SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ થાર્થ: કીન્દ્રિયાદિ જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે બાર વર્ષ, ઓગણપચાસ દિવસ, અને છ માસ જેટલું છે. તથા મનુષ્યોનું અને તિર્યંચ પંચેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ છે. ૨૦૮ ટીછાર્થ આ ગાથામાં “શ્રીન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨ વર્ષ છે' ઇત્યાદિ સંબંધ અનુક્રમે જોડવો. તથા ત્રીન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૯ દિવસ [ઓગણપચાસ દિવસ]નું છે. ચતુરિન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ માસનું છે. ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ છે. વળી અહીં તિર્યંચગતિનું ભવાયુષ્યકાળ પ્રમાણ કહેવાનો પ્રસંગ [આ ગાથામાં હોવા છતાં [પૂર્વ ગાથાની વૃત્તિના પર્યન્ત આ ગાથાના અવતરણમાં પ્રતિપાદન કર્યા છતાં] પણ જે મનુષ્યના પણ ઉત્કૃષ્ટ આયુષ્યનું પ્રતિપાદન કર્યું તે એ બન્નેનું [ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યનું આયુષ્ય એક સરખું હોવાથી ગ્રંથના લાઘવ [સંક્ષેપ માટે છે, જેથી એ બાબતમાં આ તો અસંબદ્ધ ભાષણ કર્યું એવી શંકા ન કરવી. એ ૨૦૮મી ગાથાનો અર્થ સમાપ્ત. I૨૦૮|| - અવતરણ : પૂર્વ ગાથામાં તિર્યંચ પંચેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમ કહ્યું તે તો સામાન્યથી તિર્યંચ પંચેન્દ્રિયોનું આયુષ્ય કહ્યું. પરન્તુ તિર્યંચ પંચેન્દ્રિય એ તો વિશેષથી વિચારતાં સમૂર્છાિમ જલચર આદિ ભેદથી ઘણા પ્રકારના ભેદવાળા છે, તેમાંથી આ ગાથામાં પ્રથમ સમૂર્ણિમ જલચરો, સ્થલચરો અને ખેચરોનું ઉત્કૃષ્પ આયુષ્ય કહે છે : जलथलखहसम्मुच्छिम - पनत्तुक्कोसपुव्वकोडीउ । वासाणं चुलसीई, बिसत्तरी चेव य सहस्सा ॥२०९॥ માથાર્થ સમૂર્છાિમ પર્યાપ્તા જલચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષ છે. સમૂર્ણિમા પર્યાપ્ત સ્થલચરનું [ચતુષ્પદનું આયુષ્ય ૮૪૦૦૦ વર્ષનું છે, અને સમૂર્ણિમ પર્યાપ્ત નેચરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નિશ્ચય ૭૨૦૦૦ વર્ષનું છે. ૨૦૯ ટીશર્થ: આ ગાથામાં પણ અર્થ કરતી વખતે ન= જલચર ઈત્યાદિ ત્રણ પદોનો સંબંધ અનુક્રમે પુāછોડી = પૂર્વક્રોડ ઈત્યાદિ ત્રણ સંખ્યાપદો સાથે જોડવો. જેથી અર્થ આ પ્રમાણે – પર્યાપ્ત સમૂર્છાિમ જલચરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષનું છે, પર્યાપ્ત સમૂર્છાિમ સ્થલચરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચોર્યાસી હજાર વર્ષ [૮૪000 વર્ષ) છે, અને પર્યાપ્ત સમૂર્છાિમ ખેચરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ન્હોતેર હજાર વર્ષ [૭૨૦૦૦ વર્ષનું છે. એ ૨૦૯મી ગાથાનો અર્થ સમાપ્ત. |૨૦૯તી. અવતરણ : પૂર્વ ગાથામાં સામૂર્છાિમ જલચરાદિકનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહીને હવે આ ગાથામાં ગર્ભજ પર્યાપ્ત જલચરાદિકનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહેવાય છે : तेसिं तु गत्भयाणं, उक्कोसं होइ पुय्यकोडीउ ।। तिण्णि य पल्ला भणिया, पल्लस्स असंखभागो उ ॥२१०॥ ૧. અહીં અનુક્રમ તે વાસ પદનો વાસfor સાથે, પન્ન પદનો રિવાની સાથે, અને છવિનો માસ સાથે સંબંધ જોડવો. Jain Education International For Privat30 Rersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy