________________
પરં = ઉત્કૃષ્ટ અન્તર લાગે છે; કેટલું? એમ જો પૂછતા હો તો કહીએ છીએ કે – બે છાસઠ ઉહિનામ = સાગરોપમ જેટલું અત્તર લાગે છે. ગાથામાં પરંતુ એમાં તે શબ્દ વકાર ના અર્થવાળો છે. અને તે કાર ભિન્નક્રમના સંબંધવાળો છે. જેથી દેશનૂન મુહૂર્ત જેટલો પણ, એટલે અન્તર્મુહૂર્ત જેટલો પણ અત્તરકાળ છે, એ અધ્યાહાર છે (અર્થાત્ તું સૂM એટલે વળી દેશોન કાળ પણ છે, અહીં દેશોન એટલે જ અન્તર્મુહૂર્ત અન્તરકાળ ગણવો). શ્રી પ્રકૃતિ चूर्णिम युंछ कोवि मिच्छत्ताओ सम्मत्तं गओ छावट्ठि सागरोवमा सम्मत्तकालो, तओ अंतोमुहुत्तं सम्मामिच्छत्तं गओ, पुणो सम्मत्तं पडिवन्नो छावट्ठि सागरोवमाइं अणुपालेइ, तयंते च सिज्झइ मिच्छत्तं वा पडिवजइ, एवमुक्कोसेणं अंतोमुत्तब्भहियाओ दो छावट्ठिओ सागरोवमाणं मिच्छत्तस्स अंतरकालो हवइ'.
તથા પંચસંગ્રહને વિષે પણ જીવસમાસારમાં વૃત્તિકર્તાએ કહ્યું છે કે – કોઈક મિથ્યાદૃષ્ટિ જીવ સમ્યક્ત્વ ગુણ પામ્યો છતો છાસઠ સાગરોપમ સુધી સમ્યકત્વ ગુણમાં રહ્યો, અને ત્યારબાદ સમ્યક્ત્વ-ગુણવાળો તે જીવ સમ્યમિથ્યાત્વમાં (મિશ્રમાં) અન્તર્મુહૂર્ત સુધી રહોને પુનઃ પણ સમ્યક્ત્વ પામ્યો. ત્યારબાદ ત્યાં (સમ્યકત્વમાં) છાસઠ સાગરોપમ રહીને જે જીવ હજી સુધી સિદ્ધિગતિ પામ્યો નથી, તે જીવ અવશ્ય મિથ્યાત્વે જ જાય. તે કારણથી મિથ્યાત્વનું ઉત્કૃષ્ટ અત્તર એટલું (સાધિક બે છાસઠ સાગરોપમ) છે. એ મત કાર્મગ્રંથિકોનો છે. સિદ્ધાન્તમાં તો સમ્યકત્વમાંથી મિશ્રમાં જવું પ્રથમ જ (આ ગ્રંથમાં) નિષે‘ઘેલું છે. (કર્મગ્રંથમાં તો સમ્યકત્વથી મિશ્રે જવાનું કહ્યું છે).
વળી એ મિથ્યાત્વના અન્તરમાં વન્ય માવા તો એમ કહે છે કે – સૂUT એટલે દેશોને (એવો દ્વિવચન પ્રયોગ કરવાથી) બે અન્તર્મુહૂર્ત ન્યૂન બે છાસઠ સાગરોપમ જેટલો મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ અન્તરકાળ છે, એ વાત તો અયુક્ત સરખી જ સમજાય છે, કારણ કે બીજા ગ્રંથોની સાથે એ વાતમાં વિરોધ આવે છે માટે. ૧. કોઈ જીવ મિથ્યાત્વમાંથી સમ્યકત્વમાં ગયો, ત્યાં છાસઠ સાગરોપમ સુધીનો સમ્યકત્વકાળ છે, (તે પૂર્ણ કરીને) ત્યારબાદ અન્તર્મુહૂર્ત માત્ર મિશ્ર સમ્યકત્વ પામ્યો. પુનઃ (મિશ્રમાંથી નીકળી) સમ્યકત્વ પામ્યો. તે સમ્યક્ત્વનું છાસઠ સાગરોપમ સુધી અનુપાલન કર્યું. ત્યારબાદ એ બીજા છાસઠ સાગરોપમને અન્ને મોક્ષ પામે અથવા મિથ્યાત્વ પામે જ. તેથી એ પ્રમાણે મિથ્યાત્વ ગુણસ્થાનનો અન્તરકાળ ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ણ અધિક બે છાસઠ સાગરોપમ જેટલો જાણવો. ૨. સિદ્ધાંતમાં સમ્યકત્વાદિથી ગમનનો પાઠ આ પ્રમાણે છે - मिच्छत्ता संकंती अविरुद्धा होइ सम्ममीसेसु । मीसाओ वा दोसू, सम्मामिच्छं न उण मीसं ।।१।। અર્થ: મિથ્યાત્વથી સંક્રાન્તિ વિરોધરહિતપણે સમ્યકત્વમાં અને મિશ્રમાં હોય છે, (અર્થાતુ મિથ્યાત્વમાંથી જીવ એ બન્નેમાં જાય છે), તેમજ મિશ્રથી પણ શેષ બે સમ્યકત્વમાં સંક્રાન્તિ - ગમન હોય છે. પરન્તુ સમ્યકત્વમાંથી તો મિથ્યાત્વમાં જ સંક્રાન્તિ હોય પણ મિશ્રમાં ન હોય. // ૧૧ એ સિદ્ધાન્તના પાઠ પ્રમાણે સમ્યકત્વથી મિશ્રમાં ગમન કહ્યું નથી, પરન્તુ સમ્યકત્વથી મિથ્યાત્વમાં જ ગમન કહ્યું છે. ૩. વળી એ બે છાસઠ સાગરોપમ જેટલું મિથ્યાત્વનું અત્તર કહ્યું તે પણ વાસ્તવિક રીતે તો સાધિક બે છાસઠ સાગરોપમ સંભવે, કારણ કે છાસઠ છાસઠ સાગરોપમ તો બે વાર વિજયાદિ અનુત્તરમાં અને ત્રણ વાર અટ્યુતમાં જ થાય છે. પરન્તુ અનુત્તરમાંથી તથા અશ્રુતમાંથી અવીને વચ્ચે વચ્ચે પૃથક્વ સંખ્યા જેટલા (છ) મનુષ્ય ભવ કરવા પડે; તેમાં પણ સમ્યકત્વ - સર્વ વિરતિ તથા દેશવિરતિ જ પ્રાપ્ત હોય છે, પરન્તુ મિથ્યાત્વ તો નહિ જ. તે કારણથી છ પૂર્વક્રોડ વર્ષ છ મનુષ્યભવનાં વચ્ચેનાં, અને પૂર્વ પશ્ચાતુના બે મનુષ્યભવ પૂર્વક્રોડ વર્ષના હોય, તેમાં પણ સમ્યકત્વાદિપણું જ
હોવાથી આઠ પૂર્વક્રોડ વર્ષ અધિક સંભવે. પરન્તુ તેની અહીં વિવફા જ નહિ હોય એમ સમજાય છે. Jain Education International For Privax ersonal Use Only
www.jainelibrary.org