SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સુધીનો કેમ પ્રાપ્ત ન થાય ? (જેથી કેવળ લોભ જ કહ્યો !). ઉત્તર: તમારું પૂછવું સત્ય છે, પરન્તુ શ્રેણિના શિખરથી - સર્વાગ્રભાગથી પડતા જીવને જ્યારે ક્રોધાદિ કષાયો ઉદયમાં આવે છે, ત્યારે તે ઉદયપ્રાપ્ત કષાયથી બીજા કષાયો પણ પ્રદેશોદય વડે સમકાળે જ વેદાતા હોય છે. તે કારણથી લોભની પેઠે (એકલા લોભોદયની માફક) કેવળ ક્રોધાદિકનો ઉદય (એકલા ક્રોધાદિનો ઉદય) પ્રાપ્ત થતો નથી, એમ વૃદ્ધો કહે છે. એમાં તત્ત્વ શું છે તે શ્રીકેવલી ભગવંત જાણે. (માટે લોભનો જ ઉદય ૧ સમય પ્રમાણ જાણવો). ૧. અહીં તત્ત્વ એ છે કે – જીવનો સ્વભાવ જ તથા પ્રકારનો છે કે - ક્રોધકષાયના ઉદયમાં પહેલે સમયે શ્રેણિથી કાળ કરે તો જ્યાં અનુત્તરદેવપણે ઉત્પન્ન થયેલ છે ત્યાં બીજે સમયે પણ પૂર્વભવનો ક્રોધકષાય જ ઉદયમાં આવે. તેવી રીતે માનકષાયના ઉદયમાં પહેલે સમયે મરણ પામેલાને બીજે સમયે પરભવમાં પણ માનકષાય જ ઉદય આવે, તે પ્રમાણે માયાકષાયના ઉદયમાં પહેલે સમયે મરણ પામેલાને પરભવમાં બીજે સમયે પૂર્વભવના માયાકષાયનો જ ઉદય થાય. પરન્તુ લોભકષાય માટે એ રીતિ જીવસ્વભાવથી જ છે નહિ, કારણ કે લોભ કષાયના ઉદયમાં પહેલે સમયે મરણ પામેલા જીવને પરભવમાં બીજે સમયે ચાર કષાયમાંનો કોઈપણ કષાય ઉદયમાં આવે છે. જેથી શ્રેણિમાંથી ઉપશાન્તમોહથી પડી લોભના ઉદયના પ્રથમ સમયે મરણ પામેલા જીવને પરભવમાં (અનુત્તરદેવપણામાં) લોભકષાયનો ઉદય જ રહેવો જોઈએ એવો નિયમ નહિ; પરન્તુ બીજે સમયે ક્રોધકષાયી પણ થાય, અથવા તો માનકષાયી પણ થાય, અથવા તો માયાકષાયી પણ થાય; એ રીતે કોઈપણ કષાયનો ઉદય થાય. એ રીતે પરભવમાં ઉદય આવવા સંબંધી પહેલા ત્રણ કષાયો અને લોભ એ બેમાં ઘણો તફાવત છે. જેથી ક્રોધાદિ ત્રણ કષાય માટે ‘જે કષાયમાં જીવ મરે તે જ કષાયમાં ઉત્પન્ન થાય,' એ નિયમ છે, અને લોભ કષાયના સંબંધમાં એ નિયમ નથી. શ્રી પ્રજ્ઞાપનાજીના ૧૮ મા પદમાં આ ચાર કષાયોની કાયસ્થિતિના પ્રસંગમાં જ વૃત્તિમાં આ પ્રમાણે પાઠ છે, તે અક્ષરશઃ આ પ્રમાણે – 'यदा कश्चिदुपशमक उपशमश्रेणिपर्यवसाने उपशान्तवीतरागो भूत्वा श्रेणितः प्रतिपतन् लोभाणुप्रथमसंवेदनकाल एव कालं कृत्वा देवलोकेषूत्पद्यते । तत्र चोत्पन्नः सन् क्रोधकषायी मानकषायी मायाकषायी वा भवति तदा एकं समयं लोभकषायी लभ्यते । अथैवं क्रोधादिष्वप्येकसमयता कस्मान्न लभ्यते ? उच्यते तथास्वाभाव्यात् । तथाहि श्रेणीतः प्रतिपतन् मायाणुवेदनप्रथमसमये मानाणुवेदनप्रथमसमये क्रोधाणुवेदनप्रथमसमये वा यदि कालं करोति, कालं च कृत्वा देवलोकेषूत्पद्यते तथापि तथास्वाभाव्यात् येन कषायोदयेन कालं कृतवान् तमेव कषायोदयं तत्रापि गतः सन्नन्तर्मुहूर्त्तमनुवर्त्तयति, एतच्चावसीयते अधिकृतसूत्रप्रामाण्यात्, ततोऽनेकसमयता क्रोधादिष्विति । અર્થ :- જ્યારે કોઈ ઉપશમક જીવ ઉપશમશ્રેણિને અન્ને ઉપશાન્ત વીતરાગ થઈને શ્રેણિથી પડતો લોભાણુને વેદવાના પહેલા જ વેદનસમયમાં (પહેલા ઉદયસમયમાં) કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય, અને ત્યાં ઉત્પન્ન થયો છતો ક્રોધકષાયી થાય અથવા માનકષાયી થાય અથવા તો માયાકષાયી થાય તો તેવા પ્રસંગે લોભકષાયને એક સમય પ્રાપ્ત થાય છે. હવે એ પ્રમાણે ક્રોધાદિ ત્રણ કષાયોમાં પણ એક સમયપણું શા માટે પ્રાપ્ત ન થાય ? તો કહેવાય છે કે – તથા પ્રકા૨ના જીવસ્વભાવથી જ. તે આ પ્રમાણે - શ્રેણિથી પડતો જીવ માયાના અણુ વેદવાના પહેલા સમયે (માયોદયના પહેલા સમયે) અથવા માનના અણુ વૈદવાના પહેલા સમયે અથવા તો ક્રોધના અણુ વેદતાં પહેલે સમયે જો કાળ કરે, અને કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય, તો પણ તથાપ્રકારના જીવસ્વભાવથી જ જે કષાયના ઉદયમાં કાળ કર્યો હોય તે જ કષાયનો ઉદય ત્યાં ગયા બાદ પણ અન્તર્મુહૂર્ત સુધી અનુસરે છે - થાય છે. અને એ વાત આ અધિકૃત સૂત્રના પ્રમાણથી જ સમજાય છે (એટલે જે સૂત્રની આ વૃત્તિ છે તે “ોસાડું છું અંતે !' ઇત્યાદિ સૂત્ર પ્રમાણ હોવાથી જ અર્થપત્તિ વડે જ એ વાત સિદ્ધ થાય છે. નહિતર ક્રોધાદિક માટે પણ જઘન્યથી ૧ સમયની સ્થિતિનું પ્રતિપાદક સૂત્ર હોત). તે કારણથી ક્રોધાદિક કષાયોમાં અનેક સમયપણું છે. વળી અહીં વૃત્તિકર્તા લખે છે કે - ‘શ્રેણિથી પડતાં ક્રોધ વિગેરેના ઉદયે શેષ ૫૨કષાયો પ્રદેશોદય વડે સમકાળે વેદાય છે, પરન્તુ લોભની પેઠે એકલા વેદાતા નથી એમ વૃદ્ધો કહે છે, તે કારણથી ક્રોધાદિકનો એક સમય સ્થિતિકાળ નથી.’ આમ કહેવામાં તાત્પર્ય શું છે ? તે શ્રી વૃત્તિકર્તા જાણે, કા૨ણ કે સમયની સ્થિતિમાં અન્ય કષાયોનો પ્રદેશોદય અથવા Jain Education International ૩૫૧ For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy