________________
અનુસારે) ઉપશમક જીવો સર્વથી થોડા છે, અને ક્ષપક જીવો તેથી સંખ્યાતગુણા છે. એ કહેવાતું ઉપશમક તથા ક્ષપકોનું અલ્પબહુત બન્ને જ્યારે ઉત્કૃષ્ટ' સંખ્યામાં વર્તતા હોય તે વખતનું જાણવું. અન્યથા એ બન્ને ગુણસ્થાનવર્સીઓ (ઉપશમક અને ક્ષપકો) લોકમાં કોઈ વખત હોય અને કોઈ વખત ન પણ હોય; વળી હોય તો પણ કોઈ વખત ઉપશમક થોડા અને ક્ષેપક ઘણા, અને કોઈ વખત તો એથી વિપરીતપણે (એટલે ઉપશમક ઘણા અને ક્ષપક થોડા એમ) પણ વર્તતા હોય છે. માટે એ પ્રમાણે (અનુત્કૃષ્ટ સંખ્યાની અપેક્ષાએ તો બન્નેના અલ્પબદુત્વની) ભજના* જાણવી.
પુનઃ ક્ષપકોથી પણ નિu = નિન એટલે ભવસ્થ (મનુષ્યગતિમાં વર્તતા પણ સિદ્ધ થયેલા નહિ એવા) કેવલીઓ (૧૩માં ગુણસ્થાનવાળા) સંખ્યાતગુણા જાણવા. તેથી પણ અપ્રમત્ત મુનિઓ (એટલે સાતમા ગુણસ્થાનવાળા) સંખ્યાતગુણા જાણવા. તેથી પણ ફુયરે ય = ઇતર એટલે પ્રમત્ત મુનિઓ (અર્થાતુ છટ્ઠા ગુણસ્થાનવાળા) સંખ્યાતગુણા જાણવા. તે થકી દેશવિરતિઓ (એટલે પાંચમા ગુણસ્થાનવાળા) તિર્યંચ પંચેન્દ્રિયોમાં પણ હોવાથી અસંખ્યાતગુણા જાણવા. તથા સાસ્વાદનીઓ (એટલે બીજા ગુણસ્થાનવાળા) કદાચિત્ સર્વથા ૧. ઉપશમક ઉત્કૃષ્ટથી સમકાળે ચોપન અને ક્ષેપક ઉત્કૃષ્ટથી સમકાળે ૧૦૮ વર્તે, તે વખતે એ અલ્પબહુત દ્વિગુણ હોવાથી સંખ્યાતગુણ જાણવું, કારણ કે બે એ જઘન્ય સંખ્યાત છે. ૨. જ્યારે ઉત્કૃષ્ટ સંખ્યાએ ન વર્તે ત્યારે કોઈ વખતે વિશેષાધિક અને કોઈ વખત વિશેષહીન એમ અલ્પબદુત્વ હોય. તેમજ કોઈ વખતે સંખ્યાતગુણ અને કોઈ વખત સંખ્યાતગુણહીન અને કોઈ વખત સમ એમ પાંચ પ્રકારે અલ્પબદુત્વ હોય. તે આ પ્રમાણે - જ્યારે ઉપશમક ૫૪ હોય અને ક્ષપક ૧૦૭ હોય ત્યારે વિશેષાધિક, ઉપશમક ૫૪ અને ક્ષપક પ૩ હોય તો વિશેષહીન. વળી ઉપશમક ૫૩ હોય અને ક્ષેપક ૧૦૭ હોય તો સંખ્યાતગુણ, અને ઉપશમક ૫૪ તો ક્ષપક ૨૭ હોય, ત્યારે સંખ્યાતગુણહીન અલ્પબદુત્વ જાણવું. બન્ને ૫૪-૫૪ હોય તો સમ. એ પ્રમાણે ઉપશમક તથા ક્ષપકના અંક દ્વિગુણ અથવા તેથી અધિક હોય તો સંખ્યાતગુણ, અને અર્ધ અથવા અર્ધથી હીન સંખ્યા વડે સંખ્યાતગુણહીન. સમાન હોય તો સમ, તથા દ્વિગુણથી ન્યૂન હોય તો વિશેષાધિક, અને અર્ધથી એકાદિ અધિકતા વડે વિશેષહીન અલ્પબદુત્વ ગણવું.
વળી અહીં ઉપશમશ્રેણિનાં ૮-૯-૧૦-૧૧ એ ચાર ગુણસ્થાનમાં જ પરસ્પર અલ્પબદુત્વ વિચારીએ તો ઉત્કૃષ્ટપદે ચારે ગુણસ્થાનો તુલ્ય હોય છે. કારણ કે દરેકમાં ચોપન ચોપન જીવોથી અધિક જીવો (પ્રતિપદ્યમાન) પ્રવેશ કરતા નથી, તેમજ સંખ્યાતા સો (શતપૃથક્વ) જીવોથી અધિક જીવો વર્તતા નથી (પ્રતિપન્ન નથી). જે કારણથી શ્રી પંચસંગ્રહમાં કહ્યું છે કે – एगाई चउपन्ना, समगं उवसामगा य उवसंता । अध्धं पडुच्च सेढीए, होंति सब्वे वि संखेजा ।।२३।।
અર્થ : ઉપશામક અને ઉપશાન્તમોહીઓ સમકાળે એકથી પ્રારંભીને ચોપન સુધી હોય છે, અને ઉપશમશ્રેણિના કાળ આશ્રયિ તો સર્વે મળીને સંખ્યાતા હોય છે. ||૧||
પુનઃ એ ગાથાની વૃત્તિમાં જે ભાવ કહ્યો છે તે અક્ષરશઃ આ પ્રમાણે છે - અહીં ઉપશમક અને ઉપશાન્તમોહી લોકમાં કદાચિત હોય છે, અને કદાચિતુ ન પણ હોય, કારણ કે ઉપશમશ્રેણિનું અત્તર (વિરહકાળ) હોય છે માટે. તે કારણથી જ્યારે વરમન = ઉપશામકો એટલે અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મ સંપરાય એ ત્રણ ગુણસ્થાનવાળા, તથા વસંત ઉપશાન્ત એટલે ઉપશાન્તમોહી (અગિયારમા ગુણસ્થાનવાળા) વર્તતા હોય છે, ત્યારે જઘન્યથી એક, બે અથવા ત્રણ, અને ઉત્કૃષ્ટથી ચોપન વર્તતા હોય છે. એ પ્રમાણ પ્રવેશ આશ્રયિ કહ્યું છે. અર્થાતુ એ અપૂર્વકરણાદિ ગુણસ્થાનોમાં પ્રત્યેકમાં એક જ સમયે એટલા જીવો (સમકાળે) ઉપશમશ્રેણિની અપેક્ષાએ પ્રવેશ કરતા પ્રાપ્ત થાય છે, એ ભાવાર્થ છે. અને સેઢg - ઉપશમશ્રેણિના સā - કાળની ડુઈ - અપેક્ષાએ તો રવેવિ સરવેન્રી.
Jain Education International
For Private
Orsonal Use Only
WWW.jainelibrary.org