________________
હોંતિ - સર્વે મળીને પણ સંખ્યાતા જ પ્રાપ્ત થાય છે. એમાં કહેવાનું તાત્પર્ય એ છે કે – ઉપશમશ્રેણિના સમગ્ર અન્તર્મુહૂર્વકાળમાં પણ બીજા બીજા પ્રવેશ કરતા જીવોની અપેક્ષાએ સર્વ મળીને સંખ્યાતા પ્રાપ્ત થાય છે.
પ્રફ: ઉપશમશ્રેણિના અન્તર્મુહૂર્તકાળમાં પણ અસંખ્યાતા સમયો છે. તેથી જો દરેક સમયે એકેક જીવ પ્રવેશ કરે તો પણ સમગ્ર શ્રેણિકાળમાં અસંખ્યાતા (પ્રતિપન્ન) જીવો પ્રાપ્ત થાય, (એ પ્રમાણે એકેક જીવના પ્રવેશથી પણ જ્યારે અસંખ્ય જીવો પ્રાપ્ત થાય) ત્યારે બે, ત્રણ આદિથી પ્રારંભીને ઉત્કૃષ્ટ ચોપન ચોપન જીવોના પ્રવેશથી તો (અસંખ્યાતા પ્રાપ્ત થાય તેમાં) આશ્ચર્ય જ શું? (અર્થાત્ અસંખ્યાતા જ પ્રાપ્ત થાય). ઉત્તર: હા. એવી કલ્પના પણ થઈ શકે, પરન્ત ક્યારે ? કે જ્યારે શ્રેણિના સર્વ સમયમાં પ્રવેશ ચાલુ થતો રહે ત્યારે જ, પરન્તુ તેવી રીતે સર્વ સમયમાં પ્રવેશ જ થતો નથી, પણ કેટલાક સમયમાં જ પ્રવેશ થાય છે. માટે અસંખ્યાતા પ્રાપ્ત ન થાય. વળી સિર્વ સમયોમાં પ્રવેશ ન હોય] એ વાત પણ કેવી રીતે સમજાય ? એમ જ પૂછતા હો તો કહીએ છીએ કે – અહીં ઉપશમશ્રેણિ ગર્ભજ પર્યાપ્ત મનુષ્યો જ પામી શકે છે, પરન્તુ બીજા કોઈ જીવો પામતા નથી. વળી તે ગર્ભજ મનુષ્યોમાં પણ જેઓ ચારિત્રવંત હોય છે, તેઓ જ પામી શકે છે, પરન્તુ જે તે મનુષ્યો નહિ. વળી ચારિત્રવંતો પણ ઉત્કૃષ્ટ ક્રોડપ્રથકૃત્વ જેટલા જ લોકમાં વર્તતા હોય છે, તે પણ સર્વે શ્રેણિની પ્રાપ્તિમાં પ્રવેશમાં નથી વર્તતા, પરન્તુ કેટલાક ચારિત્રીઓ જ શ્રેણિના - પ્રવેશમાં વર્તતા હોય છે. તે કારણથી (સ્પષ્ટ) સમજાય છે કે – ઉપશમશ્રેણિના સર્વ સમયોમાં જીવપ્રવેશ હોય નહિ, પરન્તુ કેટલાક સમયમાં જ જીવપ્રવેશ હોય. તેમાં પણ કોઈ કાળે કોઈ એક સમયમાં જ પંદર કર્મભૂમિને આશ્રયિ (એટલે કોઈમાં કેટલાક તો કોઈમાંથી કેટલાક એમ બધી કર્મભૂમિઓના ભેગા ગણતાં) ઉત્કૃષ્ટથી ચોપન જીવો પ્રવેશ કરતા હોય છે. પરન્તુ એથી અધિક પ્રવેશ કરતા નથી. તે કારણથી ઉપશમશ્રેણિના સંપૂર્ણ કાળમાં પણ ઉપશમશ્રેણિગત જીવો (પ્રતિપન્ન જીવો) સંખ્યાતા જ પ્રાપ્ત થાય, પરન્તુ અસંખ્યાત નહિ. વળી તે સંખ્યાતા પણ ઘણા સો પ્રમાણ જાણવા, ઘણા હજાર પ્રમાણ નહિ (અર્થાત્ શતપૃથ૦ જેટલા જ). એ પ્રમાણે ઉપશમશ્રેણિનાં ચારે ગુણસ્થાનકોનું પરસ્પર અલ્પબદુત્વ પ્રવેશરૂપ પ્રતિપદ્યમાન જીવોને આશ્રય તુલ્ય છે. તેમજ પ્રતિપન્ન જીવો આશ્રયિ પણ તુલ્યતા સ્પષ્ટ કહી નથી, પરન્તુ સંભવે છે. એ અલ્પબહત્વ ભિન્નકાળની અપેક્ષાનું જ જાણવું. પણ સમકાળની અપેક્ષાનું નથી.
તથા સપનાં ૮-૯-૧૦-૧૨ એ ચાર ગુણસ્થાનમાં પરસ્પર અલ્પબદુત્વવિચારીએ તો પ્રત્યેક ગુણસ્થાનમાં એક સમયે વધુમાં વધુ ૧૦૮ જીવો પ્રવેશ કરી શકે છે. તેથી પ્રવેશ ની (એટલે પ્રતિપદ્યમાન જીવોની) અપેક્ષાએ એ ચારે ગુણસ્થાનો પરસ્પર તુલ્ય છે. અને દરેક ગુણસ્થાનના સમગ્ર કાળ આશ્રયિ અથવા ક્ષપકશ્રેણિના પણ સમગ્ર કાળ આશ્રય વિચારીએ તો દરેક ગુણસ્થાનમાં અથવા સમગ્ર ક્ષપકશ્રેણિમાં પણ શતપૃથક્વ જીવો પ્રતિપક્ષભાવે વર્તતા હોય છે. એ રીતે પણ ચારે ગુણસ્થાનોનું અલ્પબદુત્વ તુલ્ય સંભવે છે. [આ પણ ભિન્નકાળ આશ્રયિ અલ્પબદુત્વ જાણવું, પણ સમકાલીન નહિ, કારણ કે અહીં સર્વ ગુણસ્થાનોમાં કહેવાતું અલ્પબદુત્વ ભિન્નકાળ આશ્રયિ જ છે.] કહ્યું
खवगा खीणाजोगी, एगाई जाव होंति अट्ठसयं । अद्धाए सयपुहुत्तं, कोडिपुहुत्तं सजोगीओ ।। (पंचसं.) ।। અર્થ : ક્ષપક-ક્ષીણમોહી અને અયોગી એ ત્રણ (એટલે ૮-૯-૧૦-૧૨-૧૪ ગુણસ્થાનવાળા) જીવો (પ્રવેશની અપેક્ષાએ) જઘન્ય એક-બે આદિથી પ્રારંભીને યાવતું ઉત્કૃષ્ટથી એકસો આઠ સુધી હોય છે. અને ક્ષા મધ્યU - કાળની અપેક્ષાએ શતપથર્વ જીવો હોય છે. તથા સયોગી કેવલીઓ ક્રોડપૃથકત્વ (નવ ક્રોડ) હોય છે. ||૧|1.
અહીં પણ ક્ષપકશ્રેણિના કાળના કોઈપણ એક સમયમાં પ્રવેશતા ઉત્કૃષ્ટથી ૧૦૮ જીવો હોય છે, તેમજ પ્રતિસમયમાં પ્રવેશ હોય નહિ, ઈત્યાદિ સર્વ વક્તવ્ય પૂર્વોક્ત ઉપશમશ્રેણિના વક્તવ્યતુલ્ય કહેવું. તફાવત એ જ કે - ચોપનને બદલે એકસો આઠ કહેવા. એ રીતે બન્ને શ્રેણિઓનાં ગુણસ્થાનોમાં સ્વસ્થાને અલ્પબદ્ધત્વ પ્રત્યેક ગુણસ્થાન આશ્રયિ કહીને હવે બે શ્રેણિઓનું પરસ્પર અલ્પબદ્ધત્વ વિચારવામાં - પ્રવેશની અપેક્ષાએ ઉપશમશ્રેણિથી ક્ષપકશ્રેણિના જીવો દ્વિગુણ એટલે પ્રથમ અયોગી થોડા, તેથી ઉપશામક જીવો સંખ્યાતગુણા, તેથી ક્ષપકો, ઇત્યાદિ રીતે સંખ્યાતગુણ જાણવા, તેમજ પ્રતિપન્ન જીવોની અપેક્ષાએ પણ, દ્વિગુણ જેટલા સંખ્યાતગુણ જાણવા. એ પ્રમાણે ઉપશમશ્રેણિમાં સ્વસ્થાને, સંપકક્ષેણિમાં સ્વસ્થાને અને બે શ્રેણિમાં પરસ્પર એમ ત્રણ પ્રકારનું અલ્પબદુત્વ દર્શાવ્યું.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org