________________ માજિક, ધાર્મિક જોઈ શકાઢ રીતે પ્રતિ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न कुत्रचित् // જે અહી છે તે અન્ય સ્થળે છે, જે અહીં નથી તે ક્યાંય નથી.” ઉપરનાં વચન મહાભારત માટે લખાયેલાં છે. તે જ વચન ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતને સારી રીતે લાગુ પડે છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત એટલે જૈન સંપ્રદાયના સિદ્ધાંતો, કથાનકે, ઈતિહાસ, પૌરાણિક કથાઓ, તત્ત્વજ્ઞાનને સર્વસંગ્રહ, આખા ગ્રંથનું કદ 36000 લેાક ઉપરાંત પ્રમાણનું થવા જાય છે. આ મહાસાગર સમાન વિશાલ ગ્રંથની રચના શ્રી હેમચંદ્રાચાર્યે તેમની ઉત્તરાવસ્થામાં કરી હતી. શ્રી હેમચંદ્રાચાર્યની સુધાર્ષિણી વાણીનાં ગૌરવ અને મીઠાશ એ મહાકાવ્યમાં આપણે અનુભવી શકીએ છીએ. સમકાલીન સામાજિક, ધાર્મિક અને વિચારગત પ્રણાલિકાના. પ્રતિબિંબ એ વિશાલ, ગ્રંથમાં ઘણે સ્થળે આપણે જોઈ શકીએ છીએ. એ રીતે તે ગુજરાતને તે કાલને સમાજ અને તેનું માનસ તેમાં નિગૂઢ રીતે પ્રતિબિંબિત થયા છે. આ દૃષ્ટિએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનું મહત્ત્વ હેમચંદ્રાચાર્યની કૃતિઓમાં વિશિષ્ટ પ્રકારનું છે. થાશ્રયમાં જેટલું વૈવિધ્ય તેમનાથી સાધી શકાયું છે તેના કરતાં અનેક પ્રકારે ચઢિયાતું વૈવિધ્ય આ ગ્રંથમાં દૃષ્ટિગોચર થાય છે. | ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં 63 શલાકા પુરુષ”માં ચરિતોનું આલેખન કરવામાં આવ્યું છે. “શલાકા પુરુષ” એટલે તે પ્રભાવક પુરુષ જેમના મોક્ષ વિષે સંદેહ નથી. આ ત્રેસઠ શલાકા પુરુષમાં ૨૪–તીર્થ"કર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 બળદેવ, તથા 9 પ્રતિવાસુદેવનો સમાવેશ થાય છે. | કાવ્યની અને શબ્દશાસ્ત્રની દષ્ટિએ તો આ કાવ્યની વાત જ શી કરવી ? તેમાં પ્રસાદ છે, ક૯પના છે. શબ્દનું માધુર્ય છે, સરળતા છતાંય ગૌરવ છે. આ નાના પ્રકરણમાં આ બધુય બતાવવા માટે શી રીતે અવતરણો આપવા. ? જિજ્ઞાસુને તે મૂળગ્રંથ જોવા માટે જ ભલામણ કરવી રહી. એક પરિશીલન કરનાર કહે છે કે “એ ગ્રંથ આખાય સાદ્યત વાંચવામાં આવે તે સંસ્કૃતભાષાના આખા કેશને અભ્યાસ થઈ જાય તેવી તેની ગોઠવણ છે? | ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનું આખુંય અવકન અને પરિશીલન એ નાના પ્રકરણને વિષય ન જ થઈ શકે. 36000 લેકના અગાધ કાવ્યશક્તિ અને વ્યુત્પત્તિથી ભરેલા ગ્રંથનું પ્રસ્તુત પરિશીલન અત્યંત 95 છે. આખાય ગ્રંથનું સમગ્ર પરીક્ષણ તે એક વિસ્તૃત મહાનિબંધનો વિષય બની શકે. હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરૂદ આ એક ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એ એ વિશાળ, ગંભીર, સર્વદશી છે. એક દિશાસૂચક પ્રકાશશલાકાથી વધારે તે કયાંથી આ નાનું લખાણ આપી શકે ? કાલિદાસના શબ્દોમાં “દસ્તર સમદ્રને તરાપા”થી ઓળંગવા માટે આશા સેવતા હેમસારસ્વતના ઉપાસકના પ્રયત્ન કરતાં આ પ્રકરણમાં વધારે હોઈ પણ શુ શકે ? - મધુસુદન મેદી (“હમસમીક્ષા” માંથી સભાર ઉર્ધ્વત) For Private & Personal Use Only www.jainelibrary.com