________________
પ્રયત્નવાળો છે). અને આપણ વિગેરેને (તમને – અમને) મનયોગ અને કાયયોગ (અલ્પ પ્રયત્નવાળા) છે. પુનઃ શૈલેશી અવસ્થામાં જ્યારે કાયયોગનો નિરોધ કરે છે ત્યારે કેવલી ભગવંતને કેવળ કાયયોગ જ છે, પરન્તુ બીજો યોગ પ્રવર્તતો નથી (એ પ્રમાણે ઉત્કટ – અનુત્કટપણાની અપેક્ષા વિચારવી).
એટલે ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો. તેની દરેકની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ણપ્રમાણની છે. તેમજ પહેલા ત્રણ કષાયોની તો જઘન્ય સ્થિતિ પણ અન્તર્મુહૂર્તપ્રમાણની છે. અને ચોથા લોભ કષાયની જઘન્ય સ્થિતિ ૧ સમયપ્રમાણની છે. વળી એ કષાયોની સ્થિતિ જે અન્તર્મુહૂર્તપ્રમાણની કહી તે વિશિષ્ટ ઉપયોગને આશ્રયી જ ક્રોધાદિકની એ સ્થિતિ જાણવી. નહિતર સત્તામારાથી તો ક્રોધાદિ કષાયો સદાકાળ વર્તતા જ – વિદ્યમાન જ હોય છે. અને તેથી કહેવાનું તાત્પર્ય એ છે કે – ક્રોધ, માન અને માયા એ ત્રણ કષાયમાં ઉપયોગવાળો જીવ પ્રત્યેકમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત જ રહે છે, અને લોભના ઉપયોગમાં આત્મા જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ણ સુધી જ રહે છે. જે કારણથી કહ્યું છે કે –
___ 'कोहरेकसाई णं भंते ! कोहकसाइ त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । एवं माणमायाकसाई वि । लोभकसाई जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं સંતોમુદુનંતિ !”
એનો ભાવાર્થ અહીં આ પ્રમાણે જાણવો કે – ક્રોધ, માન અને માયામાં ઉપયોગવાળો આત્મા એ દરેકમાં જઘન્યથી અન્તર્મુહૂર્ત રહે અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત રહે. પરન્તુ ઉત્કૃષ્ટપદનું અન્તર્મુહૂર્ત જઘન્યપદના અન્તર્મુહૂર્તથી મોટું જાણવું. તથા લોભકષાયમાં ઉપયોગવાળો આત્મા જઘન્યથી ૧ સમય સુધી રહે, તે કેવી રીતે ? તે કહેવાય છે : ' ઉપશાન્તમોહવાળો (ઉપશમશ્રેણિમાં લોભને સર્વથા ઉપશાન્ત કરેલો છે એવો અગિયારમા ગુણસ્થાનવાળો) જે જીવ શ્રેણિથી (૧૧ મા ગુણસ્થાનકથી) પડતો છતો એક જ સમય લોભનાં પુદ્ગલોનો ઉદય અનુભવીને અનન્તર સમયે (બીજે સમયે) મરણ પામવાથી અનુત્તરદેવોમાં ઉત્પન્ન થાય, તો ત્યાં તે દેવને નિશ્ચય સર્વે પણ કષાયો પ્રદેશોદય વડે ઉદયમાં આવે છે; પરન્તુ કેવળ લોભ જ પ્રદેશોદયથી ઉદયમાં આવે છે એમ નહિ. એ પ્રમાણે જઘન્યથી લોભ કષાયનો એકલો ઉદય એક જ સમય પ્રાપ્ત થાય છે. અને ઉત્કૃષ્ટથી તો ક્રોધાદિકની પેઠે અન્તર્મુહૂર્ત સુધી ઉદયમાં આવે છે એમ જાણવું. (એ રીતે લોભોદયનો જઘન્ય ૧ સમય કહ્યો).
પ્રશ્ન: જો એ પ્રમાણે છે તો એજ રીતિએ ક્રોધાદિકનો ઉપયોગ પણ જઘન્યથી ૧ સમય ૧. એ બીજા બે યોગ હોવાનું દૃષ્ટાંત. ૨, એ કોઈપણ બીજો યોગ ન હોવાનું ત્રીજા વિકલ્પનું દ્રષ્ટાંત. ૩. હે ભગવન્! ક્રોધ કષાયવાળો આત્મા ક્રોધ કષાયમાં કેટલા દીર્ઘકાળ સુધી રહે? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત સુધી રહે, એ પ્રમાણે માન કષાય અને માયા કષાયમાં ઉપયોગવાળો આત્મા પણ જાણવો. વળી લોભ કષાયવાળો આત્મા જઘન્યથી ૧ સમય રહે, અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત રહે. (ચાર કષાયનો ઉદય અધ્રુવ છે, તેમજ પરાવર્તમાન છે, માટે (અન્તર્મુહુર્ત બાદ) ક્રોધાદિકની પરાવૃત્તિ થયા કરે છે.)
For Private 3 uosonal Use Only
Jain Education International
www.jainelibrary.org