________________
અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત જેટલું અત્તર પૂર્વે કહ્યું છે, તેમ કેવળ પ્રત્યેક વનસ્પતિમાંથી નીકળીને સાધારણ વનસ્પતિ -પૃથ્વીકાય - અકાય - અગ્નિકાય અને વાયુકાય તથા ત્રસકાય એ છ કાયમાં ઉત્પન્ન થયેલા જીવોને પુનઃ પ્રત્યેક વનસ્પતિપણું પ્રાપ્ત કરવામાં પણ એટલું જ અન્તર (અસંખ્ય પુદ્ગલપરાવર્ત કાળનું અત્તર) કહ્યું હોત; પરન્તુ તેટલું અત્તર નથી કહ્યું, તે કારણથી જ ઉપલક્ષણ વ્યાખ્યા વડે પત્તે તરુલ્સ એ પદના અર્થમાં સર્વે પણ પ્રત્યેકશરીરીઓ ગ્રહણ કરવા. અને એ પ્રત્યેકશરીરીઓમાંથી નીકળેલો જીવ સાધારણમાં જ ઉત્પન્ન થાય, અને તેથી સાધારણ વનસ્પતિમાં ઉત્કૃષ્ટથી તેટલો કાળ અઢી પુદ્ગલપરાવર્ત જેટલો કાળ ત્યાં ગુમાવીને પુનઃ પ્રત્યેકશરીરીપણું પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટથી અઢી પુદ્ગલપરાવર્ત જેટલો અન્તરકાળ લાગે એમ કહ્યું તે યુક્ત જ છે. એ ૨૫ મી ગાથાનો અર્થ સમાપ્ત. રપરા નવતરણઃ હવે આ ગાથામાં બાદર નિગોદાદિકનો અત્તરકાળ કહેવાય છે :
बायरसुहुमनिओया, हरियत्ति असंखया भवे लोगा।
उयहीण सयवुहत्तं, तिरियनपुंसे असण्णी य ॥२५३।।
થાર્થ બાદર નિગોદ, સૂક્ષ્મ નિગોદ અને સામાન્યપણે વનસ્પતિકાય એ ત્રણનો દરેકનો પોતપોતાનો અન્તરકાળ અસંખ્યાત લોકાકાશ જેટલો (અર્થાત્ અસંખ્યાત ઉત્સર્પિણી - અવસર્પિણી જેટલો) છે. તથા તિર્યંચગતિ, નપુંસકવેદ અને અસંશિપણે એ ત્રણનો પોતપોતાનો અન્તરકાળ સોપૃથક્ત સાગરોપમથી અધિક છે. / રપ૩ી
ટીઃ બાદર નિગોદ જીવો બાદર નિગોદમાંથી નીકળીને અન્ય સ્થાને ઉત્પન્ન થયા હોય તો તે અન્ય સ્થાને ઉત્પન્ન થયેલા જીવોને પુનઃ બાદર નિગોદપણું પામવામાં જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા લોકાકાશ જેટલો અત્તરકાળ લાગે. એટલે જેવો આ એક લોકાકાશ છે તેવા અસંખ્યાતા લોકાકાશના આકાશપ્રદેશના સમૂહને પ્રતિસમય એકેક અપહરતાં જેટલી અસંખ્યાત ઉત્સર્પિણી - અવસર્પિણીઓ લાગે તેટલા અસંખ્યાત કાળ પ્રમાણનું ઉત્કૃષ્ટ અત્તર છે, એ ભાવાર્થ છે. કારણ કે બાદર નિગોદમાંથી નીકળેલા જીવોને ઉત્પન્ન થવાનાં સૂક્ષ્મ નિગોદ – પૃથ્વીકાય – અપૂકાય - તેજસૂકાય - વાઉકાય - પ્રત્યેક વનસ્પતિકાય – અને ત્રસકાય એ જ સ્થાન છે. અને તે સર્વનો મળીને પણ એટલો જ કાયસ્થિતિકાળ છે – એ ભાવાર્થ છે. એ પ્રમાણે બાદર નિગોદનું અત્તર જાણવું].
એ પ્રમાણે સૂક્ષ્મ નિગોદ જીવો પણ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને અન્ય સ્થાને ઉત્પન્ન થયા હોય તો તે અન્ય સ્થાને ઉત્પન્ન થયેલા સૂક્ષ્મ નિગોદ જીવોને પુનઃ પણ સૂક્ષ્મ નિગોદપણું પ્રાપ્ત કરવામાં એટલું જ ઉત્કૃષ્ટ અત્તર (અસંખ્ય લોકાકાશના પ્રદેશાપહાર પ્રમાણ અસંખ્યાત ઉત્સર્પિણી – અવસર્પિણી જેટલું જ અન્તર) જાણવું. કારણ કે સૂક્ષ્મ નિગોદમાંથી નીકળેલા એ જીવો બાદર નિગોદ અને પૃથ્વીકાયાદિ (છ સ્થાન)માં ઉત્પન્ન થાય છે, અને એ બાદર નિગોદાદિ છ સ્થાનોનો (સર્વનો મળીને) પણ એટલો જ કાયસ્થિતિકાળ છે, એ ભાવાર્થ છે. [માટે સૂક્ષ્મ નિગોદ જીવોનું અત્તર પણ અસંખ્ય લોક પ્રમાણ જાણવું].
તથા રિયત્તિ (હરિત ઇતિ) એટલે સામાન્યથી વનસ્પતિકાય. તે વનસ્પતિકાયના જીવો
Jain Education International
For Privat Solersonal Use Only
www.jainelibrary.org