SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઃ એ વાત સત્ય છે. પરન્તુ તિર્યંચ સ્ત્રીઓ તો પંચેન્દ્રિય જ અવશ્ય હોય છે, તે પ્રસ્તાવથી – પ્રસંગથી પર્યાપ્તા તિર્યંચો પણ અહીં પંચેન્દ્રિય જ ગ્રહણ કરાય છે. તેમજ અસંખ્યગુણા કહેવાથી પણ પર્યાપ્ત પંચેન્દ્રિય જ સમજાય છે; કારણ કે જો તેમ ન હોય [એટલે પર્યાપ્તા તિર્યંચોને પંચેન્દ્રિય ન ગ્રહણ કરતાં ચતુરિન્દ્રિયાદિકને પણ ગ્રહણ કરીએ] તો પર્યાઞા એકેન્દ્રિયાદિ[થી પ્રારંભીને પંચેન્દ્રિય સુધીના સર્વ સામાન્ય] તિર્યંચો અનન્ત હોવાથી, અને તિર્યંચ સ્ત્રીઓ માત્ર અસંખ્યાતી જ હોવાથી તિર્યંચ સ્ત્રીઓથી સામાન્ય તિર્યંચ પર્યાપ્તા અનન્તગુણા જ થાય. હવે એ બાબતના વિશેષ વિસ્તારથી સર્યું. તથા પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચોથી સામાન્યપણે એકેન્દ્રિયાદિ સર્વ તિર્યંચો અનન્તગુણા છે. એ ૨૭૩ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. I॥૨૭॥ [એ રીતે તિર્યંચગતિમાં પરસ્પર અલ્પબહુત્વ કહેવાયું]. અવતરણ: હવે દેવગતિમાં સ્વસ્થાને પરસ્પર અલ્પબહુત્વ કહેવાય છે ઃ थवाऽणुत्तरवासी, असंखगुणवुड्ढि जाव सोहम्मो । મવળતુ વંરતુ ય, સંન્નેનુળા ય ખોસિયા || ૨૭૪|| થાર્થ: પાંચ અનુત્તર વિમાનવાસી દેવો સર્વથી થોડા છે. તેથી સૌધર્મ દેવલોક સુધીના દેવો અનુક્રમે અસંખ્યગુણ અસંખ્યગુણ છે. તેમજ ભવનપતિ દેવો તથા વ્યન્તરદેવો પણ અનુક્રમે અસંખ્યગુણા છે. ૫૨ન્તુ જ્યોતિષી દેવો સંખ્યાતગુણા છે. ૫૨૭૪૫ ટીાર્થ: શેષ સર્વ દેવોની અપેક્ષાએ અનુત્તર વિમાનવાસી દેવો સર્વથી થોડા છે. તેથી નવ પ્રૈવેયકવર્તી દેવો અસંખ્યગુણા છે. તે ત્રૈવેયક દેવોથી અચ્યુત દેવલોકના દેવો અસંખ્યાતગુણ છે. તેથી પણ આરણ દેવલોકના (૧૧મા કલ્પના) દેવો અસંખ્યાતગુણા છે. તેથી પણ ૧૦ મા પ્રાણત દેવલોકના દેવો અસંખ્યાતગુણા છે. તેથી પણ નવમા આનત દેવલોકના દેવો અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે અનુક્રમે દરેક કલ્પના દેવોમાં અસંખ્યગુણ અસંખ્યગુણ વૃદ્ધિ ત્યાં સુધી જાણવી કે યાવત્ સોહો- સૌધર્મ દેવલોકના દેવો ઈશાનકલ્પવાસી દેવોથી અસંખ્યાત ગુણા થાય. એ અલ્પબહુત્વ તો આ જીવસમાસ ગ્રંથના અભિપ્રાયથી જાણવું, અને તે અઘટિત જ સમજાય છે; કારણ કે મહાદંડકમાં તો અનુત્તર વિમાનવાસી દેવોથી આનતકલ્પ સુધીના દેવોમાં સંખ્યાતગુણ સંખ્યાતગુણ વૃદ્ધિ-અલ્પબહુત્વ કહ્યું છે. તથા માહેન્દ્ર દેવલોકના દેવોથી સનત્યુમાર દેવલોકના દેવો [ચોથાથી ત્રીજા સ્વર્ગના દેવો] સંખ્યાતગુણા કહ્યા છે, તેમજ ઈશાન દેવલોકના દેવોથી સૌધર્મ દેવલોકના દેવો પણ સંખ્યાતગુણા કહ્યા છે. પ્રારૂતિ વિસંવાદ: || તથા સૌધર્મ દેવલોકના દેવોથી મવળેસુ એટલે ભવનોમાં નિવાસ કરનારા જે ભવનપતિ દેવો તે અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે ભવનપતિ દેવોથી યંતરેતુ વ્યંતર દેવો પણ અસંખ્યાત ગુણા કહેવા. અને વ્યંતરદેવોથી જ્યોતિષી દેવો સંખ્યાતગુણા છે, કારણ કે મહાદંડકમાં એ પ્રમાણે [સંખ્યાતગુણા જ] કહેલા છે માટે. એ ૨૭૪ થી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૫૨૭૪૫ इति देवगतौ परस्परमल्पबहुत्वम् ।। ગવતરણ: એ પ્રમાણે દેવગતિમાં પરસ્પર અલ્પબહુત્વ કહીને હવે આ ગાથામાં સામાન્યથી એકેન્દ્રિયાદિ વિશેષણવાળા (એકેન્દ્રિયાદિ) જીવોનું અલ્પબહુત્વ કહેવાની ઇચ્છાએ (એટલે Jain Education International ૪૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy