SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ અવતUT: એ પ્રમાણે જે જીવોમાં જેટલા કાળ ઉત્પત્તિનું અંતર તથા મરણનું અત્તર નથી સંભવતું (એટલે જે જીવોનો જેટલો સતત ઉત્પત્તિકાળ છે, તથા સતત મરણકાળ છે) તે દર્શાવ્યું. હવે નરકાદિ ગતિમાં ઉત્પત્તિનું તથા મરણનું કેટલું અત્તર છે? (એટલે નરકાદિ ગતિમાં કેટલા કાળ સુધી કોઈ ઉત્પન્ન જ ન થાય, તેમ કેટલા કાળ સુધી કોઈ મરણ પણ ન પામે તે દર્શાવવાને આ ગાથા કહેવાય છે : चउवीस मुहुत्ता सत्त दिवस, पक्खो य मास दुग चउरो । छम्मासा रयणाइसु, चउवीस मुहुत्त सण्णियरे ॥२५०॥ માથાર્થ: રત્નપ્રભાદિ પૃથ્વીમાં અનુક્રમે ચોવીસ મુહૂર્ત, શર્કરામભામાં સાત દિવસ, વાલુકાપ્રભામાં એક પક્ષ (૧૫ દિવસ), પંકપ્રભામાં એક માસ, ધૂમપ્રભામાં બે માસ, પડે, એમ સંભવે છે. અને પહેલી વ્યાખ્યા પ્રમાણે વિચારીએ તો એમાં નિરન્તરસિદ્ધિ ત્રણ સમયની હોવાથી ત્રણ સમયની નિરન્તરસિદ્ધિને લાયક સંખ્યા તો પંચાસીથી છન્ન સુધીમાંની જ હોવી જોઈએ. તેવી કોઈ સંખ્યા એ ત્રણ સમયમાં નથી, માટે એવા ક્રમવાળો મોક્ષ જ ન હોય, એવા નિર્ણયને અવકાશ મળે છે. એ બાબતમાં તત્ત્વ શું છે? તે તો શ્રી બહુશ્રુતો જ જાણે. વળી એ બાબતમાં એવી સંભાવના થઈ શકે કે – જો ૧ થી ૩૨ સુધીમાંની કોઈપણ સંખ્યા મોક્ષે જાય તો વધારેમાં વધારે આઠ સમય સુધી જ તેવી સંખ્યા મોક્ષમાં જાય. પરન્તુ એવો નિર્ણય કેમ થઈ શકે કે આઠ સમયની નિરન્તરસિદ્ધિમાં એજ ક્રમ હોવો જોઈએ? અર્થાતુ સંખ્યાને આધીન સમય ગણીએ પ૨નું સમયોને આધીન સંખ્યા ન ગણીએ તો ભિન્ન ભિન્ન આઠ સંખ્યાએ આઠ સમય સુધીની સિદ્ધિ હોવી જોઈએ, અને તે ભિન્ન સંખ્યાઓ પણ એવી હોવી જોઈએ કે પહેલી વ્યાખ્યાને પણ વિરોધ કર્તા ન હોય. ઉદાહરણ તરીકે એ આઠ સમયમાં ૧૦૩ થી ૧૦૮ સુધીમાંનો તો કોઈપણ અંક એકવાર પણ આવવો ન જોઈએ. જે આવે તો બીજે સમયે જ અન્તર પડે માટે, તથા ૯૭થી ૧૦૨ સુધીમાંનો કોઈપણ એક અંક એકવારથી વધુ ન આવવો જોઈએ, વધારે હોય તો તે છૂટો છૂટો આવવો જોઈએ, પરન્તુ સાથે સાથે નહિ. તથા ૮૫થી ૯૬ સુધીમાંનો કોઈપણ એક અંક એક સાથે બે વારથી વધુ ન આવવો જોઈએ, જો આવે તો અનન્તર સમયે જ અન્તર પડે માટે, એ રીતે વિસ્તારમાં ઉડયાએ ગાથાની વિશેષ મતવાળી વ્યાખ્યાને તથા તે તે સમયો બાદ અન્તરપ્રાપ્તિને પણ વિરોધ ન આવે તેવા ક્રમવાળો મોક્ષ જો થતો હોય તો સર્વથા અસંભવિત નથી પરંતુ તે નિર્ણય શ્રી. બહુશ્રુતગમ્ય છે. વળી એ પ્રમાણે વિચારતાં બીજી વ્યાખ્યામાં વિરોધ આવે ખરો. પરન્તુ સંખ્યાને આધીન સમયો સ્વીકારતાં બીજી વ્યાખ્યાને પણ પ્રાયઃ વિરોઘ ઉપજી શકતો નથી. એનો સંખ્યાક્રમ સંગ્રહ આ પ્રમાણે : બહુમતની વિશેષ વ્યાખ્યા મતાન્તરીય વ્યાખ્યાં સંખ્યાધીન સમય પ્રમાણે નિરન્તર સિદ્ધિ. પ્રમાણે ૮ સમયસિદ્ધિ ગણતાં સમય સુધી – સંખ્યા સમયે સંખ્યા સંખ્યા સમય ૮ – ૧ થી ૩૨ પહેલે - ૧ થી ૩૨ ૧ થી ૩૨ - ૮ સુધી ૭ - ૩૩ થી ૪૮ બીજે - ૧ થી ૪૮ ૩૩ થી ૪૮ - ૧૭ સુધી ૬ - ૪૯ થી ૬૦ ત્રીજે - ૧ થી ૬૦ ૪૯ થી ૬૦ - ૬ સુધી ૫ - ૬૧ થી ૭૨ ચોથે - ૧ થી ૭૨ ૬૧ થી ૭૨ - ૫ સુધી ૪ - ૭૩ થી ૮૪ પાંચમે - ૧ થી ૮૪ ૭૩ થી ૮૪ - સુધી ૩ – ૮૫ થી ૯૬ - છઠ્ઠ - ૧ થી ૯૬ ૮૫ થી ૯૬ -- ૩ સુધી ૨. - ૯૭ થી ૧૦૨ | સાતમે - ૧ થી ૧૦૨ ૯૭ થી ૧૦૨ - ૨ સુધી ૧ - ૧૦૩ થી ૧૦૮ - આઠમે - ૧ થી ૧૦૮ ૧૦૩ થી ૧૦૮ - ૧ સમય વળી આ બાબતમાં હજી પણ અનેક વિકલ્પ હોઈ શકે. તે સર્વ વિસ્તારથી સર્યું, Jain Education International For Private 3e sonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy