________________
ગાથાર્થ સમાપ્ત થયો. ।।૧૫૩
અવતરણ: એ પ્રમાણે એક શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય, તેટલા સર્વ મનુષ્યો ઉત્કૃષ્ટપદે હોય, એમ નિરૂપણ કર્યા છતાં હજી પણ બીજી રીતે સર્વ મનુષ્યોનું પ્રમાણ નિરૂપણ કરે છે. તે આ પ્રમાણે :
उक्कोसेणं मणुया, सेटिं च हरंति रूवपक्खित्ता ।
अंगुलपढमयतियवग्गमूलसंवग्गपलिभागा ॥ १५४ ॥
ગાથાર્થઃ એક મનુષ્યને અધિક પ્રક્ષેપીએ તો તે સર્વે મનુષ્યો અંગુલના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ વડે ગુણતાં આવેલા પ્રદેશસમૂહ જેવડા વિભાગો થાય તેવડા વિભાગોથી (અપહરતાં) એક શ્રેણિ સંપૂર્ણ અપહરે. ॥૧૫૪૫
ટીાર્થઃ ગાથામાં 7 શબ્દ પક્ષાન્તર (અર્થાન્તર-બીજી પ્રરૂપણાનો) સૂચક છે. અને તે પક્ષાન્તર આ રીતે જાણવો કે – ઉપર કહ્યા પ્રમાણે કેવળ એક શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા જ સર્વ મનુષ્યો છે, એટલું જ નહિ, પરંતુ તે સર્વે મનુષ્યો એકેક પ્રદેશની પંક્તિરૂપ એક શ્રેણિને પણ અપહરે છે. કેવી રીતે હોતા છતા અપહરે છે ? તે કહે છે - વ = - એક મનુષ્યરૂપ, એટલે તે ઉત્કૃષ્ટપદે સર્વ મનુષ્યો હોવા છતાં પણ એક મનુષ્ય ઓછો છે, તેથી બુદ્ધિની કલ્પના વડે તે એક મનુષ્યનો પ્રક્ષેપ છે જેમાં (= જે સર્વ મનુષ્યોમાં) તે ‘રૂપપ્રક્ષિપ્ત મનુષ્યો’, એવા તે મનુષ્યો એટલે એકાધિક મનુષ્યો; અર્થાત્ અસત્ કલ્પનાએ એક મનુષ્ય ઉમેરવાથી જેટલા મનુષ્યો થાય તેટલા (એક શ્રેણિને સંપૂર્ણ અપહરે - ઇતિ અધ્યાહાર્ય). એટલી સંખ્યાવાળા મનુષ્યો પણ પ્રત્યેક મનુષ્ય એકેક પ્રદેશને અપહરતાં સંપૂર્ણ શ્રેણિ અપહરે ? કે બીજી રીતે ?
ઉત્તર: ના (એકેક પ્રદેશાપહારથી ન અપહરે). ત્યારે કઈ રીતે અપહરે ? તે કહે છે –
અંગુરૂપમય - ઇત્યાદિ = તે શ્રેણિના અંગુલપ્રમાણ ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશો હોય તેનું પહેલું વર્ગમૂળ કરવું. ત્યારબાદ પણ પૂર્વે કહેલી રીતિ પ્રમાણે બીજું વર્ગમૂળ કરવું. અને તેનું પુનઃ ત્રીજું વર્ગમૂળ કરવું. ત્યારબાદ અંગુલપ્રમાણ ક્ષેત્રનું જે પહેલું વર્ગમૂળ આવ્યું છે તેને તિયવમૂળ = ત્રીજા વર્ગમૂળ વડે જે સંવો = સંવર્ગ એટલે ગુણાકાર, તે ગુણાકારરૂપ હેતુ વડે (એટલે એવા પ્રકારના ગુણાકારથી આવેલી સંખ્યા તે જ જે પ્રતિભાગમાં નિમિત્ત છે તે સંખ્યા વડે) જે પત્નિમાળ = એટલે પ્રતિભાગ અર્થાત્ શ્રેણિના ખંડરૂપ અમુક ભાગ, તે ભાગથી એટલે તે ભાગને આયિ (= તેવા ખંડ વડે) તે સર્વ મનુષ્યો શ્રેણિને સંપૂર્ણ અપહરે છે. એ ભાવાર્થ છે. (વૃત્તિ ક્ષાર્થ: ).
=
અહીં તાત્પર્ય એ છે કે - અંગુલપ્રમાણ એ ક્ષેત્રના પહેલા વર્ગમૂળના પ્રદેશસમૂહને ત્રીજા વર્ગમૂળના પ્રદેશસમૂહ વડે ગુણતાં જેટલા પ્રદેશો આવે, તેટલા પ્રદેશપ્રમાણનો એકેક ક્ષેત્રખંડ (શ્રેણિનો કકડો)જો એકેક મનુષ્યશ્રેણિમાંથી અપહરે - ગ્રહણ કરે તો તે ઉત્કૃષ્ટપદવર્તી (એક મનુષ્ય અધિક ઉત્કૃષ્ટપદવર્તી) સર્વ મનુષ્યો વડે તે લોકાકાશની એક પ્રદેશશ્રેણિ સમકાળે સંપૂર્ણ અપહરાય. એમાં જે એક મનુષ્યને મનુષ્યોમાં અધિક ઉમેર્યો છે, તે મનુષ્ય વાસ્તવિક રીતે નથી. શ્રી પરમગુરુઓએ (શ્રી સર્વજ્ઞોએ) ઉત્કૃષ્ટથી પણ તે એક મનુષ્યન્યૂન જેટલા જ સર્વ મનુષ્યો પોતાના જ્ઞાનથી જોયેલા છે. વળી એ પ્રમાણે હોવાથી લોકપ્રદેશની એક શ્રેણિમાં
Jain Education International
૨૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org