________________
એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો ૧૬ રા રૂતિ ઇન્દ્રિયાનાં પ્રમાણમ્II
નવતર : હવે બાદર પર્યાપ્ત વાયુકાયમાં કેટલાક જીવો ઉત્તરક્રિય શરીર રચવાની લબ્ધિવાળા પણ છે. તેથી તેનું પ્રમાણ આ ગાથામાં કહે છેઃ
बायरवाउसमग्गा, भणिया अणुसमयमुत्तरसरीरा ।
पल्लासंखियभागे - णऽवहीरंतित्ति सव्वेवि ॥१६३॥ કથાઃ ઉત્તરવૈક્રિયશરીરી બાદર વાયુકાયજીવો સર્વે સમયે સમયે એકેક આકાશપ્રદેશ અપહરે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે, તેટલા સર્વ પ્રદેશોને સમકાળે અપહરે તેટલા પુસમયે = પ્રતિસમય કહ્યા છે. અથવા બીજો અર્થ : ઉત્તર વૈક્રિય શરીરવાળા સર્વે બાદર વાયુકાયજીવો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે સર્વ અપહરાય તેટલા પ્રતિસમય વિદ્યમાન કહ્યા છે. /૧૬ all
ટીદાર્થ: ગાથામાં વાયરા – બાદર કહેવાથી ઉપલક્ષણથી (અધ્યાહારથી) “પર્યાપ્તા” એવું પણ વિશેષણ ગ્રહણ કરવું. કારણ કે અપર્યાપ્ત જીવોને ઉત્તરવૈક્રિય શરીર રચવાનો અસંભવ છે. તેથી બાદર પર્યાપ્ત સર્વે પણ વાયુકાયજીવો જે પૂર્વે કહ્યા છે, તેમાંથી કેટલાક ઉત્તરવૈક્રિય શરીરવાળા વાયુકાયજીવો પ્રતિસમય-નિરન્તર વિદ્યમાન હોય છે, એ પ્રમાણે સોપસ્કાર (આગળ કહેવાતા ભાવાર્થ સાથે અનુસંધાનવાળી અથવા ઘટતી) વ્યાખ્યા કરવી.
વળી તે ઉત્તરવૈક્રિય શરીરવાળા બાદર પર્યાપ્ત વાયુકાયજીવો કેટલી સંખ્યાવાળા પ્રાપ્ત થાય છે ? તે કહે છે – એ સર્વે જીવો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે અપહરાય છે. અર્થાત્ પ્રતિસમય એકેક 'આકાશપ્રદેશ અપહરતાં જેટલા કાળે ક્ષેત્રપલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અપહરાય- ખાલી થાય, તેટલા કાળે વૈક્રિયશરીરવાળા વાયુકાયજીવો પણ પ્રતિસમય એકેકના અપહાર વડે સર્વે પણ સમાપ્ત થાય, એ ભાવાર્થ છે. અર્થાત્ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ, તેટલા વૈક્રિયશરીરવાળા બાદર પર્યાપ્ત વાયુકાયજીવો સર્વ મળીને છે એ તાત્પર્ય છે. (અર્થાત્ વૈક્રિયશરીરી વાયુજીવો પણ અસંખ્યાતા છે).
વળી આ બાબતમાં બીજા આચાર્યો એવી વ્યાખ્યા કરે છે કે – “બાદર પર્યાપ્ત વાયુકાયજીવો સર્વે પણ વૈક્રિયશરીરવાળા પ્રતિસમય પ્રાપ્ત થાય છે.” એ વાત અયુક્ત છે, કારણ કે સર્વ (ઉત્તર વૈક્રિય કરનારા તથા નહિ કરનારા તમામ) બાદર પર્યાપ્ત વાયુકાયજીવો તો લોકાકાશના સંખ્યામાં ભાગ જેટલા છે, એમ આ ગ્રન્થમાં જ પ્રથમ નિર્મીત રીતે કહેલું છે. અને આ ગાથામાં તો (ઉત્તરવૈક્રિય કરનારા વાયુકાયિક જીવો) ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા કહ્યા છે, તે કેમ ઘટે? અર્થાત્ ન ઘટે, [ માટે એ બે વાત બંધબેસતી નથી]. વળી, સિદ્ધાન્તમાં સર્વે બાદર પર્યાપ્ત વાયુકાયજીવોને વૈક્રિયશરીર હોવાનો નિષેધ પણ કર્યો છે. એ પ્રમાણે આ ગાથાર્થ સમાપ્ત થયો. ૧૬૩
અવતર: હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા હીન્દ્રિય, ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય અને ૧. ક્ષેત્રપલ્યોપમ એ કાળ છે, છતાં તેના આકાશપ્રદેશનો અપહાર કહ્યો, તેનું કારણ કે - એ કાળ પણ પલ્યરૂપ ક્ષેત્રની પ્રરૂપણાથી કહ્યો છે, માટે ક્ષેત્રપલ્યોપમની પ્રરૂપણા જેના ઉપરથી થઈ છે, તેવા ક્ષેત્ર પલ્ય અહીં ગ્રહણ કરવો.
Jain Education International
૨૩૮ For Private & Personal Use Only
www.jainelibrary.org