SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ॥एक - अनेकजीव - आश्रयि गुणस्थानकाल।। ટીકાW: તે મિથ્યાત્વ, સાસ્વાદનપણું, મિશ્રપણું, અવિરતિપણું, દેશવિરતિપણું, ઇત્યાદિ. તે ગુણોનો વિમા | વડે એટલે દરેકનો જુદો જુદો ન = કાળ તે વિમાન કહેવાનો અધિકાર અહીં ચાલે છે. વળી તે (ગુણ) આશ્રય વિના [ ગુણી વિના] રહેતા નથી, તે કારણથી અહીં તે ગુણસ્થાનવાળા જીવોનો એટલે મિથ્યાદૃષ્ટિ વગેરેનો કાળ કહેવાય છે. ત્યાં પ્રથમ મિથ્યાષ્ટિઓ અનેક જીવને પડુઈ = આશ્રયિ વિચારીએ તો નિરન્તરપણે સર્વ કાળ પામીએ. કારણ કે નરકગતિમાં, મનુષ્યગતિમાં અને દેવગતિમાં તો દરેકમાં પ્રાય: અસંખ્યાતા મિથ્યાદૃષ્ટિઓ નિરન્તરપણે સર્વકાળ હોય છે, અને તિર્યંચગતિમાં તો અનંત મિથ્યાષ્ટિઓ નિરન્તર સર્વકાળ સુધી હોય છે. એ પ્રમાણે અવિરતસમ્યદૃષ્ટિ, દેશવિરત, પ્રમત્ત અને પ્રમત્તથી ઇતર (પ્રતિપક્ષી) અપ્રમત્ત તથા સયોગિકેવલીઓ પણ સર્વકાળ વર્તતા હોય છે. (પરંતુ સંખ્યાની અપેક્ષાએ તફાવત છે. તે આ પ્રમાણે –) અવિરતસમ્યગુદૃષ્ટિઓ અને દેશવિરતિઓ એ દરેક ક્ષેત્રપલ્યોપમના [ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના ] અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ તેટલા પ્રમાણવાળા હોય છે. પ્રમત્ત મુનિઓ હજાર ક્રોડપૃથક્વ, અપ્રમત્ત મુનિઓ સંખ્યાતા અને સયોગિકેવલીઓ ક્રોડપૃથ કુત્વ પ્રમાણ સર્વકાળ સુધી નિરન્તર [પ્રતિસમય] વર્તતા હોય છે, એમ પ્રથમ જ કહેવાઈ ગયું છે. એ ૨૧૯મી ગાથાનો અર્થ સમાપ્ત. //ર ૧૯ો. ૧. અહીં ‘પ્રાયઃ' કહેવાનું કારણ કે મનુષ્યગતિમાં જ્યારે સન્મુશ્કેિમ મનુષ્યોનો વિરહકાળ વર્તતો હોય છે, ત્યારે મનુષ્યગતિમાં સંખ્યાતા જ મિથ્યાદૃષ્ટિઓ હોય છે. ૨. આકાશપ્રદેશોને બદલે તેટલા સમય ગણવા હોય તો પણ ગણી શકાય. ૩. અહીં હજાર ક્રોડપૃથક્ત એટલે જઘન્યથી બે હજાર ક્રોડ અને ઉત્કૃષ્ટથી નવ હજાર ક્રોડથી પણ સંખ્યાતગુણા. ર1મUT હ વ્હોર ઇસમ, તથા વો ડિ{fહરા નવ રતીઠું નામ, એ શ્રી જગચિંતામણિના વચનથી. ૪, અહીં સંખ્યાતા એટલે નવ હજાર ક્રોડ કર્મગ્રંથાદિકને અનુસાર સંભવે છે. અને આ જીવસમાસ ગ્રંથને અનુસારે નવા હજાર ક્રોડથી ઓછા સંભવે છે, તે બન્ને ગ્રંથોના પાઠમાં પ્રથમ જીવસમાસનો પાઠ આ પ્રમાણે ‘ફિરદર હd, ! રૂારે ૩ રહે ઝૂ' ||૧૪દ્દા. = પ્રમત્ત ગુણસ્થાનવાળા હજાર ક્રોડપૃથક્ત છે, અને ઈતર = અપ્રમત્ત ગુણસ્થાન વાળા સંખ્યાતા છે. એ ઉત્તરાર્ધની વૃત્તિ આ પ્રમાણે -મત્તા: પૂર્વોશથ: પ્રમત્ત સંયતા દ્યર્થ: { તે સામાન્ચન પ શMપિ कर्मभूमिषु जघन्यतः कोटिसहस्रपृथक्त्वमुत्कृष्टतोपि को टिसहस्रपृथक्त्वं भवन्ति । द्विप्रभृत्यानवभ्यः पृथक्त्वमिति सामयिकी संज्ञा, ततश्च जघन्यतोऽपि कोटिसहस्रद्वयादुपरि उत्कृष्टतोऽपि नवको टिसहस्राणि यावत् प्रमत्तसंयताः प्राप्यन्त इत्युक्तं भवति । इतरे तु पूर्वाभिहितशब्दार्था एवाप्रमत्तसंयत्ताः सङ्ख्याता लभ्यन्ते । प्रभत्तसंयतेभ्यः स्तोकतरा इत्यभिप्रायः । વૃજ્ય:- પૂર્વે કહેલા શબ્દાર્થવાળા (સ્વરૂપવાળા) પ્રમત્ત એટલે પ્રમત્તસંયતો તે સામાન્યથી પંદર કર્મભૂમિને વિષે વિચારીએ તો જઘન્યથી હજાર ક્રોડપ્રથકૃત્વ અને ઉત્કૃષ્ટથી પણ હજાર ક્રોડપૃથક્વ છે. અહીં બેથી પ્રારંભીને નવે સુધીની સંખ્યા તે પૃથક્વ એવી સિદ્ધાન્તની સંજ્ઞા છે, તે કારણથી જઘન્યથી પણ બે હજાર ક્રોડથી ઉપર અને ઉત્કૃષ્ટથી નવ હજાર ક્રોડ સુધી પ્રમત્ત સંયતો વર્તતા હોય છે, એમ કહ્યું છે. અને તેથી ઇતર એટલે અપ્રમત્ત સંયતો કે જેનું સ્વરૂપ પૂર્વે કહેવાયું છે તે સંખ્યાના વર્તતા હોય છે, અર્થાતુ પ્રમત્તસંયતોની અપેક્ષાએ અલ્પ વર્તે છે, એ ભાવાર્થ છે. હવે કર્મગ્રંથમાં અપ્રમત્તથી પ્રમત્ત સંયતો ઘણા કહ્યા છે, એટલે સંખ્યાતગુણા કહ્યા છે. પરંતુ નવ હજાર ક્રોડની સંખ્યા અપ્રમત્તોની કહી છે તેનો પાઠ આ પ્રમાણે : ‘લોજિ સામત હારે રહું વાપ૦ ૬૩ વર્ષથે ઘતુર્થે સૂક્ષ્મસંપાયાદિ ગુણસ્થાનવાળાથી નોાિ = સયોગિકેવલીઓ સંખ્યાતગુણા છે. તેથી અપ્રમત્ત સંયતો સંખ્યાતગુણા છે. અને તેથી પણ પ્રમત્ત સંયતો સંખ્યાતગુણા છે.એ ગાથાની - ૩ ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy