________________
હાથ છે. (તાત્પર્ય કે સૌધર્મની અપેક્ષાએ અહીં વધુમાં વધુ એક હાથ ઓછો થાય). બ્રહ્મકલ્પ અને લાન્તકકલ્પ એ બે દેવલોકના (ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ શરીરહાનિવાળા) દેવોનું શરીર પાંચ હાથ છે. એ પ્રમાણે મહાશુક્ર અને સહસ્ત્રાર એ બે કલ્પના દેવોનું શરીર ચાર હાથનું છે. આનત, પ્રાણત, આરણ અને અય્યત એ ચાર કલ્પના (ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અને ઉત્કૃષ્ટ હીન શરીરવાળા) દેવોનું શરીર ત્રણ હાથનું છે. નવ રૈવેયકમાં સર્વથી ઉપરના (નવમા) રૈવેયકના દેવોનું શરીર બે હાથનું છે અને અનુત્તરવિમાનોમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવોનું શરીરપ્રમાણ એક હાથ છે. વળી એ દેવોના શરીરનું જઘન્ય પ્રમાણ તો પૂર્વે જ (૧૭૬મી ગાથામાં) અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું કહ્યું છે.
વળી એ દેવોનું શરીર પ્રમાણ જે સાત હાથ વગેરે કહ્યું તે ભવધારણીય [ સંપૂર્ણ ભવપર્યન્ત રહેનાર] સ્વાભાવિક શરીરની [મૂળ વૈક્રિય શરીરની] અપેક્ષાએ કહ્યું છે, અને ઉત્તરવૈક્રિય શરીર તો અશ્રુતદેવલોક સુધીના દેવોનું જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી એક લાખ યોજન જેટલું પોતાની મેળે જ જાણવું. તથા રૈવેયક અને અનુત્તરના દેવોને તો વૈક્રિયશરીર રચવાની લબ્ધિ હોવા છતાં પણ સ્વભાવથી જ કોઈપણ વખતે ઉત્તરવૈક્રિય શરીર રચતા નથી એમ જાણવું [ જેથી તેઓના ઉત્તરવૈક્રિય શરીરનું પ્રમાણ કહ્યું નથી]. વળી પૂર્વે કહેલું શરીરનું એ સર્વ પ્રમાણ ઉત્સવાંગુલના પ્રમાણથી જ જાણવું. કારણ કે સોદામાપુરૂષો મિને હં [ઉન્સેધાંગુલના પ્રમાણથી શરીર માપવું] એ શાસ્ત્રવચન હોવાથી. વળી આ કહેલું શરીરપ્રમાણ તો દિગ્દર્શનમાત્ર [ સંક્ષેપમાં જ કહેલું ] છે, અને અતિવિસ્તારથી તો દેવેન્દ્રનરકેન્દ્રસ્તવાદિ ગ્રંથોથી જાણવું. એ પ્રમાણે ૧૭૭મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. પતિ जीवभेदेषु क्षेत्रद्वारम् ।।१७७।।
liગુણસ્થાનોમાં ક્ષેત્રદ્વારની પ્રરૂપણા | નવતર: એ પ્રમાણે ક્ષેત્રદ્વારના ક્રમ પ્રમાણે [ક્ષેત્રદ્વારના સંબંધથી ] પ્રાપ્ત થયેલું જે ક્ષેત્રદ્વાર તે નારકાદિક જીવોની અવગાહના વિચારવાનું કહેવા દ્વારા કહ્યું [અર્થાત્ જીવભેદરૂપ જીવસમાસમાં ક્ષેત્રદ્વારનો વિચાર કહ્યો]. પ્રસ્તુત ગુણસ્થાનરૂપ જીવસમાસમાં ગુણસ્થાન દ્વારા ક્ષેત્રદ્વાર કહેવું જોઈએ તેને બદલે જે નારકાદિ જીવોના શરીરનું પ્રમાણ [તકૂપ ક્ષેત્ર] વિચાર્યું તેમાં કારણ તો પ્રથમ જ કહ્યું છે. હવે આ કહેવાતી ગાથાઓમાં તો તે જ ગુણસ્થાનરૂપ જીવસમાસોની મુખ્યતાએ જ અવગાહનાક્ષેત્ર કહેવાનું છે, તે લોકાકાશના વિભાગરૂપ પ્રમાણથી વિચારાય છે (કહેવાય છે). તે આ પ્રમાણે – [ અર્થાત્ હવે ગુણસ્થાનોમાં ક્ષેત્રદ્વાર કહેવાય છે]:
मिच्छा य सव्वलोए, असंखभागे य सेसया हुँति ।
केवलि असंखभागे, भागेसु व सव्वलोए वा ।।१७८॥ Tથાર્થ: મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનવાળા જીવો સર્વ લોકાકાશમાં છે. અને શેષ ગુણસ્થાનવર્તી જીવો લોકના અસંખ્યાતમાં ભાગમાં છે, તથા કેવલી ગુણસ્થાનવાળા [ ૧૩માં ગુણસ્થાનવતી કેવલીઓ] લોકના અસંખ્યાતમા ભાગમાં, તથા અસંખ્ય ભાગોમાં તેમજ સર્વ લોકમાં પણ
૧. જુઓ ૧૬૯મી ગાથાની વૃત્તિમાં. Jain Education International
For Privata 43ersonal Use Only
www.jainelibrary.org