________________
ન થાય). અને ઉદ્ધત્તના એટલે મરણ ત. સિદ્ધોનું હોતું જ નથી, (એટલે સિદ્ધ પુનઃ સંસારી તો થતો જ નથી). કારણ કે સિદ્ધપણું અપુનરાવૃત્તિવાળું જ (એટલે પુનઃ સિદ્ધિપણું પ્રાપ્ત ન થાય એવું જ) હોય છે. વળી એ આઠ સમય સુધી સિદ્ધોની નિરન્તર ઉત્પત્તિ પણ ત્યારે જ હોય છે કે જ્યારે પહેલે સમયે એક અથવા બે યાવત્ ઉત્કૃષ્ટથી બત્રીસ સુધી સિદ્ધ થયા હોય (પરન્તુ તેત્રીસ આદિ અધિક સંખ્યાવાળા સિદ્ધ ન થયા હોય). એ પ્રમાણે બીજે સમયે પણ જઘન્યથી એક અથવા બે અને ઉત્કૃષ્ટથી બત્રીસ સુધી સિદ્ધ થયા હોય; અને એ પ્રમાણે ત્રીજે સમયે, ચોથે સમયે યાવત્ આઠમે સમયે પણ જઘન્યથી એક અથવા બે અને ઉત્કૃષ્ટથી બત્રીસ સિદ્ધ થયા હોય. અને ત્યાર બાદ નવમે સમયે તો એકાદિ સમયનું અવશ્ય અત્તર પડે જ (એટલે નવમે સમયે કોઈપણ સિદ્ધ ન જ થાય; યાવત્ છ માસ સુધી પણ કોઈ સિદ્ધ ન થાય). એ રીતે જીવોની સિદ્ધિ નિરન્તર૫ણે આઠ સમય સુધી હોય છે. IIતિ અષ્ટક્ષમસિદ્ધિ:
વળી જો જઘન્યથી તેત્રીસથી આરંભીને ઉત્કૃષ્ટથી અડતાલીસ સુધી પ્રતિસમય સિદ્ધ થાય તો સાત સમય સુધી જ ઉત્કૃષ્ટથી સિદ્ધિગતિ પામતા પ્રાપ્ત થાય છે, પરન્તુ અધિક નહિ, (અને ત્યારબાદ આઠમે સમયે અવશ્ય અત્તર એટલે સમયાદિકનો વિરહકાળ પ્રાપ્ત થાય છે). ।। વૃતિ सप्तसमयनिरन्तरसिद्धिः ||
તથા જઘન્યથી ઓગણપચાસથી આરંભીને ઉત્કૃષ્ટથી સાંઈઠ સુધી જો પ્રતિસમય સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટથી છ સમય સુધી જ સિદ્ધત્વ પર્યાયની ઉત્પત્તિ (સિદ્ધની ઉત્પત્તિ) નિરન્તરપણે પ્રાપ્ત થાય, ૫૨ન્તુ એથી અધિક સમય (સાતમાદિ સમયે) કોઈપણ સિદ્ધ ન થાય. કારણ કે ત્યારબાદ (; સમય વીત્યા બાદ) અન્તરકાળનો સદ્ભાવ હોવાથી (અવશ્ય વિરહકાળ પ્રાપ્ત થવાથી). ।। વૃતિ ષટ્સમયં નિરન્તરસિદ્ધિઃ 11
વળી જ્યારે જઘન્યથી એકસઠથી પ્રારંભીને ઉત્કૃષ્ટથી બોત્તેર સુધી પ્રતિસમય નિરન્તર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટથી પાંચ જ સમય સુધી નિરન્તર સિદ્ધિ પ્રાપ્ત થાય (નિરન્તર સિદ્ધ થાય), તેથી અધિક સમય નહિ. કારણ કે ત્યારબાદ (પાંચ સમય વીત્યા બાદ) અવશ્ય અન્તરકાળ પ્રાપ્ત થાય છે. II કૃતિ પંચસમયનિરન્તરસિદ્ધિઃ ||
વળી જ્યારે જઘન્યથી ત્ર્યોતર (૭૩)થી પ્રારંભીને ઉત્કૃષ્ટથી ચોર્યાસી (૮૪) સુધી પ્રતિસમય સિદ્ધ થતા જીવોની નિરન્તર સિદ્ધિ ચાર સમય સુધી જ હોય છે. (ત્યારબાદ એકાદિ સમય વિરહકાળ અવશ્ય પ્રાપ્ત થાય જ.) ।। રૂતિ ચતુઃસમયનિરન્તરસિદ્ધિ: 1
વળી જ્યારે જઘન્યથી પંચાસીથી પ્રારંભીને ઉત્કૃષ્ટથી છઠ્ઠું સુધી સિદ્ધ થતા જીવોની નિરન્તરસિદ્ધિ ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી જ હોય છે (અને ત્યારબાદ અવશ્ય સિદ્ધિગતિનો વિરહકાળ વર્તે છે). || તિ ત્રિસમયનિરન્તરસિદ્ધિઃ ||
વળી જ્યારે જધન્યથી સત્તાણુંથી પ્રારંભીને ઉત્કૃષ્ટથી એકસો બે સુધી સિદ્ધ થતા જીવોની નિરન્તર સિદ્ધિ ઉત્કૃષ્ટથી બે સમય સુધી જ હોય (અને ત્યારબાદ ત્રીજાદિ સમયે અવશ્ય વિરહકાળ જ વર્તે). II કૃત્તિ ક્રિસમયનિરન્તરસિદ્ધિ: ||
વળી જ્યારે જઘન્યથી એકસો ત્રણથી આરંભીને ઉત્કૃષ્ટથી એકસો આઠ સુધી એકેક સમયે
For Priva39ersonal Use Only
www.jainelibrary.org
Jain Education International