SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ વિતર: હવે આ ગાળામાં સાસ્વાદન સમ્યગદૃષ્ટિનું તથા મિશ્રદૃષ્ટિનું અનેક જીવ આશ્રયિ કાળમાન કહે છે, તે આ પ્રમાણે : पल्लाऽसंखियभागो, सासणमिस्सा य हुंति उक्कोसं । अविरहिया य जहन्ने-ण एगसमयं मुहुत्तंतो ॥२२०॥ માથાર્થ સાસ્વાદન સમ્યગુદૃષ્ટિઓ તથા મિશ્રણમ્યગુદૃષ્ટિ જીવો ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી પ્રતિસમય વર્તતા હોય છે, અને જઘન્યથી તો સાસ્વાદન સમ્યગ્દષ્ટિઓ ૧ સમય, તથા મિશ્રદૃષ્ટિ જીવો અન્તર્મુહૂર્ત સુધી વર્તતા હોય છે. [ એ પણ અનેક જીવાશ્રિત કાળપ્રમાણ જાણવું. ]I૧૨૦ ટાર્થ: સાસ્વાદનસમ્યદૃષ્ટિઓ તથા મિશ્રણમ્યદૃષ્ટિઓ અનુક્રમે જઘન્યથી એક સમય અને અન્તર્મુહૂર્ત સુધી અનેક જીવ આશ્રયિ નિરન્તર વર્તતા હોય છે, અને ઉત્કૃષ્ટથી તો એ બન્ને ગુણસ્થાનવાળા જીવો સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધી નિરન્તર વૃત્તિનો પાઠ આ પ્રમાણે : तेभ्यः सूक्ष्मादिभ्यः सयोगिकेवलिनः सङ्ख्यातगुणाः । तेषां कोटीपृथक्तवेन लभ्यमानत्वात् । तेभ्योऽप्रमत्ताः सङ्ख्येयगुणाः, कोटिसहस्रपृथक्त्वेन प्राप्यमाणत्वात् । तेभ्यः ‘इयर' त्ति अप्रमत्तयोगिनः प्रमत्ता: सङ्ख्येयगुणाः । प्रमादभावो हि बहनां बहकालं च लभ्यते विपर्ययेण त्वप्रमाद इति न यथोक्तसङ्ख्याव्याधातः । વૃત્ત્વર્થઃ - તે સૂક્ષ્મસંપાયાદિથી સયોગિકેવલી સંખ્યાતગુણા છે, કારણ કે ક્રોડપૃથકત્વ જેટલા વર્તતા હોય છે, તેથી પણ અપ્રમત્ત સંયતો સંખ્યાતગુણ છે, કારણ કે તેઓ હજાર ક્રોડપૃથક્વ વર્તતા હોય છે, તેથી પણ ઇતર એટલે પ્રમત્ત સંયતો અપ્રમત્ત સંયતોથી સંખ્યાતગુણા હોય છે. કારણ કે પ્રમાદભાવ ઘણા જીવોને હોય છે, તેમજ ઘણા કાળ સુધી રહે છે. અને અપ્રમાદ તેથી વિપરીતપણે એટલે થોડા સંયતોને] હોય અને થોડો વખત રહે માટે પૂર્વે કહેલી પ્રમત્ત-અપ્રમત્તની સંખ્યામાં કોઈ દોષ જણાતો નથી.' છે એ પ્રમાણે જગચિંતામણિ ચૈત્યવંદનનો પાઠ, આ ગ્રંથનો પાઠ અને કર્મગ્રંથાદિનો પાઠ એ ત્રણે પાઠમાં કહેલી પ્રમત્ત – અપ્રમત્તની સંખ્યા યથાસંભવ વિચારવી. પ્રમત્તોથી અપ્રમત્ત તો અલ્પ સંખ્યાવાળા હોય તે સર્વસામાન્ય છે, પરંતુ નવ હજાર ક્રોડ સંખ્યા પ્રમત્તોની કે અપ્રમત્તોની ? તે જ અહીં સંવાદનીય છે. ૧. એમાં સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી જે સાસ્વાદનીની અને મિશ્રની નિરંતર પ્રતિપત્તિ કહી તે તો કાળ દર્શાવવાને અંગે જ કહી છે. અર્થાતુ જેટલો કાળ નિરંતર પ્રતિપત્તિ તેટલો કાળ સાસ્વાદન અને મિશ્રનો જુદો જુદો છે, પરંતુ સમ્યક્તની પ્રાપ્તિ પણ એક સમયમાં એટલા જીવોને થઈ શકે છે. અર્થાતું એક સમયમાં જઘન્યથી એક જીવ અને ઉત્કૃષ્ટથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમયો વા આકાશપ્રદેશો જેટલા જીવો નવું સમ્યક્ત પ્રાપ્ત કરે છે. જે કારણથી શ્રી વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે – किमिहाभिणिबोहियनाणिजीवदव्वप्यमाणमिगसमए। पडिवरोजंतु न बा, पडिवज्जे जहन्ना ओ एगो ।।४२८।। खेत्तपलिओवमासंखभाग उन्कोसओ पवजेआ । पुव्यपवन्ना दोमुवि पलियाऽसंखेजईभागो ।।४२९।। અર્થ:- આ લોકમાં મતિજ્ઞાન પરિણામને પ્રાપ્ત થયેલાં જીવદ્રવ્યોનું પ્રમાણ વિવક્ષિત એક સમયમાં કેટલું ? તેના ઉત્તરમાં પ્રતિપદ્યમાન જીવો તો વિવક્ષિત સમયે હોય પણ ખરા અને ન પણ હોય. એટલે નવું મતિજ્ઞાન પામનારા જીવો તો હોય અને ન પણ હોય], અને જો કદાચિતુ હોય તો જઘન્યથી ૧ જીવ મતિજ્ઞાન પામનાર હોય, અને ઉત્કૃષ્ટથી તો સર્વ લોકમાં મળીને ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા જીવો નવું મતિજ્ઞાન પામતા વર્તમાન એક સમયમાં હોય છે. વળી જો પૂર્વમતિપત્ર મતિજ્ઞાનીઓનું પ્રમાણ એિટલે વિવક્ષિત સમય પહેલાં મતિજ્ઞાન પામીને વિવક્ષિત સમયમાં તે જ મતિજ્ઞાનસહિત વર્તતા જીવોનું પ્રમાણ જાણવું હોય તો બન્ને પક્ષમાં એટલે જઘન્યપક્ષમાં તેમજ ઉત્કૃષ્ટપક્ષમાં પણ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા જીવો જાણવા. અર્થાત્ જઘન્યથી અસંખ્યાત અને ઉત્કૃષ્ટથી પણ અસંખ્યાત જીવો મતિ જ્ઞાન પામેલા પ્રતિસમય વર્તતા પામીએ. અહીં મતિજ્ઞાનના પાઠથી પણ સમ્યકત્વનો જ પાઠ સમજવો, કારણ કે મિથ્યાદ્રષ્ટિ મતિઅજ્ઞાની જીવો સમ્યગુદૃષ્ટિ થતાં મતિજ્ઞાની ગણાય છે માટે.] Jain Education International For Privat32 Rersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy