________________
(અસંખ્યાતા) પુદ્ગલપરાવર્ત જેટલું અત્તર લાગે.
તથા ઢગ્ન પુરા પત્તે તસ્સ - પ્રત્યેકતરુ એટલે પ્રત્યેકશરીરવાળી વનસ્પતિકાય, અને તેના ઉપલક્ષણથી પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય વિગેરે સર્વે પ્રત્યેકશરીરી જીવો પણ ગ્રહણ કરાય. તેથી સામાન્યપણે પ્રત્યેકશરીરી જીવ પ્રત્યેકશરીરી જીવરાશિમાંથી (એટલે પ્રત્યકપણું છોડીને) સાધારણશરીરી વનસ્પતિકાયમાં (એટલે સાધારણશરીરપણે) ઉત્પન્ન થયો હોય તો ત્યાં ઉત્પન્ન થયેલા તે જીવને પ્રત્યકપણામાં પુનઃ આવતાં – ઉત્પન્ન થતાં જઘન્યથી અન્તર્મુહૂર્ત જેટલો અન્તરકાળ લાગે અને ઉત્કૃષ્ટથી અઢી પુગલપરાવર્ત જેટલો અનન્ત અન્તરકાળ લાગે (અર્થાત્ અઢી પુદ્ગલપરાવર્ત સુધી સાધારણ વનસ્પતિમાં ભ્રમણ કરીને ત્યારબાદ અવશ્ય પ્રત્યેકશરીરીપણે જ ઉત્પન્ન થાય). કારણ કે પ્રત્યેકશરીરી જીવોમાંથી નીકળેલાઓની સાધારણવનસ્પતિમાં જ ઉત્પત્તિ થાય છે; અને સાધારણવનસ્પતિનો કાયસ્થિતિકાળ પૂર્વે આ ગ્રંથમાં જ ઉત્કૃષ્ટથી અઢી પુદ્ગલપરાવર્ત જેટલો કહેવાઈ ગયો છે. માટે એટલા કાળ સુધી ત્યાં (સાધારણમાં) રહીને ત્યાંથી નીકળેલા જીવો પુનઃ પ્રત્યેકશરીરી જીવોમાંજ ઉત્પન્ન થાય. કારણ કે લોકમાં પ્રત્યેકશરીરી જીવરાશિ અને સાધારણશરીરી જીવરાશિ એ બે રાશિ સિવાય ત્રીજી રાશિનો અભાવ છે. તે કારણથી પ્રત્યેકશરીરી જીવરાશિમાંથી નીકળીને પુનઃ પ્રત્યેકશરીરી જીવરાશિમાં ઉત્પન્ન થવાને અઢી પુદ્ગલપરાવર્ત જેટલો ઉત્કૃષ્ટ અન્તરકાળ કહ્યો તે યુક્ત જ છે.
[વળી પત્તેયતરુસ એ પદના અર્થમાં કેવળ પ્રત્યેક વનસ્પતિ જ નહિ પરન્તુ ઉપલક્ષણથી બીજા પણ પૃથ્વીકાયાદિ પ્રત્યેકશરીરી જીવો ગ્રહણ કર્યા તે પ્રમાણે ] બીજા આચાર્યો એવું ઉપલક્ષણ વ્યાખ્યાન (એટલે પૃથ્વીકાયાદિ પ્રત્યેકશરીરીઓનું ગ્રહણ) કરતા નથી, પરન્તુ કેવળ પ્રત્યેક વનસ્પતિજીવો જ ગ્રહણ કરીને તે પ્રત્યેક વનસ્પતિકાયમાંથી નીકળેલા જીવો અન્યત્ર ઉત્પન્ન થયા હોય તો તે જીવોને પુનઃ પ્રત્યેકવનસ્પતિપણે ઉત્પન્ન થવામાં જ પૂર્વોક્ત (અઢી પુદ્ગલપરાવર્ણકાળ જેટલું) અત્તર લાગે છે, એવી રીતે જોયતની વ્યાખ્યા કરે છે. એ વ્યાખ્યા અયુક્ત સરખી સમજાય છે. કારણ કે કેવળ સાધારણ વનસ્પતિનો જ કાયસ્થિતિકાળ અઢી પુદ્ગલપરાવર્ત જેટલો કહ્યો છે, અને પ્રત્યેક વનસ્પતિમાંથી નીકળેલા જીવોને કેવળ સાધારણ વનસ્પતિ જ ઉત્પન્ન થવાનું સ્થાન છે એમ નથી, કે જેથી સાધારણ વનસ્પતિના કાયસ્થિતિના કાયસ્થિતિકાળ જેટલો જ અન્તરકાળ હોય ! કારણ કે પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય અને ત્રસકાય એ પણ ઉત્પન્ન થવાનાં સ્થાનો છે જ. અને એ છએ કાયની સમુદિત - એકત્ર કાયસ્થિતિ તો અસંખ્યાતા પુગલપરાવર્ત પણ સંભવે; કારણ કે તે અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત યુક્તિયુક્ત છે. તે આ પ્રમાણે – પ્રત્યેક અને સાધારણ એ બે ભેદની વિવક્ષા વિના સામાન્યથી બન્ને મળીને) વનસ્પતિકાયનો કાળ (પુનઃ પુનઃ વનસ્પતિપણે ઉત્પન્ન થવાનો કાળ) પૂર્વે જેમ અસંખ્યાતા પુગલપરાવર્ત કહ્યો છે, તેમ [એ છ કાયનો સમુદિતકાળ પણ તેટલો હોય તેમાં શું આશ્ચર્ય ?]. અને તે કારણથી જ જેમ પૃથ્વીકાયાદિ પાંચ કાયમાંથી એટલે પૃથ્વી – અપૂ - તેજ: - વાયુ અને ત્રસ એ પાંચ કાયમાંથી નીકળીને વનસ્પતિમાં (સામાન્યપણે વનસ્પતિમાં) ઉત્પન્ન થાય તો પુનઃ પૃથ્વીકાયાદિપણું પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટથી
Jain Education International
For Private X00 sonal Use Only
www.jainelibrary.org