________________
ઉત્પત્તિ વખતે તેનો અંત થનારો છે, તે માટે અનાદિ સાત્ત છે.
હવે અહીં ગ્રંથકર્તાએ ગ્રંથવિસ્તારાદિ ભયના કારણથી અવધિદર્શન અને કેવળદર્શનનો સ્થિતિકાળ કહ્યો નથી, તેથી સિદ્ધાન્તમાં તે કાળ જે પ્રમાણે કહ્યો છે તે પોતાની મેળે જાણી લેવો. તે સિદ્ધાન્તોક્ત અવધિદર્શનનો તથા કેવળદર્શનનો કાળ આ પ્રમાણે : ___'ओ'हिदंसणी णं भंते ! ओहिदंसणित्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं एक्क समयं उक्कोसेणं दो छावट्ठिओ सागरोवमाणं साइरेगाओ ।'
એ સૂત્રની ભાવના આ પ્રમાણે – અહીં તિર્યંચ પંચેન્દ્રિય અથવા મનુષ્યોમાંનો કોઈપણ વિર્ભાગજ્ઞાનવાળો જીવ સાતમી નરકપૃથ્વીમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા નારકપણે ઉત્પન્ન થાય, અને ત્યાંથી નીકળવાના (મરણના) કાળની નજીકમાં (આયુષ્ય કિંચિત્ શેષ રહ્ય) સમ્યકત્વ પ્રાપ્ત કરીને પુનઃ સમ્યકત્વથી પતિત થઈ વિર્ભાગજ્ઞાનસહિત જ અવિગ્રહગતિએ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા તિર્યંચમાં ઉત્પન્ન થયો. ત્યાં પોતાના આયુષ્યને અત્તે અપતિત વિર્ભાગજ્ઞાનસહિત જ પુનઃ પણ સાતમી પૃથ્વીમાં નારકપણે ઉત્પન્ન થયો. પુનઃ પણ ત્યાંથી નીકળવાના (મરણ પામવાના) કાળની નજીક સમ્યકત્વ પામીને તે સમ્યક્ત્વથી પતિત, અપતિત વિર્ભાગજ્ઞાનસહિત જ અવિગ્રહગતિએ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા તિર્યંચમાં ઉત્પન્ન થયો. એ પ્રમાણે એક છાસઠ સાગરોપમથી અધિક કાળ સિદ્ધ થયો.
પુનઃ બીજા છાસઠ કોડાકોડિ સાગરોપમ સાધિક તે આ પ્રમાણે – પુનઃ એ જ જીવ વિર્ભાગજ્ઞાન જેનું પતિત નથી થયું એવો (એટલે એ જ તિર્યંચ પંચેન્દ્રિય) તે પોતાના તિર્યમ્ ભવમાંથી નિકળીને અવિગ્રહગતિએ મનુષ્યમાં (વિભંગસહિત) ઉત્પન્ન થયો. અને ત્યાં સમ્યકત્વ અને સંયમને પામીને તો વારે વિનવાસુ મસ્ત તિન્ન, ઉદવ તારું [વિજયાદિ ચાર અનુત્તર વિમાનમાંના કોઈ પણ એક અનુત્તર વિમાનમાં બે વાર ઉત્પન્ન થયેલાને અથવા ત્રણ વાર બારમા અય્યત દેવલોકમાં ઉત્પન્ન થયેલાને તે છાસઠ સાગરોપમની સ્થિતિ થાય છે] ઇત્યાદિ ગાથાથી પૂર્વે કહેલા અનુક્રમ પ્રમાણે અપરિપતિત - નિરન્તરપણે અવધિજ્ઞાનને ધારણ કરતો છતો અવધિદર્શનનો બીજો સાધિક છાસઠ સાગરોપમ જેટલો કાળ પૂર્ણ કરે, અને ત્યારબાદ તે જીવ મુક્તિ પામે છે (જથી એ રીતે અવધિદર્શનનો સાધિક બે છાસઠ સાગરોપમ કાળ અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના કાળને ભેગો ગણતાં સંપૂર્ણ થયો).
પ્રશન: અવધિજ્ઞાનનો કાળ એક છાસઠ સાગરોપમ તે જ અવધિદર્શનનો કાળ ન ગણતાં વિર્ભાગજ્ઞાનનો કાળ ભેગો ગણીને અવધિદર્શનનો કાળ કેમ કહ્યો? ૧. “હે ભગવન્! અવધિદર્શની જીવ અવધિદર્શનપણામાં કેટલા દીર્ઘ કાળ સુધી રહે ! ગૌતમ ! જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક બે છાસઠ સાગરોપમ સુધી.” તથા અવધિજ્ઞાનનો કાળ જે પહેલાં કહેવાઈ ગયો છે તેમજ વિર્ભાગજ્ઞાનનો પણ કાળ જે પહેલાં કહેવાઈ ગયો છે, તે અવધિ અને વિભંગ એ બેનો કાળ ભેગો કરીને અવધિદર્શનનો કાળ અહીં કહેવાનો ઈષ્ટ છે, કારણ કે અવધિદર્શનમાં અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન (એ જ્ઞાનઅજ્ઞાન બન્ને) અન્તર્ગત
૨. સમ્યકત્વ પ્રાપ્ત કરાવવાનું કારણ વિર્ભાગજ્ઞાનનો કાળ એટલો જ હોવાથી તે આગળ કહેવાશે. ૩.વિગ્રહગતિમાં મનુષ્ય-તિર્યંચને અનાહારકપણા વખતે વિર્ભાગજ્ઞાન વા અવધિજ્ઞાનનો અભાવ છે, તે માટે અહીં અવિગ્રહગતિ કરી છે. અને તે આ વૃત્તિમાં જ આગળ કહેવાશે.
Jain Education International
For Privat
Cersonal Use Only
www.jainelibrary.org