SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ એકેક સાગરોપમ અધિક જાણવો, પરંતુ અનુત્તર વિમાનોમાં તો બે સાગરોપમ અધિક કહેવા. કારણ કે સિદ્ધાન્તોમાં અનેક સ્થાને પાંચે અનુત્તર વિમાનોમાં ૩૩ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તેમાં પણ સર્વાર્થસિદ્ધ વિમાનમાં જઘન્ય સ્થિતિનો પણ અભાવ હોવાથી એ પાંચમા અનુત્તરની તો નહિ જઘન્ય કે નહિ ઉત્કૃષ્ટ એવી અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિ જ જાણવી, - એ વિશેષ છે. એ પ્રમાણે ૨૦૬ઠ્ઠી ગાથાનો અર્થ સમાપ્ત. ૨૦૬ રૂતિ वैमानिकदेवानामायुःप्रमाणम् ।। વતરણઃ પૂર્વ ગાથામાં વૈમાનિકોનું આયુષ્ય કહીને હવે તિર્યંચ ગતિમાં આયુષ્ય કહેવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં આ ગાથામાં પ્રથમ એકેન્દ્રિયોનું ભવાયુષ્યકાળનું પ્રમાણ [ આયુ:પ્રમાણ ] કહેવાય છેઃ बावीस सत्त तिनि य, वाससहस्साणि दस य उक्कोसा । पुढविदगानिलपत्ते-यतरुसु तेऊ तिरायं च ॥२०७॥ થાર્થ: પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે, અપકાયનું સાત હજાર વર્ષનું, વાયુકાયનું ત્રણ હજાર વર્ષનું, પ્રત્યેકવનસ્પતિનું દશ હજાર વર્ષનું અને અગ્નિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ રાત્રનું [ ૩ દિવસનું ] છે. ૨૦થી રીક્ષાર્થ: અહીં વાવીસ ઇત્યાદિ પદોની સાથે પુઢવી ઇત્યાદિ પદોનો સંબંધ અનુક્રમે જોડવો. વળી પૃથ્વી આદિ એકેન્દ્રિયો સિદ્ધાન્તમાં સૂક્ષ્મ-બાદર ઇત્યાદિ અનેક ભેદવાળા ગણાય છે. તેમાં અહીં બાદર [બાદર પર્યાપ્ત ] એકેન્દ્રિયોનું જ આયુષ્ય અને તે પણ ઉત્કૃષ્ટ જ આયુષ્ય કહ્યું છે એમ જાણવું. અને એ બાદર એકેન્દ્રિયોનું જઘન્ય આયુષ્ય તથા સૂક્ષ્મ એકેન્દ્રિયોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બન્ને પ્રકારનું આયુષ્ય તે આગળ કહેવામાં આવશે. ત્યાં બાદર પૃથ્વીકાય જીવોનું વાવી = બાવીસ હજાર વર્ષ (૨૨૦૦૦ વર્ષ) ઉત્કૃષ્ટ આયુષ્ય છે. સત્ત એટલે બાદર અપકાયનું સાત હજાર વર્ષ (૭૦૦૦ વર્ષ) ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તિત્રિ -એટલે બાદર વાયુકાયિક જીવોનું (૩000 વર્ષ) ત્રણ હજાર વર્ષ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. બાદર પ્રત્યેક - વનસ્પતિ જીવોનું ૧૦,૦૦૦ વર્ષ (દશ હજાર વર્ષ) ઉત્કૃષ્ટ આયુષ્ય છે, અને બાદર અગ્નિકાય જીવોનું ત્રણ રાત્ર એટલે ત્રણ અહોરાત્ર [ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ એટલું ઉત્કૃષ્ટ આયુષ્ય છે, - એ ભાવાર્થ છે. એ ૨૦૭મી ગાથાનો અર્થ સમાપ્ત. // તિ बादरएकेन्द्रियाणामायुःप्रमाणम् ।।२०७।। નવતર પૂર્વ ગાથામાં એકેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ ભવાયુષ્યકાળ પ્રમાણ કહીને હવે આ ગાથામાં કીન્દ્રિયાદિનું ઉત્કૃષ્ટ ભવાયુષ્યકાળ પ્રમાણ કહેવાય છે? बारस अउणप्पन, छप्पिय वासाणि दिवसमासा य । बेइंदियाइयाणं, नरतिरियाणं तिपल्लं च ॥२०८॥ Jain Education International For Private 30 sonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy