌહિણેયની આસપાસ સુંદરીઓ ગોઠવી દીધી છે. રૌહિણેયને એમ જ લાગે કે પોતે સ્વર્ગમાં આવ્યો છે અને દેવ બની ગયો છે. ચારે બાજુ દેવાંગનાઓ પોતાને વીંટળાયેલી છે. રૌહિણેયની આસપાસ સંબોધીને ગાઈ રહી છે કે આપને સ્વામી તરીકે મેળવીને અમે સૌભાગી બન્યાં છીએ, દેવાંગનાઓ આપના વિરહમાં તડપી રહી છે વગેરે. રૌહિણેય માનવા લાગે છે કે, પોતે ખરેખર દેવત્વ પ્રાપ્ત કર્યું છે અને સ્વર્ગમાં આવી પહોંચ્યો છે, અતુલનીય સુખનો ભાગી બન્યો છે. પણ પ્રતિહાર આવીને સ્વર્ગની આચારમર્યાદાના પાલનરૂપે રૌહિણેયને પૂર્વભવનાં સુકૃતો ને દુષ્કૃત્યોને જાહેર કર્યા પછી જ સ્વર્ગમાં સુખો ભોગવી શકે, તે પહેલાં નહીં એવા નિયમની જાણ કરે છે.
રૌહિણેયને પોતે ખરેખર દેવ બની ગયો છે એમ થાય છે. પણ પછી ભગવાન મહાવીરનાં કાને પડેલાં વેણ યાદ આવે છે જેમાં દેવોનું વર્ણન કરવામાં આવેલું. એ વર્ણન પોતાની આસપાસની વ્યક્તિઓને લાગુ પડતું નથી એ પણ રૌહિણેયના ધ્યાનમાં આવતાં તેણે પોતે ફક્ત સુકૃતો જ આચર્યા છે એવું ભારપૂર્વક કહેતાં મંત્રી અભયકુમારની અપરાધની કબુલાત કરાવવાની આ યુક્તિ નિષ્ફળ જાય છે.
રાજા તરફથી અભયવચન મળતાં રૌહિણેય સાચી હકીકત કહી દે છે, અને પોતે મંત્રીની બુદ્ધિને મહાત કરી શક્યો, પોતે સજામાંથી બચી શક્યો તેનું કારણ જિનવચનો છે તેની પોતાને પ્રતીતિ થાય છે. રૌહિણેયને અનુતાપ થાય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org