________________
તથા દુTM વ તસત્તિ મ = ત્રસ જીવોની કાયસ્થિતિ દ્વિગુણ સાધિક હજાર સાગરોપમ છે. એટલે બમણા કરવાથી [ સાધિક હજારને બમણા કરવાથી] સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમ જાણવા [ અહીં સાધિક શબ્દ વડે સંખ્યાત વર્ષ જેટલા અધિકતા જાણવી ]. જે કારણથી સિદ્ધાન્તમાં કહ્યું છે કે :
'तसकाइए' णं भंते ! तसकाइए त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहणणेणं अंतोमुहुत्तं उक्कोसेणं दो सागरोवमसहस्साई संखेज्जवासऽब्भहियाइं ।'
એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કહીને હવે જઘન્ય કાયસ્થિતિ કહેવાની ઇચ્છાએ કહે છે કે - સેસવિમાનો મુદ્દત્તતો. ઉત્કૃષ્ટ કાયસ્થિતિના પક્ષથી – વિભાગથી સસ - બાકી રહેલો જે વિભાગ એટલે કાયસ્થિતિ પક્ષ, અર્થાત્ કાયસ્થિતિરૂપ વિભાગ એ જ પક્ષ તે વિભાગપક્ષ એટલે વિભાગ. તે વિભાગપક્ષ અહીં જઘન્ય કાયસ્થિતિરૂપ જ કહેલો છે [પરંતુ મધ્યમ કાયસ્થિતિરૂપ નહિ], કારણ કે જઘન્ય પક્ષ અને ઉત્કૃષ્ટ પક્ષ એ બે પક્ષ કહ્યા છે તે બેના અંતરાલમાં (વચમાં) રહેલો મધ્ય પક્ષ તો સુખે સમજી શકાય છે. તે જઘન્ય કાયસ્થિતિરૂપ વિભાગ તો અહીં સર્વ સ્થાને અન્તર્મુહૂર્ત પ્રમાણ જાણવો. [ અહીં “સર્વત્રા' એ શબ્દનો ભાવાર્થ આ પ્રમાણે છે કે –] જે જે સ્થાનોમાં જેિ જે જીવભેદોમાં ] પૂર્વે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કહી, તે તે સર્વે સ્થાનોમાં (જીવભેદોમાં) જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્તપ્રમાણ જાણવી, એ ભાવાર્થ છે. એ પ્રમાણે ૨૧૮મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૧૮ રૂતિ નૈઋસ્થિતિન: || ૧, હે ભગવન ! ત્રસકાયિક જીવ ત્રસકાયાપણામાં જ રહે તો કાળથી કેટલા દીર્ઘ કાળ સુધી રહે ? ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમ સુધી રહે. ૨. જઘન્ય કાયસ્થિતિ કાળથી એકાદિ સમય અધિક તે યાવતું ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળથી એક સમય ન્યૂન સુધીની સર્વે સ્થિતિઓ મધ્યમ કાયસ્થિતિઓ જાણવી. ૩. અહીં કાયસ્થિતિના સંબંધમાં જે વિશેષ વક્તવ્ય છે તે આ પ્રમાણે :
બાદર પર્યાપ્ત પૃથ્વીકાયાદિકની કાયસ્થિતિ જે સંખ્યાત હજાર વર્ષ ઇત્યાદિ કહી, તે પોતાના ઉત્કૃષ્ટ ભવાયુષ્યથી આઠ આઠ ગુણી જાણવી. કારણ કે ઉત્કૃષ્ટ આયુષ્યવાળો પર્યાપ્ત પૃથ્વીકાય જીવ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પર્યાપ્ત પૃથ્વીકાયમાં નિરન્તર આઠ ભવ સુધી ઉત્પન્ન થાય છે, તે કારણથી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયાદિકની કાયસ્થિતિ એ પ્રમાણે આઠ ગુણી પ્રાપ્ત થાય છે. શ્રી દ્રવ્યલોક પ્રકાશમાં કહ્યું છે કે -
पर्याप्तत्वे बादरायाः, क्षितेः कायस्थितिर्भवेत् ।
वत्सराणां लक्षमेकं, षट्सप्ततिसहस्रयुक् ।।१।। ઉર્થ: પર્યાપ્તપણામાં બાદર પૃથ્વીકાયની (બાદર પર્યાપ્ત પૃથ્વીકાયની કાયસ્થિતિ છોંતેર હજારસહિત એક લાખ વર્ષ જેટલી [૧૭૬000 વર્ષની] છે. ||૧|| એ કાયસ્થિતિ પ્રાપ્ત થવાનું કારણ દર્શાવાય છે કે –
भवेदष्टभवान् यावत्, ज्येष्ठायुः क्षितिकायिकः ।
ज्येष्ठायुष्कक्षितित्वेनो-त्पद्यमानः पुनः पुनः ।।२।। Gર્થ:- ઉત્કૃષ્ટ આયુષ્યવાળો પૃથ્વીકાય જીવ વારંવાર ઉત્કૃષ્ટાયુષ્યવાળા પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય તો નિરન્તર આઠ ભવ સુધી ઉત્પન્ન થાય. //રા $ માવત્યાં - મવાસેvi Mદur તો મવદિUT|Tદું, ૩ોસેvi પમ વરસાદUITહું [ભવના આદેશથી જઘન્યથી બે ભવનું ગ્રહણ અને ઉત્કૃષ્ટથી આઠ ભવનું ગ્રહણ કરે ].
તથા તિર્યંચ પંચેન્દ્રિયો સાત અથવા આઠ ભવ નિરન્તર કરે એમ જે કહ્યું તે સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિય આશ્રયિ જ એ કાયસ્થિતિ કહી છે, એમ ન જાણવું, પરંતુ તેના જલચરાદિ વિશેષભેદો ને પ્રત્યેકને આશ્રયિ પણ સાત-આઠ For Privat 9 Zersonal Use Only
www.jainelibrary.org
Jain Education International