SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રફનઃ અહીં બીજો કોઈ એમ શંકા કરે છે – કર્મનો વિપાકથી જે અનુભવ થવો તે ૩દ્રય એમ પૂર્વે કહ્યું છે. અને તે ઉદય – અનુભવ તો જીવને જ સંભવે, પરન્તુ કર્મોને ન સંભવે; કારણ કે તેઓ પોતપોતાના વિપાકથી અનુભવ કરતા નથી. તો એ કર્મો કેવી રીતે ઔદયિકભાવમાં વર્તે? (માટે ઉદય તો જીવને ગણવો જોઈએ). ઉત્તર: અહો, પુનઃ પણ વિસ્મરણ થયું? (પહેલા એ સંબંધી ચર્ચા કહી છે તે વિસ્તૃત થઈ ?) કારણ કે હમણાં જ કહેવાઈ ગયું કે – વિપાકથી અનુભવરૂપ ઉદયનો અનુભવ કરનાર જીવ અને અનુભવ કરવા યોગ્ય કર્મ એ બેમાંથી કોઈ પણ એકનો અભાવ હોય તો ઉદયનો જ અભાવ થઈ જાય છે. પ્રનિર્વા: હા એ વાત સત્ય છે. મને એ વાત વિસ્મૃત થઈ નથી. પરંતુ એ ન્યાય વડે (એ પ્રમાણે વિચારતાં) તો કર્મોને આશ્રયિ થતા ઔપશમિકાદિ ભાવો પણ અજીવોને પણ પ્રાપ્ત થાય; કારણ કે ઉપશમાદિ ભાવો પણ તે ઉપશમાદિનો પ્રગટ કરતા જીવમાં તેમજ ઉપશમાવવા યોગ્ય કર્મોમાં એ બેમાં વર્તે છે. અર્થાતુ ઉપશમાદિ ભાવ કર્મમાં પણ રહ્યાં છે, અને જીવમાં પણ રહ્યા છે, તો તે ઉપશમાદિ ભાવો પણ બન્નેમાં શા માટે ન ગણવા? - ઉત્તર: એ વાત સત્ય છે, પરંતુ સૂટની પ્રવૃત્તિમાં વિવક્ષા (અપેક્ષા) પ્રધાન હોવાથી (આ સૂત્રમાં પણ) ઔદયિક અને પારિણામિક એ બે ભાવની જ અજીવોમાં વિવક્ષા કરી છે. અને એ યુક્તિથી સંભવતા એવા પણ ઔપશમિકાદિ ભાવોની વિવક્ષા કરી નથી, તેમાં કોઈ દોષ નથી. અને આ (વિવક્ષાની પ્રધાનતા હોવાના હેતુથી જ, તે (અજીવમાં ઔદયિક તથા પારિણામિક એમ બે ભાવ હોવાનું) અમુક આચાર્યોને જ માન્ય છે, બધાને નહિ. કેટલાક આચાર્યોના મતે તો અજીવોમાં ફક્ત એક પરિણામિક ભાવ જ સંભવે છે. પ્ર: વિવક્ષાની મુખ્યતાએ અજીવમાં ઔપશમિકાદિ ભાવ ભલે નથી કહ્યા. પરન્તુ આ ગાળામાં કર્મોને પરિણામિકભાવ શા માટે ન કહ્યો ? કર્મોને વિષે પરિણામિકભાવ છે જ નહિ એમ તો નથી; કેમ કે “રવય પરિણાકિય ૩યા, સાવ હાંતિ HIM” ઈત્યાદિ વચન અન્ય ગ્રંથોમાં કહેલું પણ છે. તેમજ શ્રી જિનેશ્વરોએ પારિણામિકભાવને સર્વ પદાર્થોના સમુદાયમાં વ્યાપકપણે માનેલો છે, (અર્થાતુ પારિણામિકભાવ સર્વ દ્રવ્યમાં માનેલો છે. તો ગાથામાં કેમ ન કહા ?). ઉત્તર: એ વાત ઠીક કહી. પરન્તુ કર્મમાં ઔદયિકભાવ જ પ્રબલ - પ્રધાન છે, પારિણામિકભાવ નહિ. કારણ કે પારિણામિકભાવ તો (સર્વદ્રવ્યવર્તી હોવાથી) ગૌણપણે ૧. અહીં આઠે કર્મમાં ત્રણ ભાવ હોવા છતાં ભાવિકભાવને અવિવક્ષાથી ન માન્યો અને પરિણામિક ને સર્વવ્યાપી હોવાથી ગૌણપણાની અપેક્ષાએ ન માન્યો, એ સર્વ અપેક્ષાભેદ છે, જેથી એમાં કોઈ વિશેષ વિરોધ કે વિસંવાદ જેવું નથી. તે સંબંધમાં શ્રી વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે : उदय खय खओवसमो - वसमसमुत्था बहुप्पगाराओ । एवं परिणामवसा, लध्धीओ होति जीवाणं ।।८०१।। [અર્થ : કર્મના ઉદયથી, ક્ષયથી, ક્ષયોપશમથી અને ઉપશમથી ઉત્પન્ન થતી લબ્ધિઓ ઘણા પ્રકારની હોય છે. અને એ પૂર્વોક્ત અને વક્ષ્યમાણ લબ્ધિઓ જીવોને પરિણામના વશથી (શુભ અધ્યવસાય)થી ઉત્પન્ન થાય છે. ૮૦૧] Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy