________________
તથા જે કર્મોનો જ્ઞાનાદિ ગુણને ઘાત કરવાનો (હણવાનો) સ્વભાવ હોય તે જ્ઞાનાવરણીય આદિ (જ્ઞાનાવરણ - દર્શનાવરણ - મોહનીય અને અન્તરાય એ) ચાર કર્મ ઘાતી કહેવાય. એ ઘાતી કર્મોમાં અન્તર્ગત મોહનીય કર્મના ભાવ તો કહેવાઈ ગયા છે. માટે બાકી રહેલાં ત્રણ ઘાતી કર્મો જ અહીં ગણવાં. જેથી એ ત્રણ ઘાતી કર્મોમાં એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને વિષે ઔપથમિકભાવ વર્જીને એ જ હમણાં કહેલાં ઔદયિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિકરૂપ ત્રણ ભાવ હોય છે. અને ઔપથમિકભાવ તો મોહનીય સિવાયના બીજા કોઈ કર્મમાં હોય નહિ. કારણ કે “નોદસેવોવો ” (મોહનો જ ઉપશમ હોય) એ શાસ્ત્રવચન હોવાથી. (એ રીતે ચારે ઘાતી કર્મોના ભાવ કહેવાયા).
(હવે ચારે અઘાતી કર્મોના ભાવ કહે છે – રોતિ ૩ સેસડું ગોઢU - અહીં પ્રાકૃતના નિયમ પ્રમાણે વિભક્તિનો ફેરફાર થવાથી સાતમી વિભક્તિના સ્થાને પ્રથમા થયેલી છે. જેથી સાતમી વિભક્તિ પ્રમાણે જ અર્થ કરતાં પૂર્વે કહેલાં ચાર કર્મોથી બાકી રહેલા ચાર અઘાતી કર્મનો વિષે એટલે સંપૂર્ણ ભવપર્યન્ત રહેનારાં એવા ભવો ઉપગ્રાહી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મોને વિષે એક ઔદયિકભાવ જ હોય છે, પરન્તુ બીજા ઔપશમિકાદિભાવ હોય નહિ. (એ રીતે ચાર અઘાતી કર્મોના પણ ભાવ કહ્યા).
પ્રશ્ન: એ ચાર અઘાતી કર્મો તો ક્ષાયિકભાવમાં પણ વર્તે છે. કારણ કે – શૈલેશી આદિ અવસ્થાઓમાં એ કર્મોનો પણ ક્ષય થાય છે. તેમજ અન્ય સ્થાને એ કર્મોમાં ક્ષાયિકભાવ કહ્યો પણ છે. જે કારણથી કહ્યું છે કે –
मोहस्सेवोवसमो, खाओवसमो चउन्ह घाईणं ।
खयपारिणामिउदया, अट्ठण्हवि हुंति कम्माणं ।।१।। [અર્થ : ઉપશમભાવ મોહનીય કર્મનો જ હોય, ક્ષાયોપશમિકભાવ ચાર ઘાતી કર્મોનો હોય, અને ક્ષાયિકભાવ, પારિણામિકભાવ તથા ઔદયિકભાવ એ ત્રણ ભાવ જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોના હોય છે. ./૧]
ઉત્તર: હા, એ વાત સત્ય છે. પરંતુ જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયથી જેવી કેવળજ્ઞાનાદિ વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, (પ્રગટ થાય છે), તેવી કોઈ પણ પ્રકારની વિશિષ્ટ લબ્ધિઓ એ ચાર અઘાતી કર્મોના ક્ષયથી પ્રગટ થતી નથી, એમ સિદ્ધાન્તમાં કહેલું સંભળાય છે. અને એક સિદ્ધત્વ લબ્ધિ ઉત્પન્ન થાય છે, તો પણ તે એક જ લબ્ધિ હોવાના કારણથી અહીં તેની વિવફા – અપેક્ષા રાખી નથી. તે કારણથી એ ચાર અઘાતી કર્મોમાં ક્ષાયિકભાવ હોવા છતાં પણ કહેવો ઈષ્ટ નથી ધાર્યો. અને ઔદયિક ભાવ તો કહ્યો છે; કારણ કે એ કર્મોના ઉદયથી વેદનાદિકનો અનુભવ સ્પષ્ટ થાય છે, માટે ઔદયિકભાવની વિવક્ષા છે).
૧, વેદનીય આદિ ચાર અઘાતી કર્મો જીવને મોક્ષ જતાં સુધી પણ સત્તામાં વર્તનારાં હોય છે. અને જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મો બારમા ગુણસ્થાનના પર્યન્ત સુધીમાં ક્ષય પામી જાય છે, માટે ચાર અઘાતી કર્મો ભવોપગ્રાહી કહેવાય.
hય કર્મના ક્ષયથી અનન્ત સુખ, આયુષ્યકર્મના ક્ષયથી અક્ષય સ્થિતિ, નામ કર્મના ક્ષયથી અરૂપીપણું, અને ગોત્રકર્મના ક્ષયથી અનન્ત અવગાહના પ્રાપ્ત થાય છે. માટે એ ચાર ગુણ વિશિષ્ટ લબ્ધિરૂપે ગણ્યા નથી. ૩. કેવળજ્ઞાનાદિ લબ્ધિઓ ઉત્પન્ન થવામાં કર્મના ઉદયાદિ ભાવો કારણભૂત છે.
Jain Education International
For Priva3
rsonal Use Only
www.jainelibrary.org