SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન: એ સાતે સમુદ્યાતોનું સ્વરૂપ તો જાણવામાં આવ્યું, પરંતુ હવે સમુદ્યાતો સર્વે ક્યા જીવોને હોય છે? એ આશંકા. ઉત્તર: એ શંકાના ઉત્તરમાં કહેવાય છે કે – સત્ત મug નાયબ્યા એટલે પૂર્વે કહેલા એ સાતે સમુદ્યાત મનુષ્યોમાં એટલે મનુષ્યજાતિમાં તેમનુષ્યગતિમાં) જુદા-જુદા જીવોને આશ્રય હોય છે. [પરંતુ એક જીવને સમકાળે સાતે સમુઘાત હોય નહિ એ તાત્પર્ય છે. એ ૧૯૨મી ગાથાનો અર્થ સમાપ્ત. ૧૯૨ા. વતરણ: પૂર્વ ગાથામાં મનુષ્યોને સાત સમુદ્રઘાત કહ્યા તો શેષ જીવોને કોને કેટલા સમુદ્યાત હોય? એ આશંકાનું સમાધાન આ ગાથામાં કહે છે? पजत्त बायराऽनिल - नेरइएसु य हवंति चत्तारि । पंच सुर - तिरियपंचिं-दिएसु सेसेसु तिगमेव ॥१९३॥ ગાથાર્થ: પર્યાપ્ત બાદર વાયુકાય અને નારકોને ચાર સમુદ્યાત હોય છે, અને દેવોને તથા તિર્યંચ પંચેન્દ્રિયોને પહેલા પાંચ સમુદ્યાત હોય છે, અને શેષ જીવોમાં ત્રણ-ત્રણ સમુદ્યાત હોય છે. ૧૯૩ી ટીદાર્થ: વૈક્રિય શરીર રચવાની લબ્ધિ-શક્તિવાળા પર્યાપ્ત બાદર વાયુકાય અને નારકોને પહેલા ચાર સમુદ્યાત છે, કારણ કે તૈજસ્ લબ્ધિનો એ જીવોમાં અભાવ હોવાથી તેઓને તૈજસ સમુદ્યાત નથી, તેમ જ આહારક સમુદ્યાત પણ નથી; કારણ કે આહારક સમુદ્યાત તો ચૌદ પૂર્વના જ્ઞાની મુનિઓને જ હોય છે. તથા કેવલિ સમુદ્યાત પણ એ જીવોને નથી. કારણ કે કેવલિ સમુદ્યાત તો ક્ષાયિક જ્ઞાન-દર્શન-ચારિત્રવાળા કેવલીઓને જ હોય છે. અસંખ્ય વર્ષો જેટલી સ્થિતિના ઘાત થઈ થઈને સયોગીના અન્ય સમયે જ્યારે આયુષ્યની સ્થિતિ પંચહસ્તાક્ષરોચ્ચાર પ્રમાણ અન્તર્મુહૂર્ત જેટલી બાકી રહે છે, ત્યારે તે વખતે ત્રણ કર્મોની સ્થિતિ પણ તેટલી જ બાકી રહે છે. જેથી અયોગીના અન્ય સમયે ચારે કર્મોનો ક્ષય સમકાળે એક જ સમયમાં થઈ શ્રી કેવલી ભગવાન નિર્વાણ પામે છે, એટલે સર્વ કર્મ રિહિત થઈ અનંત અખંડ અવ્યાબાધ ઇત્યાદિ અનેક વિશેષણોવાળા મોક્ષસુખને લોકાગ્રે જઈ અનુભવે છે. વળી આ કેવલિ સમુદ્રઘાત સર્વે કેવલી ભગવાન કરે જ એવો નિયમ નથી. કારણ કે જે કેવલીને એ ત્રણ કર્મોની સ્થિતિ સયોગીના અન્ય સમયે આયુષ્યતુલ્ય જ રહે એવી હોય, તો તે કેવલીઓ સમુદ્દઘાત કરતા નથી. અને જે સયોગીના અન્ય સમયે વિષમ સ્થિતિ રહે તેવું હોય તો તે કેવલીઓ અવશ્ય સમુદ્રઘાત કરે. જેથી કહ્યું છે કે : अगंतूणं समुग्घाय - मणंता केवली जिणा । जरमरणविप्पमुक्का, सिद्धिं वरगई गया ।।१।। અર્થ :- અનન્ત કેવલી ભગવાનો સમુદ્રઘાત નહિ પામીને (નહિ કરીને) પણ જરા અને મરણથી મુક્ત થયા છતા ઉત્તમ સિદ્ધિગતિને પ્રાપ્ત થયા. ૧ તથા કેવલિસમુદ્રઘાતના શેષકાળસંબંધમાં શાસ્ત્રોમાં વર્ણવેલી જે ગાથા છે તે આ પ્રમાણે : ___ छम्मासाऊसेसे, उप्पन्नं जेसि केवलं नाणं । ते नियमा समुग्घाइय, सेसा समुग्धाय भइयव्वा ।।१।। [એ ગાથાનો જુદા જુદા પ્રકારનો અર્થવિસ્તાર શ્રી આવશ્યક ચૂર્ણિ આદિથી જાણવા યોગ્ય છે. શ્રી પ્રજ્ઞાપનાજીમાં તો કેવલીનું આયુષ્ય અન્તર્મુહુર્ત બાકી રહે છે ત્યારે જ સમુદ્રઘાત કરે છે. એ સ્પષ્ટ અર્થ છે. ] તથા સમુદ્રઘાતનું ઘણું વર્ણન તો શ્રી પ્રજ્ઞાપનાજીના ૩૬ મા સમુદ્રઘાત પદમાં છે. //તિ ફેવતિસમૃદુધાતા વિશેષસ્વરૂપમૂ| For Private? sonal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy