________________
ગાથાની વૃત્તિમાં કહેલી જ છે.
તથા સાક્ષો એટલે સાસ્વાદન સમ્યકત્વ પણ જઘન્યથી એક સમયની સ્થિતિવાળું છે. એ સંબંધી ભાવના તો સૂત્રકર્તાએ પણ “સાસાયને નીવિય” ઈત્યાદિ ગાથામાં પૂર્વે કહેલી જ છે. છતાં અહીં બીજી વાર કહેવાનું કારણ કે – અહીં એકેક સમયની સ્થિતિવાળા સર્વ જીવગુણોના સંગ્રહનો અધિકાર હોવાથી તેના સંગ્રહમાં બીજીવાર વિવક્ષા કરી છે, માટે એમાં પુનરુક્તપણાનો દોષ ન જાણવો. એ પ્રમાણે મનોયોગાદિકનો જઘન્ય સ્થિતિકાળ એકેક સમયનો આ ગાથામાં કહેવાયો. અને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ તો આ ગ્રંથની ગાથાઓમાં જ પૂર્વે કહેવાઈ ગયો છે. તે કારણથી અહીં પુનઃ તે ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કહ્યો નથી. એ રીતે ૨૩૬મી ગાથાનો અર્થ સમાપ્ત. તિ નીવાળાનાં નવન્યસ્થિતિછત્તિ: |૨૩૬
વતર : પૂર્વે સામાયિક ચારિત્ર આદિ ચારિત્રના પાંચે ભેદોનો એકેક જીવ આશ્રયિ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કહેવાઈ ગયો છે. અને ઉપરની અન્તર ગાથામાં એ પાંચે ચારિત્રનો જઘન્યકાળ પણ એકેક જીવ આશ્રય કહેવાયો. હવે છેદોપસ્થાપન ચારિત્ર તથા પરિહારવિશુદ્ધિ ચારિત્ર એ બે ચારિત્ર અનેક જીવની અપેક્ષાએ વિચારતાં જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી પ્રાપ્ત થાય તે વિશેષ ભેદે વિચારવાની ઇચ્છાએ અનેક જીવ આશ્રય એ બે ચારિત્રનો કાળ અહીં કહેવાનો છે. ત્યાં પ્રથમ ગાથામાં જઘન્ય કાળ વિચારાય છે :
अड्ढाइजा य सया, वीसपुहुत्तं च होइ वासाणं । छेय - परिहारगाणं, जहण्णकालाणुसारो उ ॥२३७।।
થાર્થ છેદોપસ્થાપન ચારિત્રના જઘન્ય કાળનું અનુસરણ (જઘન્ય કાળની નિરન્તર પ્રવૃત્તિ) અઢીસો વર્ષ છે, અને પરિહારવિશુદ્ધિ ચારિત્રની જઘન્ય કાળની નિરન્તર પ્રવૃત્તિ વીશપૃથર્વ વર્ષ પ્રમાણ છે. /૨૩૭
ટીફાઈ: છેવક છેદોપસ્થાપનીય ચારિત્ર જઘન્યથી અર્ધ સહિત બસો વર્ષ એટલે અઢીસો (૨૫)* વર્ષ સુધી અનેક જીવોમાં (અનેક જીવોની અપેક્ષાએ) નિરન્તર પ્રાપ્ત થાય છે, એ સંબંધ છે. એ સતતકાળ ઉત્સર્પિણીનો ત્રીજો આરો બેસતાં નેવ્યાસી (૮૯) પક્ષ- પખવાડિયાં પ્રથમના વ્યતીત થયા બાદ પ્રથમ તીર્થકરની ઉત્પત્તિ થયે છેદોપસ્થાપનીય ચારિત્રા પ્રવર્તે છે, તે શ્રી પ્રથમ તીર્થંકરના તીર્થમાં અઢીસો વર્ષ સુધી અનેક જીવની અપેક્ષાએ નિરન્તર પ્રવર્તે (અર્થાતુ એ જઘન્ય સતતકાળ પ્રથમ તીર્થંકરના તીર્થમાં પ્રાપ્ત થાય છે). ત્યાર બાદ બીજા તીર્થંકરના તીર્થમાં તો છેદોપસ્થાપનીય ચારિત્રનો જ અભાવ હોય છે (શેષ ત્રીજાથી ૨૩મા
૧. આ ગ્રંથની વૃત્તિને અનુસાર ૧ સમય આ પ્રમાણે - કોઈ મિથ્યાદૃષ્ટિ જીવને વિશુદ્ધ અધ્યવસાયમાં વર્તતાં વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારબાદ અધિક વિશુદ્ધિ વધતાં જ બીજે સમયે સમ્યક્ત્વ ઉત્પન્ન થયું. તે વખતે તે વિભંજ્ઞાન પોતે અવધિજ્ઞાન રૂપે પરિણમ્યું (સમ્યકત્વ યુક્ત થવાથી અવધિ ગણાયું), જેથી એ પ્રમાણે વિભંગની જઘન્ય સ્થિતિ એક સમયની પ્રાપ્ત થઈ, - આ સંબંધમાં શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં જે જુદી રીતિ દર્શાવી છે, તે તે જ ગાથાની વૃત્તિના અર્થ પ્રસંગે લખેલી ટિપ્પણીમાંથી જાણી લેવી. ૨. એ અઢીસો વર્ષ છેદોષસ્થાપનીય ચારિત્રની નિરન્તર નવી પ્રાપ્તિનાં નહિ, પરન્તુ ચાલુ હયાતીનાં જ જાણવા. કારણ કે સંખ્યાત મનુષ્યોમાં એટલી નિરન્તર પ્રતિપત્તિ હોય જ નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org