SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ પૂર્વધર મુનિ કાર્યસિદ્ધિ સમાપ્ત થવાના નજીક કાળમાં મનયોગથી અથવા વચનયોગથી ઊતરીને પુનઃ પણ એક સમય આહારક કાયયોગ અનુભવીને ઔદારિક શરીરને પ્રાપ્ત થાય તો એવા પ્રકારની કોઈ વિવક્ષા – અપેક્ષા વડે કદાચ જઘન્યથી એક સમયની સ્થિતિવાળો આહારક કાયયોગ પ્રાપ્ત થતો હોય તો સંભવિત છે. એ બાબતની વિશેષ ચર્ચા વડે સર્યું (એ રીતે આહારક યોગનો જઘન્ય કાળ ૧ સમય વિસંવાદપણે જાણવો). તથા કમ્પનોTI - વિગ્રહગતિમાં જ્યારે એક સમય અનાહારક હોય છે ત્યારે કામણ કાયયોગ જઘન્યથી ૧ સમયની સ્થિતિવાળો જાણવો. (અર્થાત્ નિશ્ચયનયથી એકવકા વિગ્રહગતિ કે જે બે સમયની છે તેમાં પહેલે સમયે અનાહારી હોય છે, અને તે વખતે કાર્પણ કાયયોગ હોય છે. માટે તે વખતનો કાર્પણ કાયયોગ ૧ સમયની સ્થિતિવાળો જાણવો. અથવા વ્યવહારનયથી વિચારતાં ત્રણ સમયવાળી દ્વિવક્રા વિગ્રહગતિમાં વચ્ચેનો એક સમય અનાહારી, અને તે વખતે જ ૧ સમયની સ્થિતિવાળો કાર્પણ કાયયોગ ગણાય.) તથા રિસ્થી – જે નર નહિ તે અનર અને પર્યુદાસનમૂના આશ્રયથી અહીં અનર એટલે નપુંસક કહેલો છે, અને તેથી અનર અને સ્ત્રી એ બેનો સમાસ અનરસ્ત્રી એટલે નપુંસકવેદ અને સ્ત્રીવેદ, એ ભાવાર્થ છે. તે બન્નેનો પણ દરેકનો જઘન્ય સ્થિતિકાળ ૧ સમયનો છે. અને તેની ભાવના ‘કેવી quTuUTI 5' ઇત્યાદિ પદવાળી ગાથાની વૃત્તિમાં દર્શાવેલી છે જ. (ત્યાંથી જાણી લેવી.) તથા સંન+વિમા (સંયમના ભેદ). અહીં સંયમ તે સામાન્યથી ચારિત્રરૂપ સંયમ કહેલું છે. તેના વિભાગ-ભેદ તે સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપન ચારિત્ર, પરિહારવિશુદ્ધિચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર એ પાંચ ચારિત્ર જાણવાં. એ પાંચે ચારિત્રમાંનું પણ દરેક ચારિત્ર એકેક સમયની જઘન્ય સ્થિતિવાળું છે. અને એ વાત પણ ભાવનાસહિત “ છીયહિના સોદીયા” ઇત્યાદિ ગાથાની વૃ‘ત્તિમાં દર્શાવેલી જ છે. તથા વિમા - વિર્ભાગજ્ઞાન પણ જઘન્યથી એક સમયની સ્થિતિવાળું જ છે. અને જે રીતે એ વિર્ભાગજ્ઞાન એક સમયની સ્થિતિવાળું હોય છે તે રીતિ પણ વિરમંા મઢ ઇત્યાદિ ૧. અહીં આહારક શરીરના પર્યન્ત આહારક યોગના ઉપયોગમાં ૧ સમય રહી પર્યન્ત ઔદારિક શરીરની પ્રાપ્તિ અથવા તો ઔદારિક યોગના ઉપયોગમાં વર્તે તો પણ એક સમયની સ્થિતિ ગણવી હોય તો ગણી શકાય. ૨. અહીં જ્યારે જ્યારે સયોગી જીવને અનાહારીપણું હોય તે વખતે કાશ્મણ યોગ એકલો જ હોય છે. અથવા જ્યારે જ્યારે કાર્મણ યોગ હોય છે ત્યારે અનાહારીપણું જ હોય છે, માટે એ બેનો એવા પ્રકારનો સંબંધ જાણવો. ૩. પર્યુકારશ્રયાત્ એટલે – બે પ્રકારના નગ્ન (નકાર) હોય છે, એક પથુદાસ; તેમાં જેનો નિષેધ થતો હોય તેના જેવા પદાર્થનું ગ્રહણ થાય છે; અને બીજો પ્રસજ્ય ન; તેમાં માત્ર નિષેધ જ થાય છે. અહીં નરિસ્થિ એ પદમાં નરવેદનો નિષેધ છે, તો ત્યાં તેના બદલે તેના જેવો નપુંસકવેદ લેવાનો છે, માટે એ નગ્ન (નકા૨) પર્યદાસ નગ્ન કહેવાય. ૪. ઝપIT પૂવૅકોર્ડ મા સમય છે પરિદારે એ પદોની વૃત્તિમાં કહ્યું છે કે – ચારિત્રનો જઘન્ય સ્થિતિકાળ એક સમયનો છે. કારણ કે કોઈ જીવ ચારિત્ર એક સમય પામીને (એટલે ચારિત્રના અધ્યવસાયમાં એક સમય વર્તીને) બીજે સમયે તુર્ત કાળ કરે તો દેવમાં ઉત્પન્ન થાય અને ત્યાં દેવમાં ચારિત્રનો અભાવ છે. માટે એ ચારિત્રની જઘન્ય સ્થિતિ ૧ સમયની પ્રાપ્ત થાય છે. Jain Education International For Private 3 rsonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy