________________
[ત્રસ તિ] ત્રસની કાયસ્થિતિ તેથી દ્વિગુણ - બમણી (સાધિક બે હજાર સાગરોપમ) છે, તથા શેષ વિભાગ એટલે જઘન્ય કાયસ્થિતિ સર્વત્ર [દેવ - નારક વર્જીને] અન્તર્મુહૂર્ત છે. ૨૧૮
ટીદાર્થ: પર્યાપ્તાપણું નહિ છોડીને વારંવાર પર્યાપ્તામાં ઉત્પન્ન થતા પર્યાપ્ત જીવની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કંઈક અધિક શતપૃથક્વ [ ઘણા સો-સેંકડો ] સાગરોપમ જેટલી છે. અહીં ‘છે” એ અધ્યાહાર્ય પદ જાણવું. જે કારણથી સિદ્ધાન્તમાં કહ્યું છે કે –
‘पज्जत्तए णं भंते ! पज्जत्तए त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं ।'
તથા સાંનિંદ્રિા - સકલ એટલે પરિપૂર્ણ અર્થાતુ પાંચે ઈદિય = ઈન્દ્રિયો છે જેઓને તે સકલેન્દ્રિય એટલે પંચેન્દ્રિય; તેઓની ઉધનામાનિ = સાગરોપમ, તે સાગરોપમોનું એક હજાર અર્થાત્ એક હજાર સાગરોપમ, તેથી અધિક ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. [પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ એક હજાર સાગરોપમથી અધિક છે.] વળી એ કાયસ્થિતિ તો પ્રથમ એકાન્તરિત [વચ્ચે એક ગાથા છોડીને તે પહેલાની ૨૧૬મી ] ગાથામાં નિર્ણયપણે – નિશ્ચયથી કહેલી જ છે.
પ્રશ્નઃ જો એમ છે [ એટલે પંચેન્દ્રિયની કાયસ્થિતિ ૨૧૬મી ગાથામાં કહી છે] તો અહીં [આ ગાથામાં] તેનું પુનઃ કથન કેમ કર્યું?
ઉત્તર: તે પ્રશ્ન સત્ય છે. પરંતુ પૂર્વે [ ૨૧૬મી ગાથાની વૃત્તિમાં] બે વ્યાખ્યા કરેલી છે, [પર્યાપ્તપક્ષરહિત અને પર્યાપ્તસહિત વ્યાખ્યા કરી છે ] ત્યાં પૂર્વે (૨૧૬ મી ગાથામાં) પર્યાપ્ત વિશેષણવાળી વ્યાખ્યાના પક્ષે પર્યાપ્ત વિશેષણવાળા પંચેન્દ્રિયની કાયસ્થિતિ કહી છે, [ પર્યાપ્ત પંચેન્દ્રિયની કાયસ્થિતિ કહી છે ]. અને અહીં (આ ગાથામાં) તો પર્યાપ્તવિશેષણરહિત પંચેન્દ્રિયોની કાયસ્થિતિ કહી છે, એ તફાવત છે. અને પૂર્વે (૨૧૬મી ગાથામાં) પર્યાપ્ત વિશેષણરહિતનો જે પક્ષ (જ કાયસ્થિતિ), તે તો આ ગ્રંથકર્તાને ઈષ્ટ નથી એમ જણાય છે.
વળી અન્ય આચાર્યો તો પર્યાપ્ત પંચેન્દ્રિયોની પણ કાયસ્થિતિ સાધિક હજાર સાગરોપમ છે, એ રીતે આ ગાથાની વ્યાખ્યા કરે છે. અને તે વ્યાખ્યા અયુક્ત જ છે. કારણ કે સિદ્ધાન્તમાં પર્યાપ્ત પંચેન્દ્રિયોની કાયસ્થિતિ સાધિક સાગરોપમ શતપૃથક્વ જેટલી જ કહી છે. [ પરંતુ સાધિક હજાર સાગરોપમ જેટલી નથી કહી], તેમજ પુનરુક્તિ દોષનો પણ પ્રસંગ પ્રાપ્ત થાય છે, [ એટલે પુનઃકથનરૂપ દોષ પણ આવે છે માટે અયુક્ત છે]. ૧. હે ભગવન્! પર્યાપ્ત જીવ પર્યાપ્તપણામાં કાળથી કેટલા કાળ સુધી રહે? ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ત સાગરોપમથી કંઈક અધિક, ૨. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે - ૨૧૬મી ગાથામાં આ ગ્રંથકર્તાને પર્યાપ્તવિશેષણરહિતનો પક્ષ ઈષ્ટ નથી એટલે તે ગાથામાં પથવિશેષણરહિત પંચેન્દ્રિયની કાયસ્થિતિ કહેવાનો ઉદ્દેશ વિચાર્યો નથી, પરંતુ પર્યાપ્ત પંચેન્દ્રિયની કાયસ્થિતિ કહેવાનો ઉદ્દેશ ગ્રંથકર્તાએ વિચાર્યો છે. પુનઃ આ ગાથાના અવતરણમાં વૃત્તિકર્તાએ “પૂર્વ ગાથામાં સામાન્યથી પંચેન્દ્રિયની કાયસ્થિતિ કહી' એમ કહ્યું તે પણ વિચારણીય છે, કારણ કે સામાન્ય પંચેન્દ્રિયની કાયસ્થિતિ તો આ ગાથામાં કહેવાય છે. ૩. પર્યાપ્ત પંચેન્દ્રિયોની કાયસ્થિતિ ૨૧૬મી ગાથામાં કહેવાઈ ગઈ છે, અને પુનઃ આ ગાથામાં પણ પર્યાપ્ત પંચેન્દ્રિયની કાયસ્થિતિ કહે તો પુનર્જી ટોપ ગણાય.
Jain Education International
૩૧૭ For Private & Personal Use Only
www.jainelibrary.org