________________
વર્તે છે. ૧૭૮
ટીાર્થઃ પ્રથમ મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનવર્તી જીવો તો સંપૂર્ણ ચૌદ રાજલોકમાં પ્રાપ્ત થાય છે; કારણ કે સૂક્ષ્મ એકેન્દ્રિયો સર્વ લોકાકાશમાં વર્તે છે, અને તે સર્વે પણ મિથ્યાદૃષ્ટિઓ જ છે, માટે મિથ્યાદૃષ્ટિઓને સમગ્ર લોકવર્તી કહ્યા તે યુક્ત જ છે.
.
તથા અસંહમાપુ ય સેસયા હોતિ – [ શેષ જીવો અસંખ્યાતમા ભાગમાં છે ], એમાં શેષ એટલે સાસ્વાદન ગુણસ્થાનવાળા, મિશ્ર ગુણસ્થાનવાળા અને અવિરતસમ્યગ્દૃષ્ટિથી પ્રારંભીને, સયોગિકેવલી વિના, સર્વે પણ ગુણસ્થાનવાળા જીવો [ ૨ - ૩ - ૪ - ૫ - ૬ - ૭ - ૮ - ૯ - ૧૦ - ૧૧ - ૧૨ - ૧૩ - ૧૪ એ બાર ગુણસ્થાનવાળા જીવો ] દરેક લોકના અસંખ્યાતમા ભાગમાં વર્તે છે. વળી મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનવાળા જીવો તો સર્વે સંક્ષિપંચેન્દ્રિયોમાં જ હોય છે, અને સાસ્વાદન ગુણસ્થાનવાળા જીવો અપર્યાપ્ત દ્વીન્દ્રિય, અપર્યાપ્ત ત્રીન્દ્રિય, અપર્યાપ્ત ચતુરિન્દ્રિય, અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય વગેરેમાં કોઈ અલ્પ સંખ્યાવાળા જ હોય છે [ સંક્ષિપંચેન્દ્રિયોમાં તો પર્યાપ્તમાં અને અપર્યાપ્તમાં પણ અલ્પ હોય છે ]. અને એ સંક્ષિપંચેન્દ્રિયાદિ જીવો અલ્પ સંખ્યાવાળા હોવાથી લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહેલા હોય છે; માટે સાસ્વાદન આદિ બાર ગુણસ્થાનવાળા જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં વર્તનારા કહ્યા તે યુક્ત જ છે. [ એ પ્રમાણે સયોગિકેવલી વિના ૧૩ ગુણસ્થાનનું ક્ષેત્ર કહ્યું ].
તથા ‘òત્તિ ગસંહમારો' ઇત્યાદિ; એટલે સયોગિકેવલી લોકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે. તે આ પ્રમાણે - એક સયોગી કેવલી સમુદ્દાતને જે વખતે પ્રાપ્ત નથી થયા, તે વખતે પોતાની સ્વાભાવિક અવસ્થામાં રહ્યા છતા; તેમજ સમુદ્દાત વખતે પણ કરેલી દંડ અવસ્થા તથા કપાટ અવસ્થામાં પણ લોકના અસંખ્યાતમા ભાગમાં જ વર્તતા હોય છે. અને માળેતુ વ [ અથવા અસંખ્ય ભાગોમાં એટલે ] મંથાન આકારને રચતા છતા પણ તે કેવલી લોકના અસંખ્યાત ભાગોમાં વર્તે છે, એ ભાવાર્થ છે. તથા સવ્વો! 7 [ અથવા સર્વ લોકમાં વર્તે છે, એટલે ] સમુદ્દાતના ચોથા સમયમાં જ્યારે સર્વલોકવ્યાપી થાય છે ત્યારે તે કેવલી સર્વ લોકમાં વર્તનારા પણ ગણાય છે. [ એ પ્રમાણે ૧૩મા ગુણસ્થાનનું ક્ષેત્ર ત્રણ રીતે દર્શાવ્યું છે ]. એ પ્રમાણે ૧૭૮મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૭૮॥
ગવતર: ૧૭૮મી ગાથામાં મિથ્યાદૃષ્ટિઓને સર્વલોકમાં વ્યાપ્ત કહ્યા. પરંતુ તે ૧. કેવલિસમુદ્દાત સમયે પ્રથમ અવસ્થિત અવગાહનામાંના આત્મપ્રદેશો દંડાકારે ઊર્ધ્વધઃ લોકાન્ત સુધી જાય છે. એ પ્રયત્ન સ્વાભાવિક અવસ્થાનના - અવગાહનાના સર્વક્ષેત્રમાંથી થયો, ત્યારબાદ બીજે સમયે જે કપાટ થાય છે તે પણ દંડની સર્વ અવગાહનામાંથી [ એટલે દંડના સર્વક્ષેત્રમાંથી ] થાય છે. એ બન્ને વખતે આત્મપ્રદેશવ્યાપ્ત ક્ષેત્રની અથવા આત્મપ્રદેશોની લંબાઈ જો કે લોકાંત સુધીની છે તો પણ જાડાઈ તો કેવલી ભગવંતના શરી૨પ્રમાણ જ છે, માટે એ સમુદ્દાતના પહેલા અને બીજા સમયમાં કેવલીના આત્મપ્રદેશો વડે વ્યાપ્ત થયેલું ક્ષેત્ર લોકના અસંખ્યાતમા ભાગ જેટલું જ છે. ત્યારબાદ ત્રીજે સમયે જે મંથરચના થાય છે તે પણ ક્યારે વ્યાપ્ત કરેલા સર્વક્ષેત્રમાંથી અર્થાત્ કપાટના સર્વ સ્થાનમાંથી [ સમગ્ર કપાટમાંથી ] થાય છે, પરંતુ કેવળ દંડ વિભાગ જેટલા મધ્યભાગમાંથી જ થાય છે એમ નહિ. જેથી સર્વ કપાટમાંથી નીકળતા આત્મપ્રદેશો લોકમાં સર્વત્ર વ્યાપ્ત થાય છે. પરંતુ લોકને અંતે જ્યાં કપાટક્ષેત્રની સમશ્રેણિ નથી તેવા કેટલાક ક્ષેત્રમાં આત્મપ્રદેશો વ્યાપ્ત થતા નથી, કારણ કે એ વખતે આત્મપ્રદેશોની ગતિ આકાશપ્રદેશોની સમશ્રેણિને જ અનુસરતી થાય છે, માટે લોકના પર્યન્તે રહેલા ઘણાં નિષ્કૃટસ્થાનો અને તે ઉપરાન્ત કપાટની સમશ્રેણિમાં નહિ રહેલું ક્ષેત્ર એ બન્ને આત્મપ્રદેશરહિત છે, અને તે ક્ષેત્ર સંપૂર્ણ લોકની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ જેટલું જ અલ્પ છે, અર્થાત્ તે ખાલી રહેલા ક્ષેત્ર જેવા અસંખ્ય ભાગ આત્મપ્રદેશ વડે વ્યાપ્ત છે, અને તે જ એક ભાગ આત્મપ્રદેશ
Jain Education International
૨૫૪ For Private & Personal Use Only
www.jainelibrary.org