________________
પ્રાપ્ત થાય છે, શેષ સાત સ્થાનોના અભાવ જેવું જ થાય છે.
વળી આ નિરન્તર સિદ્ધિના આઠ પ્રકારોમાં સમસંખ્યાએ સિદ્ધિ ગણવી કે વિષમ સંખ્યાએ ગણવી? તે પણ સ્પષ્ટ સમજવું જોઈએ. ત્યાં સમસિદ્ધિ આ પ્રમાણે – આઠ સમયની પહેલી નિરન્તર સિદ્ધિમાં પહેલે સમયે ૧, બીજે સમયે ૧. ત્રીજે સમયે ૧યાવતુ આઠમે સમયે પણ ૧ સિદ્ધ થાય તો એ સમસિદ્ધિ થઈ. અથવા પહેલે સમયે બે, બીજે સમયે બે, ત્રીજે સમયે બે, પાવતુ આઠમે સમયે બે સિદ્ધ થાય તો નિરન્તર આઠ સમય સુધી સિદ્ધ થાય એ સમસિદ્ધિ. તથા ઉત્કૃષ્ટ પદે પહેલે સમયે બત્રીસ, બીજે સમયે બત્રીસ, ત્રીજે સમયે બત્રીસ, યાવતુ આઠમે સમયે બત્રીસ એ આઠ સમયની નિરન્તર સમસિદ્ધિ જાણવી. એ પ્રમાણે સાત સમયની નિરન્તર સિદ્ધિમાં જઘન્યથી પહેલે સમયે એક નહિ, બે નહિ, યાવતુ બત્રીસ નહિ, પરન્તુ તેત્રીસ જ સિદ્ધ થાય. ત્યારબાદ બીજે સમયે તેત્રીસ, ત્રીજે સમયે તેત્રીસ, યાવતું. સાતમે સમયે તેત્રીસ સિદ્ધ થઈને આઠમે સમયે અવશ્ય અત્તર પડે જ. અને ઉત્કૃષ્ટપદે પહેલે સમયે અડતાલીસ, બીજે સમયે અડતાલીસ, ત્રીજે સમયે અડતાલીસ, યાવતુ સાતમે સમયે અડતાલીસ સિદ્ધ થઈને આઠમે સમયે અવશ્ય અત્તર પડે જ. એ પ્રમાણે છે, પાંચ, ચાર, ત્રણ અને બે સમયની નિરન્તર સિદ્ધિમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યા પ્રથમ કહ્યા પ્રમાણે ઓગણપચાસ આદિ તથા સાઠ આદિ સમાન સંખ્યાએ સિદ્ધ થાય તે સર્વ નિરન્તર સમસિદ્ધિ જાણવી. એ સમસંખ્યાની સિદ્ધિ કહી.
હવે વિષમ સંખ્યાની સિદ્ધિ આ પ્રમાણે - આઠ સમયની નિરન્તર સિદ્ધિમાં પહેલે સમયે પાંચ, તો બીજે સમયે અગીઆર, તો ત્રીજે સમયે સત્તર, તો ચોથે સમયે ચોવીસ, તો પાંચમે સમયે ચાર, તો છટ્ઠે સમયે સોળ, વળી સાતમા સમયે બાર અને આઠમા સમયે બત્રીસ એમ દરેક સમયનો સિદ્ધિઅંક પરસ્પર સરખો ન હોય પરન્તુ કેટલાક સમયના સરખા અંક તો કેટલાકના જુદા અંક હોય. એ રીતે આઠ સમયના આઠ સિદ્ધિઅંકમાં સાત સમાન હોય અને કોઈ એક જ સમયનો અંક જુદો હોય તો પણ તે આઠ સમયની નિરન્તર સિદ્ધિ વિષHજરિદ્ધિ જ જાણવી, પરન્તુ એ આઠ સમયમાં કોઈપણ સિદ્ધિનો અંક ૧ થી ૩૨ સુધીમાંનો જ કોઈપણ હોવો જોઈએ પરન્તુ બત્રીસથી અધિક અંક ન હોવો જોઈએ.
તેમજ સાત સમયની વિષમાંક નિરન્તર સિદ્ધિમાં ધારો કે પહેલે સમયે છત્રીસ, બીજે સમયે પીસ્તાલીસ, ત્રીજે સમયે તેત્રીસ, ચોથે સમયે ચાલીસ, પાંચમે સમયે અડતાલીસ, છટ્ઠે સમયે પાંત્રીસ, અને સાતમે સમયે એકતાલીસ સિદ્ધ થઈને આઠમે સમયે અવશ્ય અન્તર પડે. એ પદ્ધતિએ છ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક સમયની નિરન્તર વિષમક સિદ્ધિ પણ યથાસંભવ વિચારવી.
