________________
ઉત્તર: અહીં વિર્ભાગજ્ઞાન અને અવધિજ્ઞાન એ બેમાં જ્ઞાન સંબંધી પરસ્પર ભેદ છે, પરન્તુ દર્શન તો સામાન્ય ઉપયોગરૂપ છે અને તે સામાન્ય ઉપયોગ બન્નેમાં તુલ્ય હોવાથી બન્ને મળીને અવધિદર્શન કહેવાય છે. સિદ્ધાન્તમાં પણ તેમજ સ્વીકારેલું છે, તે કારણથી અવધિદર્શનનો નિરન્તરપણે અવસ્થિતિકાળ સાધિક બે છાસઠ સાગરોપમ જેટલો પ્રાપ્ત થાય છે, (પુનઃ એ ૧. શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં અવધિ અને વિભંગ એ બન્ને અવધિદર્શનમાં સામાન્ય ઉપયોગરૂપે તુલ્ય કહ્યા છે, તેનો અક્ષરાર્થ આ પ્રમાણે : હવે વિભંગની અવસ્થામાં અવધિદર્શનનો નિષેધ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોમાં કરેલો છે, તો અહીં (કાયસ્થિતિ કહેવાના અધિકારમાં) તે અવધિદર્શનને વિભંગની અવસ્થામાં શા માટે ગયું છે ? ઉત્તર: એમાં કોઈ દોષ નથી, કારણ કે સિદ્ધાન્તમાં વિભંગને વિશે પણ અવધિદર્શન માનેલું છે. તે સૂત્રનો - સિદ્ધાન્તનો અભિપ્રાય આ પ્રમાણે છે કે - વિર્ભાગજ્ઞાન વિશેષ ઉપયોગના વિષયવાળું છે, અને અવધિદર્શન સામાન્ય ઉપયોગના વિષયવાળું છે. તો જેમ સમ્યગુદૃષ્ટિનું અવધિ વિશેષ ઉપયોગવાળું હોય તો તે અવધિજ્ઞાન કહેવાય અને એ જ અવધિ સામાન્ય ઉપયોગના વિષયવાળું હોય તો અવધિદર્શન કહેવાય છે, તેમ કેવળ વિર્ભાગજ્ઞાનીનું પણ અવધિદર્શન કહેવાય છે તે અનાકારોપયોગમાત્રનો ભેદ ન હોવાથી જ. અને તેથી જ વિર્ભાગજ્ઞાનીનું અવધિદર્શન તે અવધિજ્ઞાનીના અવધિદર્શન તુલ્ય છે. (એટલે અવધિ સંબંધી જેવો સામાન્ય ઉપયોગ અથવા એનાકાર ઉપયોગ અવધિજ્ઞાનીને વર્તે છે, તેવો જ વિભંગનો સામાન્ય ઉપયોગ વા અનાકાર ઉપયોગ વિભંગજ્ઞાનીને વર્તે છે). તે કારણથી વિર્ભાગજ્ઞાનીના દર્શનને વિભંગદર્શન કહ્યું નથી પરન્તુ અવધિદર્શન જ કહ્યું છે. એ સંબંધી વિચારમાં મૂળ ટીકાકારે પણ કહ્યું છે કે : ઢંરાઇi ૬ વિમું હvi નતો તમેય, તો વેવ કો છાઠિમો રસ રેTTણી તિ | જેિ કારણથી વિભગવાળાનું અને અવધિવાળાનું બન્નેનું દર્શન તુલ્ય જ છે, તે કારણથી જ નિશ્ચય (વિભંગનો અને અવધિનો એ બેનો કાળ મેળવીને) સાધિક બે છાસઠ સાગરોપમ જેટલો અવધિદર્શનનો સ્થિતિકાળ કહ્યો છે]. તેથી અમોએ પણ વિલંગમાં અવધિદર્શન ગયું છે. અને કાર્મગ્રંથિકો તો આ પ્રમાણે (જુદું) કહે છે કે – જો કે સાકાર તથા અનાકાર એ વિશેષભેદ વડે વિભંગજ્ઞાન અને અવધિદર્શન એ બે ભિન્ન છે, તો પણ વિર્ભાગજ્ઞાન વડે વસ્તુનો સમ્યક નિશ્ચય નથી. કારણ કે વિર્ભાગજ્ઞાન મિથ્યાત્વયુક્ત છે. તેમજ અવધિદર્શન વડે પણ વસ્તુનો સમ્યકુ નિશ્ચય નથી. કારણ કે (દર્શન હોવાથી સામાન્ય ઉપયોગવાળું એટલે) અનાકારમાત્ર ઉપયોગવાળું છે. તો તે (વિર્ભાગજ્ઞાનીના) અવધિદર્શનની જુદી વિવક્ષા કરવાથી શું ? (અર્થાતુ વિર્ભાગજ્ઞાનમાં જેમ સમ્યગુ નિશ્ચય નથી તેમ અવધિદર્શનમાં પણ સમ્યગુ નિશ્ચય નથી. માટે વિર્ભાગજ્ઞાનમાં અવધિદર્શન અન્તર્ગત ગણાય, પરન્તુ વિર્ભાગજ્ઞાન અને તેનું અવધિદર્શન એ બે જુદાં ગણવાનું કંઈ કારણ નથી). એ પ્રમાણે કાર્મગ્રંથિકોના અભિપ્રાય પ્રમાણે વિલંગ અવસ્થામાં (એટલે વિર્ભાગજ્ઞાનીને) અવધિદર્શન માનેલું નથી. વળી આ જે વાત કહી તે પોતાની (વૃત્તિકર્તા કહે છે કે મારી પોતાની) મતિ-કલ્પનાની ચેષ્ટા નથી, પરન્તુ પૂર્વાચાર્યોએ પણ એ પ્રમાણે જ બે મતના વિભાગનું વ્યવસ્થાપન (નિરૂપણ) કર્યું છે, જે કારણથી શ્રીવિશેષણવતી ગ્રંથમાં શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પૂજ્ય આ પ્રમાણે કહ્યું છે કે :
सुत्ते (य) विभंगस्स वि, परूवियं ओहिदंसणं बहुसो । कीस पुणो पडिसिद्ध, कम्मपगडीपगरणमि ? ||१|| विभंगे वि दरिसणं, सामण्णविसेसविसयओ सुत्ते । तं चऽविसिट्ठमणागारमेत्तं तोऽवहिविभंगाणं ।।२।। कम्मपगडीमयं पुण, सागारेयरविसेसभावे वि ।
न विभंगनाणदंसणविसेसणमणिच्छयत्तणओ ||३|| અર્થ :- સૂત્રમાં વિલંગવાળાને પણ ઘણા સ્થાને અવધિદર્શન પ્રરૂપેલું છે, તો કર્મપ્રકૃતિ પ્રકરણમાં તેનો નિષેધ કેમ કરેલો છે ? ૧૫. ઉત્તરઃ વિભંગને વિષે પણ સૂત્રમાં જે દર્શન માન્યું છે તે સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ એ બે વિષયથી (વિષયભેદથી) માનેલું છે, અને તે દર્શન અવિશિષ્ટ અનાકારમાત્ર છે તે કારણથી અવધિમાં અને વિલંગમાં બન્નેમાં દર્શન (અવધિદર્શન) માન્યું છે. ૨ાા અને કર્મપ્રકૃતિ પ્રકરણમાં તો સાકાર અનાકારનો વિશેષભેદ માનવા છતાં પણ વિર્ભાગજ્ઞાન અને તેનું દર્શન (અવધિદર્શન) એ બન્નેમાં વસ્તુના સમ્યગુ નિશ્ચયના અભાવની સમાનતા જાણીને વિર્ભાગજ્ઞાન અને દર્શન એ બન્નેમાં કંઈ પણ વિશેષભેદ માન્યો નથી. IIl’
Jain Education International
For Private3 Osonal Use Only
www.jainelibrary.org