________________
અર્હમ્ ॥
નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે II સંપાદકીય
શ્રી વીતરાગ તીર્થંકર પરમાત્માનું ભવનિવારક શાસન ભવ્ય જીવોને કર્મોની નિર્જરા સાધવા માટે વિવિધ અમોઘ આલંબનો પ્રબોધે છે, તેમાં એક અદ્ભુત આલંબન છે ઃ શ્રુતજ્ઞાનની ઉપાસના, સ્વાધ્યાય. સ્વાધ્યાયથી સદ્યાન સધાય છે અને દુર્ધ્યાનથી બચી જવાય છે; સ્વાધ્યાય થકી સંસારના વાસ્તવિક સ્વરૂપનું યથાર્થ ભાન થાય છે; અને સ્વાધ્યાયમાં વર્તતા જીવનો વૈરાગ્યભાવ દૃઢ અને તીવ્ર બની શકે છે.
પરમાત્માના પુનિત શાસનને શોભાવનારા અને સ્વાધ્યાય તથા ધ્યાનમાં અહર્નિશ રમમાણ એવા અસંખ્ય મહાપુરુષો - શ્રુતધરો અને જ્ઞાનગરિષ્ઠ મુનિવરો વીતેલાં અઢી હજાર વર્ષોમાં થઈ ગયા છે, જેમણે પોતાની આત્મસાધના તો કરી જ, સાથે સાથે આપણા જેવા અજ્ઞાની અને પ્રમાદી એવા બાળ જીવોના કલ્યાણની પણ ચિંતા તેમણે સેવી, અને આપણા આત્મોદ્વાર કાજે અનેકાનેક ગ્રંથોની-શાસ્ત્રોની રચના કરી ગયા. ખૂબી તો એ છે કે કેટલાય મહાપુરુષોએ અનુપમ કે વિશિષ્ટ કહી શકાય તેવી શાસ્ત્રરચના કરી છતાં, તેમાં ક્યાંય – કોઈ પણ રીતે, પોતાનું નામ સૂચવવાની પણ ખેવના તેમણે ન રાખી. ‘ભગવાનનું છે આ બધું, હું પણ ભગવાનનો જ છું; આ બધું ભગવાનને અર્પણ' - આવી કોઈ ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા અહંશૂન્ય પુણ્યાત્માઓ જ આવી નિરીહતા દાખવી શકે.
આવા જ કોઈ પરમનિરીહ શ્રુતધર મહાપુરુષે રચેલી એક ભવ્ય શાસ્ત્રરચના છે : જીવસમાસ પ્રકરણ. શ્રી દ્વાદશાંગીમાંના શ્રી દૃષ્ટિવાદ નામે બારમા અંગગત ચૌદ પૂર્વે પૈકી છઠ્ઠા ‘સત્યપ્રવાદ’ પૂર્વમાંથી આ પ્રકરણનો ઉદ્ધાર થયો છે; અને મહાન શ્રુતધર શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ ભગવંતે તેનો ઉદ્ધાર કર્યો છે, અને તે વલભી વાચનાની પરંપરાનું આગમિક પ્રકરણ છે, આવી પરંપરા આપણે ત્યાં દૃઢ છે અને માન્ય પણ છે. શ્રીવીતરાગ-પ્રવચનના પારમાર્થિક પદાર્થોની પ્રરૂપણા આ પ્રકરણમાં એવી તો સુબોધક અને હૃદયંગમ રીતે કરવામાં આવી છે કે તત્ત્વના જિજ્ઞાસુઓ તથા અભ્યાસી આત્માઓ માટે તો આ પ્રકરણ આગમિક ભાવોના એક ખજાના સીખું જ છે.
આ પ્રક૨ણ ઉપર ઓછામાં ઓછી ત્રણેક વૃત્તિઓ રચાઈ છે. તેમાં એક પ્રાચીન વૃત્તિ, જેને મલધા૨ીજી મહારાજ ‘મૂત્તવૃત્તિ’ તરીકે ઓળખાવે છે, તે અપ્રાપ્ય જ છે. બીજી વૃત્તિ શીલાચાર્ય નામે આચાર્યદેવે રચેલી છે, અને સંભવતઃ તેને જ મલધારીજી મહારાજ ‘અર્વાચીનવૃત્તિ’ તરીકે લેખવે છે; તે વૃત્તિની પ્રતિઓ આજે પણ પ્રાપ્ત છે; જો કે તેનું મુદ્રણ થવું બાકી છે. ત્રીજી વૃત્તિ છે – મલધારી શ્રી હેમચન્દ્રસૂરિએ રચેલી વિશદ, વિસ્તૃત અને ગ્રંથગત પદાર્થોનાં સઘળાંય રહસ્યોને તથા તેના સંવાદ-વિસંવાદોને સુપેરે ખોલી આપનારી, ૬૬૨૭ શ્લોકપ્રમાણ બૃહદ્વૃત્તિ. બૃહદ્વૃત્તિયુક્ત પ્રસ્તુત પ્રકરણ પૂજ્ય આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરિજીએ, સૂરતની આગમોદય સમિતિ દ્વારા, ઈ. ૧૯૨૭ (વિ. સં. ૧૯૮૪)માં મુદ્રિત કરાવ્યું હતું. તે પછી દ્રવ્યાનુયોગના રસિયા મુનિવર્યો તથા વિદ્વાન ગૃહસ્થો
www.jainelibrary.org
Jain Education International
૪
For Private & Personal Use Only