________________
તથા દેવો અને સંક્ષિપંચેન્દ્રિય તિર્યંચોને પહેલા પાંચ સમુદ્યાત છે. કારણ કે એ જીવોને તેજલબ્ધિનો પણ સંભવ છે. અને આહારક સમુદ્યાત તથા કેવલિ સમુદ્દઘાત એ બે સમુદ્યાત નહિ હોવાનું કારણ તો પૂર્વે (બાદર પર્યાપ્ત વાયુ અને નારકોને અંગે) જે હેતુ કહ્યો તે અહીં પણ જાણવો.
તથા પૂર્વે કહેલ [મનુષ્ય-વાયુ-નારક-દેવ-તિર્યંચ પંચેન્દ્રિય એ] જીવભેદો સિવાયના બાકી રહેલા પૃથ્વી-અપ-અગ્નિ-બાદર પર્યાપ્ત સિવાયના વાયુ – વનસ્પતિ - હીન્દ્રિય - ત્રીન્દ્રિય - ચતુરિન્દ્રિય અને અસંક્ષિપંચેન્દ્રિય એ જીવભેદોમાં પ્રથમના ત્રણ સમુદ્દઘાત જ વેિદના સમુદ્યાત, કષાય સમુદ્યાત અને મરણ સમુદ્રઘાત હોય છે, કારણ કે એ જીવોને વૈક્રિય સમુદ્દાત વિગેરે ચાર સમુદ્દઘાતની લબ્ધિનો અભાવ છે. એ પ્રમાણે ૧૯૩મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. // રૂતિ સમુદ્ધાતેપુ નીવમેવા: /
lસાત સમુઠ્ઠાતનું કાળપ્રમાણ // અવતર: એ પ્રમાણે પૂર્વ ગાથામાં સમુદ્યામાં પ્રાપ્ત થતા જીવભેદો [કયા જીવને કેટલા સમુદ્યાત હોય? તેવું કહીને હવે એ જ સમુદ્રઘાતોનું દરેકનું કાળપ્રમાણ આ ગાથામાં નિરૂપણ કરાય છે :
दंड कवाडे रुयए, लोए चउरो य पडिनियत्तंते ।
केवलिय अट्ठसमए, भिन्नमुहुत्तं भवे सेसा ॥१९४॥ Tથાર્થ: દંડરચનામાં, કપાટરચનામાં, રુચક (મંથાન) ૨ચનામાં, અને લોક પૂરવામાં એ દરેકમાં એકેક સમય થવાથી ચાર સમય, અને વિપરીત ક્રમે પ્રતિનિવર્તનમાં (સંહરણમાં) બીજા ચાર સમય મળીને કેવલિસમુદ્યાત આઠ સમયનો છે, અને શેષ છએ સમુદ્યાત અન્તર્મુહૂર્તપ્રમાણના છે. I૧૯૪ો.
વિવાર્થ: પૂર્વે કિવલિ સમુદ્યાતના વર્ણન પ્રસંગે કહેલી રીતિ પ્રમાણે પહેલે સમયે દંડ, બીજે સમયે કપાટ, ત્રીજે સમયે રુચક એટલે મંથાન, અને ચોથે સમયે લોક સર્વ પૂરાય છે; એ પ્રમાણે ચાર સમય થાય છે. પુનઃ સમુદ્યાતથી નિવૃત્ત થતાં પણ પૂર્વે કહેલી રીતિ પ્રમાણે જ [પાંચમે સમયે અત્તરસંહરણ, છ સમયે મંથાનસંહરણ, સાતમે સમયે કપાટસંહરણ અને આઠમે સમયે દંડસંહરણ એ રીતિ પ્રમાણે બીજા ચાર સમય થાય છે. એ રીતે કેવલિ સમુદ્યાત આઠ સમયનો છે, અને શેષ સર્વે પણ સમુદ્યાતો અન્તર્મુહૂર્ત પ્રમાણના છે, અને એ વાત પ્રથમ પણ [વૃત્તિમાં] કહેવાઈ ગઈ છે. એ ૧૯૪ની ગાથાનો અર્થ સમાપ્ત. ૧૯૪ll zત સમુદ્ધાતી कालमानम् ।।
+ ૧૪ ગુણસ્થાનોનું સ્પર્શનાક્ષેત્ર નવતરUT: એ પ્રમાણે પ્રથમ લોક આદિ સ્પર્શનીય ક્ષેત્ર કહ્યું. ત્યાર બાદ તે ક્ષેત્રને સ્પર્શનારા જીવોની અવસ્થાવિશેષ રૂપ જે સમુદ્યાત, તેનું સ્વરૂપ પણ કહ્યું. અને ક્ષેત્રને સ્પર્શનારા જીવોના ભેદ જે મિથ્યાદૃષ્ટિ, સાસ્વાદન વિગેરે ચૌદ જીવસમાસરૂપ છે, તે ચૌદ ગુણસ્થાનો જ ચાલુ વિષયવાળાં છે. માટે હવે તે ચૌદ ગુણસ્થાનમાંનું કયું ગુણસ્થાન કેટલા ક્ષેત્રની સ્પર્શના કરે
Jain Education International
૨૭૮ For Private & Personal Use Only
www.jainelibrary.org