________________
પૂર્વોક્ત પ્રમાણવાળા જેટલા ક્ષેત્રાખંડ (ખંડ) થયા છે, તેટલા ઉત્કૃષ્ટપદવર્તી સર્વ મનુષ્યો એક મનુષ્ય નથી તો પણ) અધિક ઉમેરીએ ત્યારે જ થાય, એમ સામર્થ્યથી સિદ્ધ થયું. અને એ પ્રમાણે પૂર્વ ગાથામાં સર્વ મનુષ્યો જે શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા કહ્યા તે કથન વિરોધવાળું નથી; કારણ કે એકેક મનુષ્ય પોતે અપહરેલા પૂર્વે કહેલા ક્ષેત્રખંડમાંના આકાશપ્રદેશોથી અસંખ્યાતમા ભાગે છે. તેથી કહેવાઈ ગયેલા સર્વ ક્ષેત્રખંડવાળી સંપૂર્ણ શ્રેણિથી પણ સર્વ મનુષ્યો અસંખ્યાતમા ભાગ જેટલા હોય તે નિર્ણાત જ છે, માટે હવે એ બાબતનો વિશેષ વિસ્તાર કરવવાથી સર્યું (અર્થાત્ એ બાબતમાં હવે એટલું જ વર્ણન પૂરતું છે જેથી વિશેષ કહેવાશે નહિ).
એ પ્રમાણે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ બન્ને પ્રકારે મનુષ્ય પંચેન્દ્રિયનું પ્રમાણ કર્યું. વળી આ મનુષ્યગતિમાં મિથ્યાદૃષ્ટિથી પ્રારંભીને અયોગી સુધીના ચૌદ જીવભેદ (ચૌદ ગુણસ્થાન) સંભવે છે, તેમાં સમૂર્છાિમ મનુષ્યોમાં સાસ્વાદનથી પ્રારંભીને અયોગી સુધીનાં ગુણસ્થાનો ઓઘથી કહેવા પ્રમાણાદિકને અનુસારે વિચારવાં (એટલે ગુણસ્થાનને અંગે જે દ્રવ્યપ્રમાણ - ગુણસ્થાનવર્તી જીવોનું પ્રમાણ વગેરે કહેવાયું છે તે અનુસારે યથાસંભવ વિચારવું). એ પ્રમાણે આ ગાથાનો ભાવાર્થ સમાપ્ત થયો. Tીતિ મનુષ્યપર્વેન્દ્રિયપ્રમUTમ્ ||૧૫૪ની
અવતરણ: હવે પંચેન્દ્રિયપ્રમાણના જ ચાલુ અધિકારમાં દેવગતિને વિષે ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી એ ત્રણ પ્રકારના દેવોનું પ્રમાણ આ કહેવાતી એક જ ગાથા વડે કહેવાય છે (અને ચોથા પ્રકારના વૈમાનિકદેવનું પ્રમાણ આગળ કહેવાશે) :
सेढी उ असंखेजा, भवणे वणजोइसाण पयरस्स ।
संखेजजोयणंगुल, दोसयछप्पत्रपलिभागो ॥१५५॥ માથાર્થ ભવનપતિ દેવો અસંખ્યાત શ્રેણિઓ જેટલા છે. અને સંખ્યાત યોજન પ્રમાણ એક શ્રેણિ વડે પ્રતરના ભાગ જેટલા વ્યંતરદેવો છે, તથા બસો છપ્પન અંગુલ પ્રમાણની એક શ્રેણિ વડે પ્રતર અપહરાય એટલા જ્યોતિષી દેવો છે. ૧પપી.
ટાર્થ સેઢી ૩ સંવેજ્ઞા મવો ઇત્યાદિ. આ પદમાં વિભક્તિનો વિપર્યય – ફેરફાર થવાથી તેમજ પદના એક દેશ વડે પણ સંપૂર્ણ પદ સમજવાના ન્યાયથી મવ એટલે ભવનપતિ દેવો જાણવા. અને તે દેવો પ્રતરના અસંખ્યાતમા ભાગમાં વર્તતી અસંખ્ય શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા જાણવા. વળી તે શ્રેણિઓના વિસ્તારનું પ્રમાણ તો આગળ કહેવાશે. - વM-ગોસUT – એટલે વ્યત્તરોનું અને જ્યોતિષી દેવોનું પ્રમાણ અનુક્રમે આ પ્રમાણે જાણવું- સંખ્યાત યોજનપ્રમાણ દીર્ઘ એવી એક પ્રદેશાત્મક આકાશશ્રેણિ વડે પ્રતરના ભાગ જેટલા વ્યન્તરો છે. અને બસો છપ્પન અંગુલપ્રમાણ એક પ્રદેશવાળી આકાશશ્રેણિ જેવડા ભાગથી પૂર્વે કહેલા સ્વરૂપવાળા આકાશપ્રતરના અપહાર જેટલા જ્યોતિષી દેવો જાણવા. (હવે વિશેષ સ્પષ્ટ કરે છે) -
- અહીં તાત્પર્ય એ છે કે – સંખ્યાતા યોજન પ્રમાણની એક પ્રદેશવાળી (= એક પ્રદેશ જાડી) શ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ છે, તે સર્વ આકાશપ્રદેશો વડે એક પ્રતરના પ્રદેશ રાશિને ભાગીએ
૨ ૨૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org