SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકરણ પ્રતિ વિશેષ આકર્ષાયા. ભાવનગરના પંડિત શ્રાવક શા. કુંવરજી આણંદજી આના ઊંડા અભ્યાસી હતા અને તેમણે અનેક સાધુઓને આ પ્રકરણ ભણાવેલું. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયોદયસૂરીશ્વરજી, પૂજ્ય આચાર્ય શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી, પૂજ્ય આચાર્યશ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મહારાજ વગેરે આ ગ્રંથના અભ્યાસી જ નહિ, પરંતુ અવસરે અવસરે તેનું અધ્યાપન પણ કરતા રહ્યા અને જિજ્ઞાસુઓને આ પ્રકરણ જોવા - વાંચવાની ભલામણ પણ કરતા રહ્યા હતા. તો શ્રાવક પંડિત શ્રી ચંદુલાલ નાનચંદ શિનોરવાળાએ ઉપરોક્ત પૂજ્યોની પ્રેરણાનુસાર આ પ્રકરણની મૂળ ગાથાઓનો વિશદ ગુજરાતી અનુવાદ પણ કર્યો અને છપાવ્યો. પણ માત્ર મૂળ પ્રકરણનો અનુવાદ કરીને જ તેઓ અટકી ન ગયા. પછીથી પૂજ્યપાદ શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા થતાં અને ગુંચ પડે ત્યાં પૂરેપૂરા માર્ગદર્શનની, સહાયની અને સંશોધનની ખાતરી પણ મળતાં શાહ ચંદુલાલ નાનચંદે માલધારીજી મહારાજની બૃહદ્વત્તિના વિસ્તૃત ગુજરાતી અનુવાદનું પણ બીડું ઝડપ્યું; અને પોતાની આ વિષયની આગવી કુશળતાને કારણે એ કાર્ય તેમણે પૂર્ણ પણ કર્યું. આ અનુવાદ, ઉપર નિર્દેશ્ય છે તેમ, પૂજ્ય શ્રી વિજયોદયસૂરિજી જેવા ગીતાર્થશિરોમણિ પુરુષની નજરમાંથી અક્ષરશઃ પસાર થઈ ચુક્યો છે, તેથી તેનું મૂલ્ય ઘણું વધી જાય, તે સ્વાભાવિક છે. અનુવાદક શાહ ચંદુલાલ નાનચંદ માસ્તર મૂળે શિનોરના વતની હતા. તેમણે નાની વયમાં જ ધાર્મિક બાબતોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ભરૂચના સંઘમાન્ય વિદ્વાન શ્રાવકવર શેઠ શ્રી અનોપચંદભાઈ પાસે રહીને તેમણે કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ વગેરેનો તથા દ્રવ્યાનુયોગના વિષયનો તલસ્પર્શી બોધ મેળવ્યો હતો. તેમણે ડભોઈ, મહેસાણા – જૈન શ્રેયસ્કર મંડળ, અમદાવાદ – ફતાસા પોળે સરસ્વતી પાઠશાળા વગેરે પાઠશાળાઓમાં જીવનભર ધર્મનો અને તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો અભ્યાસ કરાવેલો. શાસનસમ્રાટ પરમગુરુભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી પાસે પણ કેટલોક વખત રહેલા અને તેમના શિષ્યોને અધ્યયન કરાવેલું. આમ તો સંસ્કૃત બે બુક જ ભણેલા, પણ સતત પ્રવર્તતા શાસ્ત્રોના વ્યાસંગને કારણે તેમની મતિ એવી તો પરિકર્મિત થયેલી કે મોટા મોટા ગ્રંથોના સંસ્કૃત વિવરણને અત્યંત સરળ ગુજરાતીમાં અનુવાદિત કરવાની અજોડ નિપુણતા તેમણે સાધેલી. ચતુર્વિધ સંઘમાં હજારો-હજારો અભ્યાસીઓ જે પુસ્તકોના આધારે પોતાના જૈન તત્ત્વજ્ઞાનનો પાયો નાખે છે તે જીવવિચાર આદિ જ પ્રસિદ્ધ પ્રકરણો તથા ૩ ભાષ્યો વગેરેના, મહેસાણા-જૈન શ્રેયસ્કર મંડળ તરફથી છપાયેલાં મળતાં પુસ્તકોમાંનાં ગુજરાતી વિવેચનો શ્રી ચંદુલાલ માસ્તરનાં જ લખેલાં છે. વધુમાં બૃહત્સંગ્રહણી તથા લઘુ ક્ષેત્રસમાસ વગેરે પ્રાકરણિક ગ્રંથોના અત્યારે મળતા સવિસ્તર અનુવાદ-વિવેચન ગ્રંથો પણ શા. ચંદુલાલ નાનચંદનું જ પ્રદાન છે. શ્રી ચંદુલાલ માસ્તર સારા કવિ પણ હતા. તેમણે સુંદર અને સંસ્કાર પ્રેરક ભાષામાં અને પદ્ધતિથી “જૈન ગરબાવલી' પણ બનાવી પ્રસિદ્ધ કરેલી. અને આજે ક્યો જૈન બચ્ચો એવો હશે કે જેને “સમરો મંત્ર ભલો નવકાર” - એ છંદ ન આવડતો હોય કે ન સાંભળ્યો હોય? આ છંદ પણ શ્રી ચંદુલાલ નાનચંદ માસ્તરની જ અમર રચના છે. એમાં અત્યારે “વીર વચનથી હૃદયે વ્યાપે” – એ રીતે બોલાતી પંક્તિ, વાસ્તવમાં “ચંદ્રવચનથી હૃદયે વ્યાપે' - એમ છે, એ બહુ ઓછા જાણે છે. Jain Education International For Private y Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy