________________
ન્દ્રિય માર્ગણામાં અલ્પબદુત્વ કહેવાને) ગ્રન્થકર્તા કહે છે :
पंचिदिया य थोवा, विवजएण वियला विसेसहिया । तत्तो अ अणंतगुणा, अणिदि एगिदिया कमसो ॥२७५॥
થાર્થ પંચેન્દ્રિયો સર્વથી થોડા છે, અને તેથી વિપરીતપણે વિકસેન્દ્રિયો ચિતુરિન્દ્રિય ત્રીન્દ્રિય - દ્વીન્દ્રિય એ વિપરીત ક્રમે] વિશેષાધિક છે. તેથી અનુક્રમે અનિન્દ્રિય જીવો [સિદ્ધો] અનંત ગુણા છે, અને તેથી એકેન્દ્રિયો અનન્તગુણા છે. ર૭પા .
ટીવાર્થ દ્રક્રિયાદિ જીવોની અપેક્ષાએ પ્રથમ પંચેન્દ્રિયો સર્વથી થોડા છે, અને તેથી વિના-વિછત્તા એટલે દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિયરૂપ વિકલેન્દ્રિયો વિપરીત ક્રમે વિશેષાધિક છે. અર્થાત્ કહેવાનું તાત્પર્ય એ છે કે – પંચેન્દ્રિયોથી ચતુરિન્દ્રિય જીવો વિશેષાધિક છે. (એ ત્રસનું અલ્પબહુત કહ્યું).
તત્તો ય ૩iતાળા- તેથી એટલે દીન્દ્રિયોથી અનિન્દ્રિય એટલે સિદ્ધો અનન્તગુણા છે, અને સિદ્ધોથી એકેન્દ્રિયો પૂર્વોક્ત યુક્તિથી જ (૨૭૧ મી ગાથાની વૃત્તિમાં કહેલી યુક્તિથી જ) અનન્તગુણા છે. એ ૨૭૫મી ગાથાનો અર્થ સમાપ્ત ૨૭પડી તિ इन्द्रियमार्गणायां अल्पबहुत्वम् ।।
વતર: એ પ્રમાણે ઇન્દ્રિયમાર્ગણામાં અલ્પબદુત્વ કહીને હવે સામાન્ય કાય વિશેષણ વડે વિશિષ્ટ એવા જીવોનું અલ્પબદુત્વ કહેવાય છે. [અર્થાત્ આ ગાથામાં છ કાય માર્ગણામાં પરસ્પર અલ્પબદુત્વ કહેવાય છે] :
थोवा य तसा तत्तो, तेउ असंखा तओ विसेसहिया । कमसो भू दग वाऊ, अकाय हरिया अणंतगुणा ॥२७६॥
થાર્થ સર્વથી થોડા સજીવો છે, તેથી તેઉકાયજીવો અસંખ્યગુણા છે, તેથી અનુક્રમે પૃથ્વીકાય, અપકાય, અને વાયુકાયના જીવો વિશેષાધિક વિશેષાધિક છે. તેથી અકાયજીવો [સિદ્ધો] અનન્તગુણા છે, અને તેથી વનસ્પતિકાયના જીવો અનન્તગુણા છે એ કાયભેદે જીવા~બહુત્વ જાણવું!. ૨૭૬ /
ટીદાર્થ: (ત્રસકાયથી) શેષ જે અગ્નિકાયાદિ જુવો તેની અપેક્ષાએ તHI - ત્રસકાય જીવો થોડા છે. તે ત્રસકાયિક જીવોથી અગ્નિકાયજીવો અસંખ્યાતગુણા છે, અને તેથી પૃથ્વીકાયાદિકજીવો અનુક્રમે વિશેષાધિક છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે - અગ્નિકાયજીવોથી પૃથ્વીકાયજીવો વિશેષાધિક છે. પૃથ્વીકાયજીવોથી અપકાયજીવો વિશેષાધિક છે. અને અકાયજીવોથી વાયુકાયજીવો વિશેષાધિક છે. એ પ્રમાણે એ પૃથ્વીકાયાદિ જીવોનું અનુક્રમે વિશેષાધિકપણું જાણવું.
Jain Education International
For Private Y
onal Use Only
www.jainelibrary.org