________________
सेसा तिण्णिवि रासी, वीसुं लोया भवे असंखेज्जा । साहरणा उ चउसुवि, वीसुं लोया भवेऽणंता ॥१६२॥
થાર્થ: શેષ ત્રણે રાશિઓ જુદા જુદા અસંખ્યાતા લોકાકાશ પ્રમાણ છે, અને ચારે રાશિના સાધારણ વનસ્પતિ જીવો ભિન્ન ભિન્ન અનંત લોકાકાશ પ્રમાણ છે. (એ પ્રમાણે એ સાતે રાશિનું પ્રમાણ જાણવું.) ૧૬ રા
ટીછાર્થ: પ્રત્યેકશરીરી એકેન્દ્રિયોના પ્રથમ ચાર રાશિ સંભવે છે. તે આ પ્રમાણે – ૧. બાદર પર્યાપ્ત, ૨. બાદર અપર્યાપ્ત, ૩. સૂક્ષ્મ પર્યાપ્ત, ૪. સૂક્ષ્મ અપર્યાપ્ત. ત્યાં પહેલા બાદર પર્યાપ્ત એકેન્દ્રિયરૂપ એક રાશિનું પ્રમાણ તો પૂર્વે કહેવાઈ ગયું. અને તે કહેલા રાશિ સિવાય બાકી રહેલા ત્રણ રાશિઓનું પ્રમાણ વીસું = વિષ્પક વિધ્વફ = જુદું જુદું અસંખ્યાત લોકાકાશ જેટલું છે. અર્થાત્ અસંખ્યાત લોકાકાશના જેટલા આકાશપ્રદેશ તેટલા પ્રમાણનો દરેક રાશિ છે. એ પ્રમાણે સામાન્યથી એ ટાણે રાશિ છે કે સરખી સંખ્યાએ કહ્યા છે તો પણ વિશેષથી સ્વસ્થાને પરસ્પર એ ત્રણે રાશિઓનું અલ્પબદુત્વ આ પ્રમાણે જાણવું :
અપર્યાપ્ત પ્રત્યેક શરીરી બાદર એકેન્દ્રિયજીવો અલ્પ છે, તેથી પ્રત્યેકશરીરી સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયો અસંખ્યાતગુણા છે, તેથી પણ સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક શરીરી જીવો સંખ્યાતગુણા છે, (એ પ્રમાણે એ ત્રણ રાશિનું અલ્પબદુત્વ જાણવું).
તથા બાદર પર્યાપ્તા – બાદર અપર્યાપ્તા - સૂક્ષ્મ પર્યાપ્તા અને સૂક્ષ્મ અપર્યાપ્તા એ ચારે પ્રકારના સાધારણ શરીરવાળા વનસ્પતિ એકેન્દ્રિયજીવોરૂપ ચારે રાશિઓનું પ્રમાણ જુદું જુદું અનન્ત લોકાકાશ જેટલું છે. અર્થાત અનન્ત લોકાકાશના જેટલા આકાશપ્રદેશો છે, તેટલા પ્રમાણનો એ પ્રત્યેક-દરેક રાશિ છે. એ પ્રમાણે એમાં પણ ચારે રાશિઓ જો કે સામાન્યથી સરખી સંખ્યાએ કહી છે, તો પણ એ ચાર રાશિઓનું સ્વસ્થાને પરસ્પર અલ્પબદુત્વ આ પ્રમાણે જાણવું: - સાધારણશરીરી બાદર પર્યાપ્ત એકેન્દ્રિયજીવો અલ્પ છે, તેથી સાધારણશરીરી બાદર અપર્યાપ્તજીવો અસંખ્યગુણા છે, તેથી સૂક્ષ્મ અપર્યાપ્ત (એકેન્દ્રિયજીવો) અસંખ્યાતગુણા છે. તેથી સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિયજીવો સંખ્યાતગુણા છે. તથા એ સાતે રાશિઓનું અલ્પબદુત્વ આ પ્રમાણે કહેવું
૧. પ્રત્યેકશરીરી બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયો સર્વથી અલ્પ છે, ૨. તેથી સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયો અસંખ્યાતગુણા છે. ૩. તેથી સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિયજીવો સંખ્યાતગુણા છે. ૪. તેથી બાદર પર્યાપ્ત સાધારણશરીરી એકેન્દ્રિયજીવો અનન્તગુણા છે. ૫. તેથી પણ બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયજીવો અસંખ્યાતગુણા છે. ૬. તેથી પણ સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયો અસંખ્યાતગુણા છે. ૭. તેથી પણ સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિયો સંખ્યાતગુણા છે.
૨૩૭ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org