________________
અસંખ્યાતમા ભાગના જેટલા સમયો, તેટલા સમય સુધી ઉત્કૃષ્ટથી એ સાતે રાશિઓમાં દરેકમાં જીવો નિરન્તર ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ (આવલિકાનો અસંખ્યાતમો ભાગ વ્યતીત થયા બાદ) તીન્દ્રિય, ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય એ દરેકનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ણપ્રમાણ ઉત્પત્તિનો વિરહકાળ સિદ્ધાન્તમાં દર્શાવેલો છે. અને પંચેન્દ્રિય તિર્યંચ વિગેરે ચાર રાશિઓમાં અત્તરકાળ – વિરહકાળ કેટલો તે આ ગ્રંથમાં જ આગળ કહેવાશે. (અર્થાતુ એ સાત રાશિઓમાંથી ત્રણ રાશિનો અત્તરકાળ તો આગળની ગાથાઓમાં કહેવાશે તે માટે અહીં વૃત્તિમાં કહ્યો નથી, એ ભાવાર્થ છે. હવે કેટલા ઉત્પન્ન થાય ? તે પણ કહે છે).
એ પ્રમાણે આવલિકાના અસંખ્યાતમા ભાગ(ના અસંખ્યાત સમયો) સુધી નિરન્તરપણે જઘન્યથી એકેક જીવ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત અસંખ્યાત જીવ એ સાતે રાશિઓમાં દરેકમાં ઉત્પન્ન થાય છે. [અહીં પ્રતિસમય કેટલા જીવો ઉત્પન્ન થાય તે જો કે ગ્રંથમાં કહ્યું નથી તો પણ ઉપલક્ષણથી એ પ્રમાણે (જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત જીવની ઉત્પત્તિનું કથન) પોતાની મેળે જાણે લેવું.] વળી એ પ્રમાણે ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી જઘન્યથી એક જીવની અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત જીવોની પ્રતિસમય ઉદ્વર્તના પણ એ સાતે રાશિઓમાં દરેકમાં જાણવી [અર્થાત્ જેમ ઉત્પત્તિ કરી તેમ ઉદ્વર્તના પણ સરખી જ જાણવી], અને ત્યારબાદ તો (આવલિકાનો અસંખ્યાતમો ભાગ વ્યતીત થયા બાદ તો) અત્તરકાળનો (ઉદ્વર્તનાના – મરણના વિરહકાળનો) જ સંભવ છે માટે,
હિવે જો અસંખ્યાત રાશિવાળા જીવભેદો માટે નિરન્તર જન્મ - મરણ આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી કહ્યું] તો સંખ્યાત રાશિવાળા (જેમાં સંખ્યાત જ જીવો છે એવા) જીવભેદોમાં શી વાત છે? (એટલે તેનો નિરન્તર ઉત્પત્તિકાળ તથા મરણકાળ કેટલો છે?) તે હવે કહેવાય છે – સંવિયસમયે સંવેઝયા- જે વળી ગર્ભજ મનુષ્યો અપ્રતિષ્ઠાન નરકાવાસના (સાતમી પૃથ્વીના પાંચ નરકાવાસમાંથી મધ્યવર્તી પહેલા નરકાવાસના) નારકો અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો એ દરેક સંખ્યાતા જ છે, માટે એ સંખ્યાતરાશિવાળા ત્રણ રાશિઓમાંના પ્રત્યેક રાશિમાં ઉત્કૃષ્ટથી સંખ્યાત સમય સુધી નિરન્તર-પ્રતિસમય ઉત્પત્તિ અને ઉર્તના (મરણ) થાય છે, અને ત્યારબાદ ઉદ્ધત્ત્વના નથી થતી; કેમ કે પછી તો અન્તરનો જ (વિરહકાળનો જ) સદ્ભાવ હોય છે (અર્થાત્ સંખ્યાત સમય બાદ એ ત્રણ રાશિમાં ન કોઈ ઉત્પન્ન થાય કે ન કોઈ મરણ પામે – એ ભાવાર્થ છે).
વળી અહીં એ ત્રણ રાશિઓમાં દરેકમાં જઘન્યથી એક અથવા બે જીવ, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા જ જીવો ઉત્પન્ન થાય છે, અને તેટલા મરણ પામે છે, પરન્તુ અસંખ્યાત નહિ, એમ પોતાની મેળે જ જાણી લેવું. કારણ કે જીવો જ અસંખ્યાત નથી, એ ત્રણે રાશિઓમાં દરેકમાં સંખ્યાત સંખ્યાત જ જીવો છે માટે સંખ્યાતરાશિવાળા એ ત્રણમાં અસંખ્યાત જીવોની ઉત્પત્તિ તથા મરણ સંભવે જ નહિ, એ ભાવાર્થ છે. (એ પ્રમાણે સંખ્યાત રાશિનો સંખ્યાત સમય નિરન્તરકાળ કહ્યો).
- તથા બહેવ સિદ્ધાપ – સિદ્ધોનો પુનઃ ઉત્કૃષ્ટથી નિરન્તરપણે આઠ સમય સુધી ઉત્પાદ હોય, (એટલે આઠ સમય સુધી પ્રતિસમય સિદ્ધ થયા કરે અને ત્યારબાદ કોઈપણ જીવ સિદ્ધ
For Private 3 e çrsonal Use Only
Jain Education International
www.jainelibrary.org