________________
અવતરણ: એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં જીવભેદોનું તથા ગુણસ્થાનોનું જઘન્ય અત્તર તથા ઉત્કૃષ્ટ અંતર કહ્યું. હવે એ જ ગુણસ્થાનોમાંનાં કયાં કયાં ગુણસ્થાન લોકમાં કોઈ વાર સર્વથા ન પણ વર્તતાં હોય. તેવા ગુણસ્થાનોનું સર્વથા અભાવરૂપ અત્તર નિરૂપણ કરવાની ઈચ્છાએ ગ્રન્થકર્તા આ ગાથા કહે છે ઃ
पल्लाsसंखियभागं, सासणमिस्सासमत्तमणुएसु । वासवुत्तं उवसामसु खवगेसु छम्मासा ॥ २५९॥
ગાથાર્થ: સાસ્વાદન ગુણસ્થાન, મિશ્ર ગુણસ્થાન અને અપર્યાપ્ત મનુષ્ય એ ત્રણનો ઉત્કૃષ્ટ અભાવકાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી છે. . ઉપશમકનાં (એટલે ઉપશમશ્રેણિસંબંધી) ગુણસ્થાનોનો અભાવકાળ વર્ષ પૃથક્પ્રમાણ છે. અને ક્ષપકનાં (અપૂર્વાદિ ચાર અને અયોગી એ પાંચ) ગુણસ્થાનોનો અભાવકાળ છ માસ પ્રમાણનો છે (એટલા કાળ સુધી તે ગુણસ્થાન કોઈ વખત લોકમાં વર્તતું જ ન હોય). ૨૫૯॥
ટીાર્થ: સાસણ ઇત્યાદિ - સાસ્વાદની, મિથ્યાદૃષ્ટિ અને અપર્યાપ્ત મનુષ્ય એ ત્રણના સમાસથી ‘સાસ્વાનમિશ્રાસમાપ્તમનુષ્યેષુ′ એ વાક્ય થયું. ત્યાં સાસ્વાદન અને મિશ્ર એ બે તો પ્રસિદ્ધ જ છે, અને સમત્ત = અસમાપ્ત = અપર્યાપ્ત મનુષ્ય તે લબ્ધિથી અને કરણથી પણ સદા કાળ અપર્યાપ્ત હોય એવા મનુષ્ય જ અહીં ગ્રહણ કરવા. અને એવા પ્રકારના મનુષ્ય તો સમ્પૂર્ચ્છિમ મનુષ્યો જ હોય છે; કારણ કે ગર્ભજ મનુષ્યો તો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બન્ને પ્રકારના હોય છે (અને સમૂર્છિમ મનુષ્યો તો હંમેશા અપર્યાપ્તા જ હોય છે). તેથી સાસ્વાદન ગુણસ્થાન, મિશ્ર ગુણસ્થાન અને અસમાન્ન મનુષ્યો† (સમ્મóિમ મનુષ્યો) એ ત્રણનું પ્રત્યેકનું અંભાવરૂપ અન્તર (સર્વથા અભાવ) પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણનું છે, એમ જાણવું.
અહીં તાત્પર્ય એ છે કે – એ ત્રણે રાશિના જીવો સમગ્ર લોકને વિષે કોઈ વખત પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી ન પણ હોય.
તથા મોહનીય કર્મને જે ઉપશમાવે તે ઉપશમક કહેવાય. એટલે ઉપશમશ્રેણિમાં વર્તનારા સંયતો – મુનિઓ, તેઓનું અભાવરૂપ અત્તર વર્ષ પૃથકત્વ (બે થી નવ વર્ષનું) જાણવું. અર્થાત્ કોઈ વખત પૃથક્ક્ત્વવર્ષો સુધી પણ લોકમાં કોઈ પણ જીવ ઉપશમશ્રેણિને પ્રાપ્ત જ ન કરે, એ ભાવાર્થ છે. તથા મોહનીયકર્મને જે ખપાવે તે ક્ષપક કહેવાય, એટલે ક્ષપકશ્રેણિમાં વર્તનારા સંયતો જ. અને તેઓનું અત્તર છ માસનું જાણવું. અર્થાત્ કોઈ વખત ઉત્કૃષ્ટથી છ માસ સુધી લોકમાં કોઈ પણ જીવ ક્ષપકશ્રેણિ પ્રારંભે જ નહિ, અને ત્યારબાદ (છ માસ બાદ) તો ક્ષપકશ્રેણિ કોઈને કોઈ જીવ અવશ્ય કરે જ.
અહીં ઉપશમક અને ક્ષપક એ બેના ગ્રહણથી અપૂર્વકરણ - અનિવૃત્તિબાદર - સૂક્ષ્મ સં૫રાય-ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ એ છ ગુણસ્થાનોનું ઉત્કૃષ્ટ અત્તર કહ્યું તથા અયોગિકેવલી ગુણસ્થાનનું પણ છ માસનું જ અત્તર છે તે તો પોતાની મેળે જ જાણી લેવું. તથા ૧. અહીં ગુણસ્થાનોનું અભાવરૂપ અન્તર કહેવાના પ્રસ્તુત વિષયમાં સમૂર્ણિમ મનુષ્યોનું પણ અભાવરૂપ અન્તર એક સ૨ખું હોવાથી પ્રસંગતઃ કહ્યું છે.
Jain Education International
For Privateersonal Use Only
www.jainelibrary.org