________________
થાર્થઃ અસુરકુમાર નામના પહેલા ભવનપતિ દેવોમાં દક્ષિણશ્રેણિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ છે, અને બીજી ઉત્તરશ્રેણિના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમથી કંઈક અધિક છે. બીજા નાગકુમાર વગેરે નવ નિકાયના દક્ષિણશ્રેણિના ભવનપતિઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય દોઢ પલ્યોપમ છે, અને ઉત્તરશ્રેણિના નવ નિકાયોનું દેશોન બે પલ્યોપમ છે. તથા વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ છે. ૨૦૪
ટીાર્થઃ અહીં સિદ્ધાંતરૂપી સમુદ્રમાં ભવનપતિ દેવો અસુરકુમા૨ાદિ ભેદથી દશ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણેઃ
असुरा नाग सुवण्णा, विज्जू अग्गी य दीव उदही य ।
दिसि वाउ तहा थणिया, दस भेया हुंति भवणवई ||१||
અર્થ :- અસુરકુમા૨-નાગકુમાર -સુપર્ણકુમાર -વિદ્યુકુમાર - અગ્નિકુમાર-દ્વીપકુમાર -ઉદધિકુમાર -દિક્કુમાર -વાયુકુમાર તથા સ્તનિતકુમા૨ એ દશ પ્રકારના ભવનપતિ દેવો છે ૧૫
વળી એ અસુરકુમા૨ાદિ દશે પ્રકારના દેવો દરેક બે બે પ્રકારના છે, – મેરુપર્વતથી દક્ષિણ દિશિમાં રહેનારા, અને મેરુપર્વતની ઉત્તર દિશિમાં રહેનારા. ત્યાં સુરેલુ સારૂં એટલે મેરુપર્વતની દક્ષિણ દિશિએ રહેનારા અસુરકુમાર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ છે, [ સાર સાગરોપમ એ અર્થ પ્રમાણે ] એ ભાવાર્થ. તથા અહિય એટલે મેરુપર્વતની ઉત્તરદિશમાં રહેનારા અસુરકુમાર દેવોની અધિક સ્થિતિ અર્થાત્ એજ સાગરોપમ સ્થિતિથી કંઈક અધિક સ્થિતિ જાણવી.
તથા નાળું = નાગકુમા૨ાદિકની, એમાં આદિ શબ્દથી સુવર્ણકુમા૨ અને વિદ્યુકુમાર વગેરે દક્ષિણ દિશિમાં રહેનારા નવ ભવનપતિ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તું પડ્યું સાર્ધપલ્યોપમ એટલે દોઢ પલ્યોપમ, અને ઉત્તર દિશિમાં રહેનારા એજ નાગકુમારાદિ નવ નિકાયના ભવનપતિ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ તુવે ય વેસૂ = દેશોન [કંઈક ન્યૂન ] બે પલ્યોપમ જેટલી છે.
=
-
ઉત્તર દિશિમાં રહેનારા એ ભવનપતિઓ સ્વભાવથી જ શુભ ઉત્તમ - મહત્તાવાળા અને દીર્ઘાયુષ્યવાળા છે, અને દક્ષિણ દિશિમાં રહેનારા ભવનપતિઓ એથી વિપરીત [ એટલે ન્યૂન મહત્તાવાળા અને ન્યૂન આયુષ્યવાળા ] છે.
તથા વ્યન્તર દેવો જે પિશાચ, ભૂત, યક્ષ વગેરે ભેદથી આઠ પ્રકારના છે, તે સર્વેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોપમ જ છે. તથા દક્ષિણ દિશિમાં રહેનારા અસુરકુમા૨ોનો ઇન્દ્ર જે ચમરેન્દ્ર તેની દેવીઓનું [ચમરેન્દ્રની ઇન્દ્રાણીઓનું ] ઉત્કૃષ્ટ આયુષ્ય સાડા ત્રણ પલ્યોપમ છે, અને ઉત્તર
Jain Education International
For PrivPersonal Use Only
www.jainelibrary.org