________________
(મિથ્યાત્વમાં) એ બે પુજની સત્તા રહે ત્યાં સુધી પુનઃ ઉપશમ સમ્યકત્વ પામે નહિ, અને (ઉપશમ સમ્યક્ત્વ ન પામે તો ઉપશમથી જ ઉત્પન્ન થતું) સાસ્વાદન સમ્યક્ત્વ (પણ) ન પામે. વળી મિથ્યાત્વને પ્રાપ્ત થયેલો જીવ એ બન્ને પુંજને પ્રતિસમય ઉદ્વર્તિત કરે છે (સત્તામાં ક્ષય પમાડતો જાય છે); એટલે કે એ બે પુંજનાં પુદ્ગલોને પ્રતિસમય મિથ્યાત્વમાં પ્રક્ષેપે છે (અર્થાત્ મિથ્યાત્વરૂપે પરિણાવે છે). અને એ પ્રમાણે એ બે પુંજની ઉત્તેના કરતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ થાય ત્યારે સંપૂર્ણ ઉવેલાઈ જાય છે (ક્ષય પામી જાય છે), એટલે સર્વથા અભાવ સ્વરૂપને પ્રાપ્ત થાય છે; પરન્તુ તે પહેલાં (પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પહેલાં એ બે પુંજનો સર્વથા અભાવ થાય) નહિ, કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોમાં એ પ્રમાણે જ કહ્યું છે માટે. જેથી એ રીતે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વ્યતીત થયે સમ્યકત્વપુંજ અને મિશ્રપુંજ જ્યારે સંપૂર્ણ ઉવેલાઈ રહે, ત્યારે (તેટલા કાળને અન્ને) જ જીવ પુનઃ પણ ઉપશમ સમ્યકત્વ (પામે) અને (તે પામવાથી) સાસ્વાદન ભાવ (પણ) પામે. તે કારણથી એ પ્રમાણે એ એનું જઘન્ય અત્તર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું થાય છે.
તથા સંતોમુનિયરે (કન્તર્મુહૂર્ત તરે) – ઈતર એટલે પૂર્વોક્ત સાસ્વાદન સિવાય કહેવાના બાકી રહેલાં મિથ્યાષ્ટિ – મિશ્ર – અવિરત – દેશવિરત – પ્રમત્ત – અપ્રમત્ત - ઉપશમશ્રેણિનાં અપૂર્વકરણ – અનિવૃત્તિ બાદર – તેમજ સૂક્ષ્મસંપરાય અને ઉપશાન્તમોહ, એ દશ ગુણસ્થાનવાળા જીવોમાં (અર્થાત્ એ દશ ગુણસ્થાનોમાં વર્તતા જીવો) પોતપોતાના ગુણનો (ગુણસ્થાનનો) ત્યાગ કરીને પુનઃ તે જ ગુણસ્થાન પામવામાં જઘન્યથી અન્તર્મુહૂર્ત જેટલો અન્તરકાળ લાગે છે (અર્થાત્ અન્તર્મુહૂર્ત બાદ પુનઃ તે જ ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે છે), એમ જાણવું. અને એ મિથ્યાદૃષ્ટિ આદિ જીવોના જઘન્ય અત્તરની ભાવના તો પ્રાયઃ પૂર્વે પણ કહેવાઈ ગઈ છે. ઉપશમશ્રેણિનાં અપૂર્વકરણાદિ ગુણસ્થાનોના અત્તરની ભાવના પ્રાયઃ નથી કહી (એટલે એ અત્તર કેવી રીતે જાણવું ? તે સંબંધી વિચાર પ્રાયઃ નથી કહેવાયો, તો) તે ભાવના આ પ્રમાણે – ઉપશમશ્રેણિથી પડીને પુનઃ અન્તર્મુહૂર્ત માત્રમાં બીજી વાર ઉપશમશ્રેણિ પ્રારંભે તો એ ગુણસ્થાનો પ્રાપ્ત કરવાથી જઘન્યથી અન્તર્મુહૂર્તનું અંતર જાણવું. કારણ કે સિદ્ધાન્તમાં એક જ ભવને વિષે બે વાર ઉપશમશ્રેણિ કરવાનું કહેવું છે માટે.
વળી અહીં પ્રશ્ન થાય કે - અહીં અપૂર્વકરણાદિ ગુણસ્થાનો ઉપશમશ્રેણિનાં જ શા માટે ગ્રહણ કર્યા? તો તેનો ઉત્તર કહેવાય છે કે - ક્ષેપકને એટલે ક્ષપકશ્રેણિનાં અપૂર્વકરણાદિ (અપૂર્વ - અનિવૃત્તિ અને સૂક્ષ્મસંપરાય એ ત્રણ) ગુણસ્થાનોમાં તથા ક્ષીણમોહ, સયોગિકેવલી અને અયોગિકેવલી એ ત્રણ ગુણસ્થાનો મળીને છ ગુણસ્થાનોમાં તો અન્તર જ નથી, કારણ કે એ ગુણસ્થાનોથી પડવાનો અભાવ છે એમ કહેલું જ છે (તો જઘન્ય કે ઉત્કૃષ્ટ અંતરની વાત જ શું?) એ ૨૫૮ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. / રૂતિ ૧૪ સ્થાનેષુ સન્તાનપ્રમાણમ્ //
છે ૧૪ ગુણસ્થાનોમાં સર્વથા અભાવરૂપ અત્તર !
૧. મુદ્રિત જીવસમાસવૃત્તિમાં પ્રેસદોષથી અથવા અન્ય કારણથી એ મિશ્ર ગુણસ્થાન અહીં ગણાવ્યું નથી, તો પણ જઘન્યથી અન્તર્મુહૂર્તના અન્તરમાં એ મિશ્ર ગુણસ્થાન પણ ગણવું. ૨. સિદ્ધાન્તમાં બે વાર ઉપશમશ્રેણિ માની છે, પરન્તુ એકવાર ઉપશમ અને બીજી વાર ક્ષેપક એમ બે શ્રેણિ નથી માની, અને કર્મગ્રંથમતે તો એક ભવમાં ઉપશમ-ક્ષપક એ બે પણ માની છે - એ વિશેષ:.
Jain Education International
For Private uersonal Use Only
www.jainelibrary.org