હવે અહીં કફન એ છે કે – ઉપર કહેલી આઠ પ્રકારની નિરન્તર સિદ્ધિઓમાં સમાંવસિદ્ધિ હોય? કે વિશ્વમાં સિદ્ધિ હોય? તો તેનો ઉત્તર એજ છે કે – સમાંકસિદ્ધિ પણ હોય અને વિષમાંકસિદ્ધિ પણ હોય.
પ્રશ્નઃ સિદ્ધિસંખ્યાનો અંક નિરન્તરસિદ્ધિને આધીન કે નિરન્તરસિદ્ધિ અંકને આધીન છે ? એટલે મોક્ષમાં જતા જીવો અમુક સંખ્યાએ જતા હોય તો જ તે પ્રકારની નિરન્તરસિદ્ધિ હોય ? કે નિરન્તરસિદ્ધિ પ્રવર્તે ત્યારે જ અમુક સંખ્યાએ સિદ્ધ થાય? જો પહેલો પક્ષ અંગીકાર કરો તો તે અમુક નિયત સંખ્યામાં ફેરફાર થયે તે પ્રકારની નિરન્તરસિદ્ધિ ન પ્રવર્તે, એટલું જ નહિ, પરન્તુ નિરન્તર સિદ્ધિ જે આઠ પ્રકારની કહી છે તે જ કાયમ ન રહી શકે. જેમ કે – પહેલે સમયે ચાર જીવ મોક્ષે ગયા તો બીજે જ સમયે ૯૯ જીવ મોક્ષે ગયા, અને ત્રીજે સમયે ૧૦૮ મોક્ષે ગયા. તો હવે આવા પ્રકારની સિદ્ધિસંખ્યામાં નિરન્તરસિદ્ધિ આઠ પ્રકારમાંથી કયા પ્રકારની માનવી ? અથવા તો એવા સંખ્યાક્રમવાળું સિદ્ધિગમન જ ન હોય કે કેમ? તથા બીજો પક્ષ અંગીકાર કરો તો આઠ પ્રકારની નિરન્તરસિદ્ધિ ઉપરાન્ત બીજી અનિયત નિરન્તરસિદ્ધિ પણ માનવી પડે, જેથી આઠ પ્રકારની કહેલી નિરન્તરસિદ્ધિ પ્રવર્તે ત્યારે તે તે સંખ્યાક્રમવાળી સિદ્ધિ હોય. અને જ્યારે અનિયત સિદ્ધિ પ્રવર્તે ત્યારે કોઈપણ સમયે ૧ થી ૧૦૮ સુધીમાંની કોઈપણ સંખ્યા મોક્ષે જઈ શકે. માટે સમયોનો તથા સંખ્યાનો અનિયત ક્રમ પણ હોય કે નહિ?
ઉત્તરઃ અહીં એટલું તો નિશ્ચિત જ છે કે – ૧૦૮થી અધિક સંખ્યાએ સિદ્ધિ છે જ નહિ. તેમજ સમય સંબંધી વિચાર કરીએ તો કોઈપણ પ્રકારે સિદ્ધિ હોય પર આઠ સમયથી અધિક સમય સુધી તો સિદ્ધિ ન જ હોય. એ બે વાત તો બન્ને વ્યાખ્યાકર્તાને સ્વીકાર્ય (આઠ સમયાદિ નિરન્તરસિદ્ધિઓમાં જે બહુમત જઘન્યપદે ભિન્ન ભિન્ન સંખ્યા માને છે તેઓની વ્યાખ્યામાં અને જે આચાર્યો આઠ સમયની એક જ નિરન્તરસિદ્ધિ માને છે, અને તે દરેક સમયમાં જઘન્યપદે એકેક જીવની સિદ્ધિ માને છે, તેઓની એ બીજી વ્યાખ્યામાં પણ એ બે વાત તો અવશ્ય સ્વીકાર્ય છે. વળી બીજી વ્યાખ્યા વિચારીએ તો પહેલે સમયે ચાર, બીજે સમયે નવાણું, અને ત્રીજે સમયે એકસો આઠ મોક્ષે જઈ શકે છે, અને
ચોથે સમયે અવશ્ય અત્તર પડે. કારણ કે એમાં ૧૦૮ની સિધ્ધિ એક જ સમયયોગ્ય હોવાથી તદનન્તર અવશ્ય અત્તર Jain Education International For PrivaBeersonal Use Only
www.jainelibrary.org